સિવાન એટલે ત્રીજા માસની ત્રેવીસમી તારીખે આ બન્યું. મોર્દખાયે રાજાના સચિવોને બોલાવ્યા અને યહૂદીઓ પર તથા હિંદથી કૂશ સુધી સામ્રાજ્યના એક્સો સત્તાવીશ પ્રાંતોના રાજ્યપાલો, વહીવટદારો અને અધિકારીઓ પર પત્ર લખાવ્યા. આ પત્રો પ્રત્યેક પ્રાંત અને પ્રત્યેક પ્રજાની ભાષા અને લિપિમાં તથા યહૂદીઓની ભાષા અને લિપિમાં લખીને મોકલવામાં આવ્યા.