Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




દાનિયેલ 4:12 - પવિત્ર બાઇબલ C.L.

12 તેનાં પાંદડાં સુંદર હતાં. દુનિયામાં સૌને માટે પૂરતાં થાય એટલાં ફળથી તેની ડાળીઓ લચી પડી હતી. વન્ય પ્રાણીઓ તેની છાયામાં આરામ લેતાં, પક્ષીઓ તેની ડાળ પર માળા બાંધતાં અને સર્વ સજીવો તેનાં ફળ ખાતાં.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 તેનાં પાંદડાં સુંદર હતાં, તેને ઘણાં ફળ લાગ્યાં હતાં, તેને ઘણાં ફળ લાગ્યાં હતાં, ને ખેચર પક્ષીઓ તેની ડાળીઓમાં વસતાં હતાં, ને સર્વનું તેથી પોષણ થતું હતું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 તેનાં પાંદડાં સુંદર હતાં, તેને ઘણાં ફળ હતા, તેથી બધાંને ખોરાક મળતો હતો, જંગલી પશુઓ તેની છાયા નીચે આશ્રય પામતાં, આકાશના પક્ષીઓ તેની ડાળીઓમાં વાસો કરતા હતા. બધા જીવોને તેનાથી પોષણ મળતું હતું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

12 તેના પાંદડાં સુંદર હતાં, ફળથી તે લચી પડ્યું હતું, તેને એટલાં ફળ લાગ્યાં હતાં કે, બધાં ધરાઇને ખાઇ શકે, વગડાનાં પશુઓ તેની છાયા નીચે આશ્રય પામતા અને આકાશના પંખીઓ તેની ડાળીઓમાં વાસો કરતા અને બધા જીવો તેના ઉપર વસતા.

Faic an caibideil Dèan lethbhreac




દાનિયેલ 4:12
13 Iomraidhean Croise  

તે દેશના નેતાઓની બુદ્ધિ હરી લે છે અને તેમને પંથહીન વેરાન પ્રદેશોમાં ભટકાવે છે.


વૃક્ષને માટે તો આશા હોય છે; જો તેને કાપી નાખવામાં આવે તો તે ફરીથી ફૂટશે, અને તેને કુમળી ડાળીઓ આવવાનું ચાલુ રહેશે.


તો પણ પાણીની ફોરમ માત્રથી તે ફૂટી નીકળશે, અને કુમળા છોડની જેમ તેને ડાળીઓ પાંગરશે.


અમારા જીવનના આધાર સમો પ્રભુનો અભિષિક્ત દુશ્મનોના ફાંદામાં ફસાઈ ગયો. અમારા એ રાજા વિષે અમે તો એવું બોલતા હતા કે તેની છત્રછાયા નીચે અમે આસપાસની પ્રજાઓ મધ્યે સલામત રહીશું.


હું તેને ઇઝરાયલના સૌથી ઊંચા પર્વત પર રોપીશ. એને ડાળીઓ ફૂટશે અને ફળ આવશે અને તે ગંધતરુનું વિશાળ વૃક્ષ બનશે. સર્વ જાતનાં પક્ષીઓ તેની ડાળીઓની છાયામાં નિવાસ કરશે.


તેઓ પણ તેની સાથે શેઓલમાં જશે. અગાઉ તલવારથી ક્તલ થયેલાં પણ ત્યાં પડેલાં હશે. તેની છાયામાં વસતી સર્વ પ્રજાઓ પણ નષ્ટ થઇ જશે.


તેણે મોટા અવાજે જાહેરાત કરી: ‘વૃક્ષને કાપી નાખો, તેની ડાળીઓ તોડી પાડો, તેનાં પાંદડાં તોડી નાખો ને ફળ વિખેરી નાખો. તેની છાયામાં વસતાં પ્રાણીઓ અને તેની ડાળીઓમાં રહેતાં પક્ષીઓને હાંકી કાઢો.


બધા પ્રકારનાં બીમાં તે નાનું છે, પણ જ્યારે તે ઊગે છે ત્યારે બધા છોડ કરતાં તેનો છોડ મોટો થાય છે. તેની ડાળીઓ ફેલાય છે અને પક્ષીઓ આવીને તેના પર માળા બાંધી વાસો કરે છે.


“છતાં એ દિવસ કે સમય ક્યારે આવશે તે કોઈ જાણતું નથી. આકાશમાંના દૂતો નહિ કે ઈશ્વરપુત્ર પણ નહિ; માત્ર ઈશ્વરપિતા જાણે છે.


થોડા સમયમાં તો તે ઊગી નીકળે છે, અને છોડવાઓમાં સૌથી મોટો છોડ બની જાય છે. એની ડાળીઓ એટલી લાંબી થાય છે કે આકાશનાં પક્ષીઓ આવીને તેની છાયામાં પોતાના માળા બાંધે છે.”


એ તો રાઈના બી જેવું છે. કોઈ એક માણસે એને લઈને પોતાના ખેતરમાં વાવ્યું; એ વધીને મોટો છોડ બન્યો અને આકાશનાં પંખીઓએ તેની ડાળીઓ પર માળા બાંયા.”


Lean sinn:

Sanasan


Sanasan