Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




દાનિયેલ 4:17 - પવિત્ર બાઇબલ C.L.

17 આ તો જાગૃત અને સાવધ રહેનાર દૂતોનો નિર્ણય છે; જેથી સર્વ માણસો જાણે કે સર્વોચ્ચ ઈશ્વર માનવી રાજ્યો પર સત્તા ધરાવે છે. વળી, પોતાની પસંદગી પ્રમાણે તે ચાહે તો સૌથી નીચલી પાયરીના માણસોને પણ એ રાજ્યો આપે છે.’

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

17 એ દંડાજ્ઞા જાગૃત રહેનારાના હુકમથી, ને એ આજ્ઞા પવિત્ર [દૂતો] ના વચનથી છે. એથી જીવતા [માણસો] જાણે કે પરાત્પર [ઈશ્વર] માણસોનો રાજ્ય ઉપર અધિકાર ચલાવે છે, ને પોતાની મરજી હોય તેને તે આપે છે, ને કનિષ્ઠ માણસોને તેના ઉપર અધિકારી ઠરાવે છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

17 આ નિર્ણય જાગૃત રહેનારાના હુકમથી છે. તે આજ્ઞા પવિત્ર દૂતોના વચનથી છે. જેથી જીવતા માણસો જાણે કે પરાત્પર ઈશ્વર લોકોના રાજ્ય પર અધિકાર ચલાવે છે, પોતાની મરજી હોય તેને તે આપે છે, નમ્ર માણસોને તેના પર અધિકારી ઠરાવે છે.’

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

17 “જાગ્રત ચોકીદાર સમા પવિત્ર દૂતોએ આ સજા કરેલી છે, તેમણે આ ચુકાદો આપેલો છે, જેથી સર્વ જીવો સમજે કે, માનવ-રાજ્યમાં પરાત્પર દેવ સવોર્પરી છે, તે જેને રાજ્ય આપવું હોય તેને આપે છે; અને તેના ઉપર નાનામાં નાના માણસને સ્થાપે છે.

Faic an caibideil Dèan lethbhreac




દાનિયેલ 4:17
30 Iomraidhean Croise  

(ઇઝબેલની ઉશ્કેરણીથી પોતાની જાતને સંપૂર્ણપણે પ્રભુની દૃષ્ટિએ ઘૃણાસ્પદ એવાં આચરણ કરવા સોંપી હોય એવું આહાબ સિવાય બીજું કોઈ નહોતું.


આહાઝ રાજા પોતાના સંકટના સમયમાં પણ પ્રભુ વિરુદ્ધ વધારે ને વધારે પાપ કરતો રહ્યો.


પ્રભુએ આકાશમાં પોતાનું રાજ્યાસન સ્થાપ્યું છે; તેમનો રાજ્યાધિકાર સમગ્ર વિશ્વ પર છે.


અદલ ન્યાયશાસન દ્વારા પ્રભુએ પોતાનો પરિચય કરાવ્યો છે, અને દુષ્ટો પોતાની જ પ્રપંચી જાળમાં ફસાયા છે. (હિગ્ગાયોન, સેલાહ)


પણ હું તને મારું સામર્થ્ય બતાવી આપું અને એ દ્વારા આખી પૃથ્વી પર મારું નામ પ્રગટ થાય એ માટે મેં તને જીવતો રાખ્યો છે.


તેઓ એકબીજાને પોકારીને કહી રહ્યા હતા: “પવિત્ર, પવિત્ર, પવિત્ર, છે સેનાધિપતિ પ્રભુ! તેમના ગૌરવથી આખી પૃથ્વી ભરપૂર છે.”


ત્યારપછી મેં પ્રભુને આ પ્રમાણે કહેતા સાંભળ્યા, “હું કોને મોકલું? અમારા સંદેશવાહક તરીકે કોણ જશે?” મેં જવાબ આપ્યો, “હું જઈશ, મને મોકલો.”


હું તેમના પર મારો ઉગ્ર કોપ ઉતારીશ અને મારા ઝનૂનમાં તેમના પર ભયંકર વેર વાળીશ. તેઓ પર મારું વેર વાળીશ ત્યારે તેઓ જાણશે કે હું પ્રભુ છું.”


હું અધમમાં અધમ પ્રજાઓને લાવીશ, અને તેઓ તેમનાં ઘરો પચાવી પાડશે. હું બળવાનોનો ગર્વ ઉતારી પાડીશ અને હું તેમનાં પવિત્રસ્થાનોને ભ્રષ્ટ કરાવીશ.


દૂતે સમજાવવાનું ચાલુ રાખ્યું: એ પછી અરામમાં એક દુષ્ટ રાજા ઊભો થશે. તેને રાજા થવાનો અધિકાર નહિ હોય પણ તે અણધારી રીતે આવી જશે અને કપટથી સત્તા આંચકી લેશે.


તે સમય અને ઋતુઓનું નિયમન કરે છે; તે જ રાજાઓને ગાદીએ બેસાડે છે અને તેમને પદભ્રષ્ટ પણ કરે છે. તે જ જ્ઞાન અને સમજશક્તિ આપે છે.


“તમારું કલ્યાણ થાઓ! સર્વોચ્ચ ઈશ્વરે મારા પ્રતિ જે અદ્‍ભુત કાર્યો અને ચમત્કારો કરીને મને પ્રતીતિ કરાવી છે તે વિષે સાંભળો:


તમને માનવસમાજમાંથી હાંકી કાઢવામાં આવશે અને તમે વન્ય પ્રાણીઓ સાથે વસશો. સાત વર્ષ સુધી તમે બળદની જેમ ઘાસ ખાશો. ત્યાં તમે આકાશના ઝાકળથી પલળશો. ત્યારે તમે કબૂલ કરશો કે સર્વ માનવરાજ્યો પર સર્વોચ્ચ ઈશ્વર સત્તા ધરાવે છે.


તે સર્વોચ્ચ ઈશ્વરની વિરુદ્ધ બોલશે અને ઈશ્વરના લોકો પર જુલમ ગુજારશે. તે તેમના ધાર્મિક નિયમો અને પર્વોને બદલી નાખવાનો પ્રયાસ કરશે અને સાડા ત્રણ વર્ષ સુધી ઈશ્વરના લોકો તેની સત્તા નીચે રહેશે.


દરેકે રાજ્યના અધિકારીઓને આધીન રહેવું. કારણ, ઈશ્વરની પરવાનગી વગર અપાયો હોય એવો કોઈ અધિકાર નથી. અધિકારીઓ ઈશ્વર તરફથી નિમાયેલા હોય છે.


વળી, દુનિયા જેમને ઊતરતા ગણે છે, ધિક્કારે છે અને તુચ્છકારે છે, તેમને ઈશ્વરે પસંદ કર્યા છે, જેથી દુનિયા જેમને મહત્ત્વના ગણે છે, તેઓ તેમનું સ્થાન ગુમાવે.


ઈશ્વરની, ઈસુ ખ્રિસ્તની અને પવિત્ર દૂતોની સમક્ષ હું ગંભીર આજ્ઞા કરું છું કે, તું કોઈપણ જાતના પૂર્વગ્રહ કે પક્ષપાત વગર આ સૂચનાઓને આધીન થા.


અને એ પ્રત્યેક જીવંત પ્રાણીને છ પાંખો હતી અને તેઓ અંદર અને બહાર આંખોથી છવાયેલાં હતાં. તેઓ રાતદિવસ સતત ગાતાં હતાં: “પવિત્ર, પવિત્ર, પવિત્ર, છે સર્વસમર્થ ઈશ્વર પ્રભુ, જે હતા, જે છે અને જે આવનાર છે.”


તે ગરીબોને ધૂળમાંથી ઊભા કરે છે, અને શોક્તિ કંગાલોને રાખના ઢગલામાંથી ઉઠાવે છે, તે તેમને રાજવીઓની કક્ષામાં પહોંચાડે છે અને તેમને સન્માનપાત્ર જગ્યાએ મૂકે છે. પૃથ્વીના પાયા પ્રભુને હાથે નંખાયા છે અને તેમના પર તેમણે દુનિયા સ્થાપી છે.


Lean sinn:

Sanasan


Sanasan