Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




દાનિયેલ 3:7 - પવિત્ર બાઇબલ C.L.

7 તેથી રણશિંગડાંના અવાજ પછી વાંસળી, વીણા, સિતાર, સારંગી, મોરલી વિગેરે સર્વ પ્રકારનાં વાંજિત્રોનો નાદ સાંભળતાની સાથે જ સર્વ રાષ્ટ્રો, પ્રજાઓ અને ભાષાના લોકોએ નબૂખાદનેસ્સાર રાજાએ પ્રતિષ્ઠિત કરેલી મૂર્તિની સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કરીને પૂજા કરી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 તેથી જ્યારે લોકોએ રણશિંગડું, વાંસળી, વીણા, સિતાર, મુરલી તથા સર્વ પ્રકારના વાજિંત્રોનો નાદ સાંભળ્યો, ત્યારે સર્વ લોકોએ, પ્રજાઓએ તથા [જુદી જુદી] ભાષાઓ [બોલનાર માણસો] એ સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કરીને નબૂખાદનેસ્સાર રાજાએ પ્રતિષ્ઠિત કરેલી સોનાની મૂર્તિની પૂજા કરી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 તેથી જ્યારે સર્વ લોકોએ રણશિંગડાંઓ, શરણાઈઓ, વીણાઓ, સિતારો, સારંગીઓ તથા સર્વ પ્રકારના વાજિંત્રોનો અવાજ સાંભળ્યા ત્યારે લોકોએ, પ્રજાઓએ તથા ભાષાઓએ નબૂખાદનેસ્સારે સ્થાપેલી સોનાની મૂર્તિને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

7 આથી રણશિંગુ, શરણાઇ, વીણા, સિતાર, સારંગી વગેરે વાજિંત્રોનો નાદ સાંભળતા જ જુદી જુદી પ્રજાઓના અને જુદી જુદી ભાષા બોલનારા બધા લોકોએ રાજા નબૂખાદનેસ્સારે સ્થાપન કરેલી સોનાના પૂતળાની સાષ્ટાંગ નમસ્કાર કરીને પૂજા કરી.

Faic an caibideil Dèan lethbhreac




દાનિયેલ 3:7
15 Iomraidhean Croise  

બેબિલોન તો મારા હાથમાં સોનેરી પ્યાલા જેવું હતું, જેમાંથી પીને આખી દુનિયા ચકચૂર થઈ. પ્રજાઓ તેમાંથી દ્રાક્ષાસવ પીને ભાન ભૂલી છે.


ત્યારે નબૂખાદનેસ્સાર રાજા દાનિયેલને પગે પડયો અને તેણે દાનિયેલ આગળ અર્પણો અને સુગંધી ધૂપ ચઢાવવાની આજ્ઞા કરી.


આપનો હુકમ છે કે વાજિંત્રો વાગે ત્યારે બધાએ સુવર્ણમૂર્તિની સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કરીને પૂજા કરવી,


ત્યારે છડી પોકારનારે મોટે અવાજે કહ્યું, “હે સર્વ રાષ્ટ્રો, પ્રજાઓ અને ભાષાના લોકો,


તમે રણશિંગડાંના નાદ પછી વાંસળી, વીણા, સિતાર, સારંગી, મોરલી વિગેરે સર્વ પ્રકારનાં વાંજિત્રોનો નાદ સાંભળો કે તરત તમારે સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કરીને નબૂખાદનેસ્સાર રાજાએ બનાવેલી મૂર્તિની પૂજા કરવી.


જે કોઈ સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કરીને તેની પૂજા નહિ કરે, તેને તે જ પળે ભડભડતી અગ્નિની ભઠ્ઠીમાં નાખી દેવામાં આવશે.


એ જ વખતે કેટલાક બેબિલોન- વાસીઓએ યહૂદીઓ પર આક્ષેપ મૂકવાની તક ઝડપી લીધી.


ભૂતકાળમાં ઈશ્વરે બધી પ્રજાઓને પોતપોતાને માર્ગે વળી જવા દીધી હતી.


આપણે જાણીએ છીએ કે સમગ્ર દુનિયા દુષ્ટના અધિકાર નીચે છે, પણ આપણે આપણા ઈશ્વરનાં છીએ.


તેથી તે પ્રચંડ અજગરને નીચે પછાડવામાં આવ્યો! તે તો પ્રાચીન સર્પ, જે દુષ્ટ શેતાન તરીકે ઓળખાય છે તે જ છે. તે જ આખી દુનિયાને ગેરમાર્ગે દોરી જતો હતો. તેને તેના દૂતોની સાથે પૃથ્વી પર ફેંકી દેવામાં આવ્યો.


અને પ્રથમ પશુની હાજરીમાં તેને જે ચમત્કારો કરવા દેવામાં આવતા હતા તેને લીધે તે બધાં પૃથ્વીવાસીઓને ભુલાવામાં નાખતું હતું. પેલું પ્રથમ પશુ જે તલવારથી ઘવાયું હતું છતાં જીવતું હતું તેના માનમાં તેની પ્રતિમા બનાવવા તે લોકોને સમજાવતું હતું.


પશુનું એક માથું ઘવાયેલું લાગતું હતું, પણ તે જીવલેણ ઘા રુઝાઈ ગયો હતો. આખી પૃથ્વી આશ્ર્વર્યચકિત થઈને તે પશુને અનુસરવા લાગી.


બલિદાન કરાયેલા હલવાનના પુસ્તકમાં એટલે કે જીવંત લોકોની યાદીના પુસ્તકમાં જેમનાં નામ સૃષ્ટિના સર્જન અગાઉ નોંધવામાં આવ્યાં છે તે સિવાયના પૃથ્વી પર રહેનારા અન્ય સૌ કોઈ તેની ભક્તિ કરશે.


તેં જોયું તે પશુ એક સમયે જીવતું હતું. પણ અત્યારે જીવતું નથી. છતાં તે અગાધ ઊંડાણમાંથી આવવાની તૈયારીમાં છે અને તેણે નાશમાં જવાનું છે. પૃથ્વી પર વસનાર લોકો જેમનાં નામ જીવંત લોકોની યાદીના પુસ્તકમાં સૃષ્ટિના સર્જન અગાઉ લખવામાં આવ્યાં ન હતાં, તેઓ તે પશુને જોઈને આશ્ર્વર્ય પામશે. કારણ, એક સમયે તે જીવતું હતું. અત્યારે તે જીવતું નથી, પણ તે ફરીથી દેખાશે.


પશુને અને તેની સાથે તેની હાજરીમાં ચમત્કાર કરનાર જૂઠા સંદેશવાહકને કેદ કરવામાં આવ્યા. એ સંદેશવાહકે ચમત્કારો કરીને પશુની છાપવાળાં અને પશુની મૂર્તિની પૂજા કરનારા લોકોને ભરમાવ્યા હતા. તે પશુ અને જૂઠો સંદેશવાહક એ બંનેને ગંધકથી બળતા અગ્નિના કુંડમાં ફેંકવામાં આવ્યાં.


Lean sinn:

Sanasan


Sanasan