Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




દાનિયેલ 4:16 - પવિત્ર બાઇબલ C.L.

16 તેનું માનવી મન બદલાઈ જશે; તેને પશુનું દિલ અપાશે; એમ સાત વર્ષ વીતશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

16 તેનું માણસનું હ્રદય બદલાઈને પશુનું હ્રદય તેને આપવામાં આવે, એ પ્રમાણે તેને માથે સાત કાળ વીતે.’

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

16 તેનું માણસનું હૃદય બદલાઈને, તેને પશુનું હૃદય આપવામાં આવે આમ સાત વર્ષ વીતે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

16 એનું મન માણસનું મટીને પશુનું થઇ જાઓ અને આમ સાત વર્ષ વીતી જવા દો!’

Faic an caibideil Dèan lethbhreac




દાનિયેલ 4:16
13 Iomraidhean Croise  

રાજાએ પૂછયું, “યુવાન આબ્શાલોમ સહીસલામત છે?” કૂશી ગુલામે જવાબ આપ્યો, “હે રાજા, મારા માલિક, યુવાનના જેવા તમારા સર્વ શત્રુઓના અને તમારી વિરુદ્ધ બળવો પોકારનારના હાલ થાઓ.”


ત્યાર પછી તેમણે મને કહ્યું, “આ લોકોનાં મન જડ કર, કાન બહેરા કર અને તેમની આંખોને આંધળી બનાવ, જેથી તેઓ આંખે જુએ નહિ, કાને સાંભળે નહિ કે મનથી સમજે નહિ. કદાચ તેઓ તે પ્રમાણે કરે તો તેઓ મારી તરફ પાછા ફરે અને સાજા થાય.”


“અરામનો રાજા પાછો જઈને અગાઉના કરતાં પણ મોટું લશ્કર તૈયાર કરશે. તે પછી યોગ્ય સમયે તે શસ્ત્રસજિત મોટું સૈન્ય લઈને પાછો આવશે.


અળસીરેસાનાં શ્વેત વસ્ત્ર પહેરીને ઊભેલા દૂતે પોતાના બન્‍ને હાથ આકાશ તરફ ઊંચા કરીને સાર્વકાલિક ઈશ્વરના સમ ખાઈને કહ્યું, “સાડા ત્રણ વર્ષ; ઈશ્વરના લોકની સતાવણી પૂરી થાય તે પહેલાં આ બધી બાબતો બની ચૂકી હશે.”


તમે જોતા હતા ત્યારે આકાશમાંથી એક દૂતે આવીને કહ્યું, ‘વૃક્ષ કાપી નાખો અને તેનો નાશ કરો, પણ તેનું ઠૂંઠું જમીનમાં રહેવા દઈ તેને લોખંડ અને તાંબાની સાંકળથી બાંધી દો અને તેને ખેતરમાં ઘાસની સાથે પડી રહેવા દો. આ માણસ પર ઝાકળ પડવા દો. અને ત્યાં તેને પ્રાણીઓ સાથે સાત વર્ષ રહેવા દો.’


તમને માનવસમાજમાંથી હાંકી કાઢવામાં આવશે અને તમે વન્ય પ્રાણીઓ સાથે વસશો. સાત વર્ષ સુધી તમે બળદની જેમ ઘાસ ખાશો. ત્યાં તમે આકાશના ઝાકળથી પલળશો. ત્યારે તમે કબૂલ કરશો કે સર્વ માનવરાજ્યો પર સર્વોચ્ચ ઈશ્વર સત્તા ધરાવે છે.


તે સર્વોચ્ચ ઈશ્વરની વિરુદ્ધ બોલશે અને ઈશ્વરના લોકો પર જુલમ ગુજારશે. તે તેમના ધાર્મિક નિયમો અને પર્વોને બદલી નાખવાનો પ્રયાસ કરશે અને સાડા ત્રણ વર્ષ સુધી ઈશ્વરના લોકો તેની સત્તા નીચે રહેશે.


એ જ સંદર્શનની આખર છે. હું દાનિયેલ મારા મનમાં ઘણો જ ગભરાઈ ગયો તથા ઉદાસ થઈ ગયો, પણ આ બધી વાતો મેં મનમાં રાખી.


એ બધાં નાશ પામશે, પરંતુ તું કાયમ રહેશે.


પણ તે સ્ત્રીને મોટા ગરુડની બે પાંખો આપવામાં આવી જેથી તે રણમાં જઈ શકે કે, જેથી ત્યાં સર્પના હુમલાથી તેનું રક્ષણ કરીને સાડાત્રણ વર્ષ સુધી તેની સંભાળ લેવામાં આવે.


Lean sinn:

Sanasan


Sanasan