દાનિયેલ 3:29 - પવિત્ર બાઇબલ C.L.29 “હવે મારું ફરમાન છે કે કોઈપણ રાષ્ટ્ર, પ્રજા કે ભાષાનો માણસ શાદ્રાખ, મેશાખ અને અબેદ-નગોના ઈશ્વર વિરુદ્ધ બોલશે તો તેના અંગેઅંગના ટુકડેટુકડા કરવામાં આવશે અને તેનું ઘર ખંડિયેર બનાવી દેવાશે. આ રીતે બચાવી શકે એવો બીજો કોઈ ઈશ્વર છે જ નહિ.” Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)29 માટે હું એવો હુકમ ફરમાવું છું કે જે કોઈ માણસ, પ્રજા કે [ગમે તે] ભાષા [બોલનાર લોકો] શાદ્રાખ, મેશાખ તથા અબેદ-નગોના ઈશ્વરની વિરુદ્ધ કંઈપણ અયોગ્ય બોલશે, તે સર્વના કાપીને ટુકડેટુકડા કરવામાં આવશે, ને તેમના ઘરોનો ઉકરડો કરી નાખવામાં આવશે, કેમ કે આવી રીતે [પોતાના સેવકોને] છોડાવી શકે એવો બીજો કોઈ ઈશ્વર નથી.” Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201929 માટે હું એવો હુકમ ફરમાવું છું કે, કોઈપણ લોક, પ્રજા કે વિવિધ ભાષા બોલનારાઓ જો શાદ્રાખ, મેશાખ તથા અબેદ-નગોના ઈશ્વરની વિરુદ્ધ કંઈપણ બોલશે, તો તેઓને કાપી નાખવામાં આવશે. તેઓનાં ઘરોને તોડીને ઢગલો કરી નાખવામાં આવશે, કેમ કે, આ રીતે માણસોને છોડાવી શકે એવા બીજા કોઈ ઈશ્વર નથી.” Faic an caibideilપવિત્ર બાઈબલ29 તેથી હું એવી આજ્ઞા કરું છું, કે, કોઇપણ પ્રજાનો કે, કોઇપણ ભાષા બોલનારો કોઇપણ માણસ મારા કાયદા નિયમનું ઉલ્લંધન કરનારને અને શાદ્રાખ, મેશાખ અને અબેદનગોના દેવની નિંદા કરનારના ટુકડે ટુકડા કરી દેવામાં આવશે. અને તેનું ઘર તોડીને ઢગલો કરી નાખવામાં આવશે, કારણ, માણસોને આ રીતે ઉગારી શકે એવો બીજો કોઇ દેવ નથી.” Faic an caibideil |
તો હવે જ્યારે તમે રણશિંગડાના અવાજ પછી વાંસળી, વીણા, સિતાર, મોરલી વિગેરે સર્વ વાજિંત્રો વાગતાં સાંભળો ત્યારે સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કરીને મારી સ્થાપેલી મૂર્તિની પૂજા કરજો. જો તમે તેમ નહિ કરો તો તમને તરત જ અગ્નિની ભડભડતી ભઠ્ઠીમાં નાખી દેવામાં આવશે. શું તમે એમ માનો છો કે મારા હાથમાંથી તમને બચાવી શકે એવો કોઈ દેવ છે?”