Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




દાનિયેલ 2:9 - પવિત્ર બાઇબલ C.L.

9 એટલે કે, તમે મને સ્વપ્ન ન જણાવો તો તમને સૌને એક્સરખી સજા થવાની છે. સમય વીત્યે પરિસ્થિતિ પલટાશે એવી આશાએ મને જુઠ્ઠી વાતો કહેવા તમે અંદરોઅંદર મસલત કરી છે. મારું સ્વપ્ન મને જણાવો એટલે તમે મને તેનો અર્થ પણ કહી શકશો કે નહિ તેની મને ખબર પડે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 પણ જો તમે મને સ્વપ્ન નહિ જણાવશો તો તમારે માટે માત્ર એક જ કાયદો છે; કેમ કે સમય બદલાઈ જાય ત્યાં સુધી મને કહેવા માટે જૂઠી તથા તરકટી વાતો તમે ગોઠવી રાખી છે! માટે મને સ્વપ્ન કહી બતાવો, એટલે હું જાણીશ કે તમે મને તેનો અર્થ પણ બતાવી શકશો.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 પણ જો તમે મને સ્વપ્ન નહિ જણાવશો તો તમારે માટે ફક્ત એક જ કાયદો છે. મારું મન બદલાય ત્યાં સુધી મને કહેવા માટે તમે જૂઠી તથા કપટી વાતો નક્કી કરી રાખી છે. માટે તમે મને સ્વપ્ન કહો એટલે હું જાણી શકું કે તમે પણ અર્થ કહી શકશો.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

9 પણ જો તમે મને સ્વપ્ન નહિ જણાવશો તો તમને બધાને એક જ સજા થશે. તમે અંદરોઅંદર નક્કી કર્યું છે કે, મારી આગળ તરકટ કરવું, એવી આશાએ કે, જતે દહાડે પરિસ્થિતિ પલટાઇ જાય. આથી તમે મને સ્વપ્ન કહો એટલે હું સમજીશ કે, તમે એનો પણ અર્થ કહી શકશો.”

Faic an caibideil Dèan lethbhreac




દાનિયેલ 2:9
17 Iomraidhean Croise  

પ્રભુએ પૂછયું, ‘કેવી રીતે?’ આત્માએ જવાબ આપ્યો, ‘હું જઈને આહાબના બધા સંદેશવાહકોને જૂઠું બોલતા કરી દઈશ.’ પ્રભુએ કહ્યું, ‘જા, તેને જઈને છેતર. તું સફળ થઈશ.”


તેથી આહાબે લગભગ ચારસો સંદેશવાહકોને બોલાવ્યા અને તેમને પૂછયું, “હું ગિલ્યાદના રામોથ પર ચડાઈ કરું કે નહિ?” તેમણે જવાબ આપ્યો, “ચડાઈ કરો, પ્રભુ તમને વિજય પમાડશે.”


“જો કોઈ પુરુષ કે સ્ત્રી રાજાના બોલાવ્યા વગર અંદરના ચોકમાં પ્રવેશ કરે તો તેનો ઘાત કરવો એવો કાયદો છે. રાજાના સલાહકારોથી માંડીને સામ્રાજ્યના સર્વ લોકોને તેની ખબર છે. એ કાયદાની વિરુદ્ધ થઈને જઈ શકાય નહિ. માત્ર રાજા પોતાનો સોનાનો રાજદંડ જનાર વ્યક્તિ સામે ઊંચો કરે તો જ તે માર્યો જાય નહિ. વળી, આ એક મહિનાથી તો રાજાએ મને બોલાવી નથી.”


સત્યભાષી હોઠની સત્યતા શાશ્વત છે, પણ જૂઠાબોલી જીભનું જૂઠ પલકભર ટકે છે.


ભાવિમાં શું નિર્માયું છે તે કહો એટલે તમે દેવો છો કે નહિ તેનો અમને ખ્યાલ આવે. કંઈક સારું કરીને અથવા કોઈ આફત ઉતારીને અમને બીક તથા આશ્ર્વર્ય પમાડો.


હું જૂઠા ભવિષ્યવેત્તાઓએ આપેલા સંકેતો ખોટા ઠરાવું છું અને જોશ જોનારાઓને બેવકૂફ બનાવું છું. હું જ્ઞાનીઓનાં જ્ઞાનને ઊંધા વાળું છું અને તેમની વિદ્યાને મૂર્ખાઈ ઠરાવું છું.


“હે મનુષ્યપુત્ર, તારા લોકમાં કપોળકલ્પિત આગાહી કરનાર સંદેશવાહિકાઓને ઉદ્દેશીને તેમની વિરુદ્ધ સંદેશ કહે.


તમારાં જૂઠાણાને માની લેનાર મારા લોકો આગળ જૂઠું બોલીને તમે મૂઠી જવ અને ટુકડો રોટલાને માટે જેઓ મરવાને પાત્ર નથી એવાને તમે મારી નાખો છો અને જેઓ જીવવાને પાત્ર નથી એવાને તમે જીવતા રાખો છો અને એમ કરીને મારા લોકમાં તમે મને અપમાનિત કર્યો છે.”


તેમનાં સંદર્શનો આભાસી છે અને તેમની આગાહી જૂઠી છે. ‘પ્રભુ આમ કહે છે’ એવું કહીને તેઓ મારો સંદેશ પ્રગટ કરવાનો દાવો કરે છે, પણ મેં તેમને મોકલ્યા નથી. છતાં પોતાની વાણી સાચી પડે એવી અપેક્ષા તેઓ રાખે છે!


દાનિયેલ તરત રાજા પાસે ગયો અને પોતે સ્વપ્નનો અર્થ જણાવી શકે માટે વધુ સમયની પરવાનગી માગી.


તે સમય અને ઋતુઓનું નિયમન કરે છે; તે જ રાજાઓને ગાદીએ બેસાડે છે અને તેમને પદભ્રષ્ટ પણ કરે છે. તે જ જ્ઞાન અને સમજશક્તિ આપે છે.


એ સાંભળીને રાજાએ કહ્યું, “હું ચોક્કસ જાણું છું કે તમે સમય મેળવવાનો પ્રયાસ કરો છો, કારણ, તમને મારા નિર્ણયની ખબર પડી ગઈ છે,


તો હવે જ્યારે તમે રણશિંગડાના અવાજ પછી વાંસળી, વીણા, સિતાર, મોરલી વિગેરે સર્વ વાજિંત્રો વાગતાં સાંભળો ત્યારે સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કરીને મારી સ્થાપેલી મૂર્તિની પૂજા કરજો. જો તમે તેમ નહિ કરો તો તમને તરત જ અગ્નિની ભડભડતી ભઠ્ઠીમાં નાખી દેવામાં આવશે. શું તમે એમ માનો છો કે મારા હાથમાંથી તમને બચાવી શકે એવો કોઈ દેવ છે?”


પેરેસ એટલે ભાગલા. તમારા રાજ્યના વિભાગ પાડી દેવામાં આવ્યા છે અને તે માદીઓ અને ઇરાનીઓને આપવામાં આવ્યા છે.”


તેની જગ્યાએ બાસઠ વર્ષના માદી દાર્યાવેશે રાજ્યાધિકાર ધારણ કર્યો.


તે સર્વોચ્ચ ઈશ્વરની વિરુદ્ધ બોલશે અને ઈશ્વરના લોકો પર જુલમ ગુજારશે. તે તેમના ધાર્મિક નિયમો અને પર્વોને બદલી નાખવાનો પ્રયાસ કરશે અને સાડા ત્રણ વર્ષ સુધી ઈશ્વરના લોકો તેની સત્તા નીચે રહેશે.


ઘણાઓની જેમ અમે ઈશ્વરના સંદેશામાં ભેળસેળ કરનારા નથી. પણ, ઈશ્વરે અમને મોકલ્યા હોવાથી ખ્રિસ્તના સેવકો તરીકે અમે ઈશ્વરની સમક્ષ નિષ્ઠાપૂર્વક બોલીએ છીએ.


Lean sinn:

Sanasan


Sanasan