Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




દાનિયેલ 3:26 - પવિત્ર બાઇબલ C.L.

26 તેથી નબૂખાદનેસ્સારે ભઠ્ઠીના પ્રવેશદ્વાર પાસે જઈને બૂમ પાડી, “હે શાદ્રાખ, મેશાખ અને અબેદ-નગો, સર્વોચ્ચ ઈશ્વરના સેવકો, બહાર આવો.” તેથી તેઓ તરત બહાર આવ્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

26 પછી નબૂખાદનેસ્સાર બળતા અગ્નિની ભઠ્ઠીના દ્વાર પાસે આવ્યો. તેણે કહ્યું, “હે શાદ્રાખ, મેશાખ તથા અબેદ-નગો, પરાત્પર ઈશ્વરના સેવકો, બહાર નીકળીને અહીં આવો.” ત્યારે શાદ્રાખ, મેશાખ અબેદ-નગો અગ્નિમાંથી નીકળીને બહાર આવ્યા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

26 પછી નબૂખાદનેસ્સાર સળગતી ભઠ્ઠીના દરવાજા પાસે આવ્યો અને કહ્યું, “શાદ્રાખ, મેશાખ તથા અબેદ-નગો, પરાત્પર ઈશ્વરના સેવકો, બહાર આવો, અહીં આવો! “ત્યારે શાદ્રાખ, મેશાખ તથા અબેદ-નગો અગ્નિમાંથી નીકળીને બહાર આવ્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

26 પછી નબૂખાદનેસ્સારે સળગતી ભઠ્ઠીની પાસે જઇને પેલા માણસોને કહ્યું, “શાદ્રાખ, મેશાખ અને અબેદનગો, સૌથી મહાન પરાત્પર દેવના સેવકો, બહાર આવો, અહીં આવો!” આ સાંભળીને તેઓ તરત જ અગ્નિમાંથી બહાર આવ્યા.

Faic an caibideil Dèan lethbhreac




દાનિયેલ 3:26
22 Iomraidhean Croise  

તે વખતે શાલેમનો રાજા મેલ્ખીસેદેક રોટલી અને દ્રાક્ષાસવ લઈને આવ્યો. તે સર્વોચ્ચ ઈશ્વરનો યજ્ઞકાર હતો.


કારણ, આ તો તમે જેમને લોખંડ તપાવવાની ભઠ્ઠીમાંથી એટલે ઇજિપ્તમાંથી બહાર કાઢી લાવ્યા તે તમારા વારસાસમ લોક છે.


તેમણે અમને આ પ્રમાણે જવાબ આપ્યો: ‘અમે આકાશ અને પૃથ્વીના ઈશ્વરના સેવકો છીએ અને ઘણાં વર્ષો પૂર્વે ઇઝરાયલના એક મહાન રાજાએ જે મંદિર બંધાવેલું તેનું અમે ફરીથી બાંધકામ કરીએ છીએ.


તમે અમારાં શિર ઘોડેસવારોની પાસે કચડાવ્યાં. અમારે અગ્નિ તથા પાણીમાં થઈને પસાર થવું પડયું. છતાં આખરે તમે અમને વિપુલતાના પ્રદેશમાં પહોંચાડયા.”


તેથી સર્વસમર્થ પ્રભુ પરમેશ્વર કહે છે, “હું સિયોનમાં નક્કર પાયો નાખું છું અને તેમાં ચક્સી જોયેલો અને મૂલ્યવાન એવો મુખ્ય પથ્થર મૂકું છું. તેના પર વિશ્વાસ કરનાર કદી હતાશ થશે નહિ.


છતાં તમારે કંઈ ભાગેડુની જેમ નાસભાગ કરવાની નથી. કારણ, પ્રભુ પોતે તમારા અગ્રેસર બની તમને દોરશે અને ઇઝરાયલના ઈશ્વર તમારા પીઠરક્ષક થશે.


જે માણસ આ કરારની શરતો પાળતો નથી તેના પર શાપ ઊતરશે. મેં તમારા પૂર્વજોને લોખંડ ગાળવાની ભઠ્ઠી સમાન ઇજિપ્ત દેશમાંથી મુક્ત કર્યા ત્યારે મેં એ કરાર કર્યો હતો અને તેમને કહ્યું હતું, કે જો તેઓ મારી વાણીને અનુસરશે અને મારી એકેએક આજ્ઞા પ્રમાણે વર્તશે તો તેઓ મારા લોક થશે અને હું તેમનો ઈશ્વર થઈશ અને હું તેમને દૂધમધની રેલમછેલવાળો દેશ આપીશ.


રાજાએ કહ્યું, “તેં મને સ્વપ્ન અને તેનો અર્થ જણાવ્યો તે પરથી હું જાણું છું કે તારા ઈશ્વર સર્વ દેવો કરતાં મહાન છે, તે રાજાઓના પ્રભુ છે. વળી, તે રહસ્યો ખોલનાર છે.”


જેની ઉપાસના અમે કરીએ છીએ એ અમારા ઈશ્વર અમને અગ્નિની ભડભડતી ભઠ્ઠીમાંથી અને તમારા હાથમાંથી પણ બચાવવાને સમર્થ છે, અને તે બચાવશે પણ ખરા.


“તમારું કલ્યાણ થાઓ! સર્વોચ્ચ ઈશ્વરે મારા પ્રતિ જે અદ્‍ભુત કાર્યો અને ચમત્કારો કરીને મને પ્રતીતિ કરાવી છે તે વિષે સાંભળો:


ત્યાં જઈને ખૂબ ચિંતાપૂર્વક તેણે હાંક મારી, “હે દાનિયેલ, જીવતા ઈશ્વરના સેવક, જેમની તું વફાદારીપૂર્વક સેવા કરે છે તે ઈશ્વર શું તને બચાવી શક્યા છે?”


દાનિયેલે જવાબ આપ્યો, “હે રાજા, અમર રહો!


તે સર્વોચ્ચ ઈશ્વરની વિરુદ્ધ બોલશે અને ઈશ્વરના લોકો પર જુલમ ગુજારશે. તે તેમના ધાર્મિક નિયમો અને પર્વોને બદલી નાખવાનો પ્રયાસ કરશે અને સાડા ત્રણ વર્ષ સુધી ઈશ્વરના લોકો તેની સત્તા નીચે રહેશે.


તે પાઉલ અને અમારી પાછળ પાછળ બૂમો પાડતી પાડતી આવતી હતી, “આ માણસો તો સર્વોચ્ચ ઈશ્વરના સેવકો છે! તમારો કેવી રીતે ઉદ્ધાર થઈ શકે તે તેઓ તમને જાહેર કરે છે!”


પણ પાઉલે સૈનિકોને કહ્યું, “અમારા પર કોઈ દોષ સાબિત ન થયો હોવા છતાં તેમણે અમને રોમન નાગરિકોને જાહેરમાં માર્યા પછી અમને જેલમાં નાખ્યા અને હવે તેઓ અમને છાનામાના જવા દે છે? એવું નહિ જ બને! રોમન અધિકારીઓએ જાતે અહીં આવીને અમને છૂટા કરવા જોઈએ.”


કારણ, જે ઈશ્વરનો હું ભક્ત છું અને જેની સેવા હું કરું છું તેના દૂતે ગઈકાલે રાતે આવીને મને કહ્યું છે,


શું હું માણસોની અનુમતિ પ્રાપ્ત કરી લેવા માગું છું કે ઈશ્વરની? શું હું માણસોને પ્રસન્‍ન કરવા માગું છું? જો હું હજુ પણ એમ જ કરતો હોઉં તો હું ખ્રિસ્તનો સેવક નથી.


પરંતુ પ્રભુએ તો તમને લોખંડ ગાળવાની ભઠ્ઠી સમાન ઇજિપ્ત દેશમાંથી મુક્ત કર્યા છે; જેથી તમે આજે છો તેમ તેમના પોતાના લોક તરીકે તેમનો વારસો બનો.


લોકો કોરી ભૂમિ પર થઈને જતા હતા ત્યારે સર્વ લોકો નદી ઓળંગી રહ્યા ત્યાં સુધી પ્રભુની કરારપેટી ઊંચકનારા યજ્ઞકારો યર્દનની વચમાં કોરી જમીન પર ઊભા રહ્યા.


પ્રભુએ યહોશુઆને આપેલી આજ્ઞા પ્રમાણે લોકોએ જે જે કરવાનું હતું તે બધું પાર પડયું ત્યાં સુધી યજ્ઞકારો યર્દનની વચમાં ઊભા રહ્યા. અગાઉ પણ મોશેએ યહોશુઆને એ જ આજ્ઞા આપી હતી.


પછી રાજ્યાસન પરથી એક વાણી સંભળાઈ, “ઈશ્વરના બધા સેવકો, અને તેમની બીક રાખનાર નાનાંમોટાં સૌ ઈશ્વરની પ્રશંસા કરો.”


Lean sinn:

Sanasan


Sanasan