Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




દાનિયેલ 3:10 - પવિત્ર બાઇબલ C.L.

10 આપનો હુકમ છે કે વાજિંત્રો વાગે ત્યારે બધાએ સુવર્ણમૂર્તિની સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કરીને પૂજા કરવી,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 હે રાજાજી, આપે હુકમ કર્યો છે કે રણશિંગડું, વાંસળી, વીણા, સિતાર, સારંગી, મુરલી તથા સર્વ પ્રકારનાં વાજિંત્રોનો સૂર જે કોઈ સાંભળે, તે દરેકે મૂર્તિની પૂજા કરવી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 તમે એવો હુકમ ફરમાવ્યો કે, દરેક માણસ કે જે રણશિંગડાં, શરણાઈઓ, વીણાઓ, સિતારો, સારંગીઓ તથા સર્વ પ્રકારના વાજિંત્રોનો અવાજ સાંભળે તેણે સોનાની મૂર્તિને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરવા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

10 નામદાર, આપે એવી આજ્ઞા કરી છે કે, જો કોઇ માણસ રણશિંગુ, શરણાઇ, વીણા, સિતાર, સારંગી, વગેરે વાજિંત્રોનો નાદ સાંભળે, તેણે સોનાની પ્રતિમાને સાષ્ટાંગ નમસ્કાર કરી પૂજા કરવી,

Faic an caibideil Dèan lethbhreac




દાનિયેલ 3:10
24 Iomraidhean Croise  

દાવિદે લેવીઓના આગેવાનોને સિતાર, વીણા અને ઝાંઝ સાથે મોટે સાદે અને આનંદપૂર્વક ગાયનવાદન કરવા માટે તેમના લેવી ભાઈઓની નિમણૂક કરવા કહ્યું.


એમ સર્વ ઇઝરાયલીઓ હર્ષનાદસહિત, શરણાઈ, રણશિંગડાં તથા ઝાંઝ વગાડતાં અને મોટેથી સિતાર અને વીણાના વાદન સાથે પ્રભુની કરારપેટી યરુશાલેમ લઈ આવ્યા.


પ્રભુએ દાવિદ રાજાને રાજાના સંદેશવાહક ગાદ અને સંદેશવાહક નાથાન મારફતે આપેલી સૂચનાઓ હિઝકિયા રાજાએ અમલમાં મૂકી; તેણે લેવીઓને પ્રભુના મંદિરમાં વીણા અને ઝાંઝ સાથે ઊભા રાખ્યા.


કાયદાની આડમાં ભ્રષ્ટાચાર આચરનારા દુષ્ટ શાસકો સાથે તમારે કોઈ સબંધ નથી.


“તમે હિબ્રૂ સ્ત્રીઓની પ્રસૂતિ કરાવવા જાઓ ત્યારે પ્રસવ સમયે તેમનું ધ્યાન રાખો. જો તેમને પુત્ર જન્મે તો તમારે તેને મારી નાખવો, પણ જો પુત્રી જન્મે તો તેને જીવતી રહેવા દેવી.”


છેવટે ફેરોએ પોતાના બધા લોકોને હુકમ કર્યો કે હિબ્રૂઓને ત્યાં જન્મેલા પ્રત્યેક છોકરાને તમારે નદીમાં ફેંકી દેવો, પણ છોકરીઓ જન્મે તો તેમને રહેવા દેવી.


મેં પૃથ્વી પર જોયું કે ન્યાયને સ્થાને દુષ્ટતા અને ધાર્મિક્તાને સ્થાને અધર્મ છે.


તમારી કેવી દુર્દશા થશે! તમે અન્યાયી કાયદા ઘડો છે અને જુલમી ચુકાદા આપીને જુલમ કરો છો.


અને તે પ્રમાણે નહિ કરનારને અગ્નિની ભડભડતી ભઠ્ઠીમાં નાખી દેવામાં આવશે.


તો હવે જ્યારે તમે રણશિંગડાના અવાજ પછી વાંસળી, વીણા, સિતાર, મોરલી વિગેરે સર્વ વાજિંત્રો વાગતાં સાંભળો ત્યારે સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કરીને મારી સ્થાપેલી મૂર્તિની પૂજા કરજો. જો તમે તેમ નહિ કરો તો તમને તરત જ અગ્નિની ભડભડતી ભઠ્ઠીમાં નાખી દેવામાં આવશે. શું તમે એમ માનો છો કે મારા હાથમાંથી તમને બચાવી શકે એવો કોઈ દેવ છે?”


એટલે તેઓ સૌ સાથે મળીને દાનિયેલ પર દોષ મૂકવા રાજા પાસે તરત જ પહોંચી ગયા. તેમણે કહ્યું, “હે રાજા, ત્રીસ દિવસ સુધી કોઈપણ વ્યક્તિ આપના સિવાય કોઈ દેવ કે માણસને અરજ ગુજારી શકે નહિ, અને જે કોઈ એ ફરમાનનો ભંગ કરે તેને સિંહોની ગુફામાં નાખી દેવામાં આવે એવા ફરમાન પર આપે સહી કરી નહોતી?” રાજાએ જવાબ આપ્યો, “હા, એ સાચું છે અને માદીઓ અને ઇરાનીઓના ક્યદોઓ બદલી શક્તા નથી.”


દાવિદની જેમ નવાં નવાં ગીતો બનાવી તેમને સારંગીના સૂર સાથે ગાવાનું તમને ગમે છે.


મુખ્ય યજ્ઞકારો અને ફરોશીઓએ એવો હુકમ કાઢયો હતો કે ઈસુ ક્યાં છે તેની જેને ખબર પડે તેણે તે વિષેની માહિતી આપવી, જેથી તેમની ધરપકડ કરી શકાય.


Lean sinn:

Sanasan


Sanasan