Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




દાનિયેલ 2:49 - પવિત્ર બાઇબલ C.L.

49 દાનિયેલની વિનંતીથી રાજાએ શાદ્રાખ, મેશાખ તથા અબેદ-નગોને બેબિલોન પ્રાંતના વહીવટર્ક્તા બનાવ્યા. પણ દાનિયેલ તો રાજદરબારમાં રહ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

49 દાનિયેલે રાજાને વિનંતી કરી, તેથી તે શાદ્રાખ, મેશાખ તથા અબેદ-નગોને બાબિલ પ્રાંતના રાજકારભારીઓ નીમ્યા; પણ દાનિયેલ તો રાજાના દરબારમાં રહ્યો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

49 દાનિયેલે રાજાને વિનંતી કરી, તેથી રાજાએ શાદ્રાખ, મેશાખ અને અબેદ-નગોને બાબિલના વિવિધ પ્રાંતના રાજકારભારીઓ નીમ્યા. પણ દાનિયેલ તો રાજાના દરબારમાં રહ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

49 દાનિયેલે રાજાને વિનંતી કરી એટલે તેણે શાદ્રાખ, મેશાખ અને અબેદનગોને બાબિલના પ્રાંતના રાજકારભારીઓ નીમ્યા; પણ દાનિયેલ પોતે રાજાના દરબારમાં ન્યાયાધીશ તરીકે સેવા આપતો હતો.

Faic an caibideil Dèan lethbhreac




દાનિયેલ 2:49
12 Iomraidhean Croise  

બીજીવાર કુમારિકાઓને એકત્ર કરવામાં આવી. ત્યારે મોર્દખાયને રાજદ્વારી સ્થાન પ્રાપ્ત થયું.


મોર્દખાય રાજદ્વારી નિમણૂક ધરાવતો હતો ત્યારે બિગ્થાન તથા તેરેશ રાજાના અંગરક્ષકો હતા. તેઓ બન્‍નેને રાજા પર ગુસ્સો આવ્યો અને તેમણે રાજાને મારી નાખવાનું કાવતરું ઘડયું.


રાજાએ પોતાના બધા અધિકારીઓને એવો હુકમ કર્યો હતો કે તેઓ હામાનને ધૂંટણિયે પડીને સલામ ભરે, બધા તે પ્રમાણે કરતા, પણ મોર્દખાયે એ પ્રમાણે સલામ ભરવાની ના પાડી.


નેકજનોના વિજયમાં બધા હર્ષોલ્લાસ કરે છે, પણ દુષ્ટો સત્તા પ્રાપ્ત કરે ત્યારે લોકો ડરના માર્યા છુપાઈ જાય છે.


યરુશાલેમ જીતી લેવામાં આવ્યું ત્યારે બેબિલોનના રાજાના બધા સેનાનાયકોએ નગરમાં પ્રવેશ કર્યો અને નગરના વચલા દરવાજા આગળ સભામાં બિરાજમાન થયા. તેઓમાં નેર્ગાલ-શારએસેર, સામ્ગાર-નબૂ, સાર્સખીમ, રા-સારીસ, નેર્ગોલ-શારએસેર, રાબ-માગ તથા બીજા અધિકારીઓનો સમાવેશ થતો હતો.


ઈશ્વરે આ ચારે યુવાનોને સાહિત્ય અને તત્ત્વજ્ઞાનમાં જ્ઞાન અને કૌશલ્ય આપ્યાં; વળી, દાનિયેલને સર્વ સંદર્શનો અને સ્વપ્નોનું અર્થઘટન કરવાનું દાન આપ્યું.


મુખ્ય અધિકારીએ દાનિયેલનું બેલ્ટશાસ્સાર, હનાન્યાનું શાદ્રાખ, મિશાએલનું મેશાખ અને અઝાર્યાનું અબેદ-નગો એવાં નામ પાડયાં.


પછી દાનિયેલે ઘેર જઈને પોતાના મિત્રો હનાન્યા, મિશાએલ અને અઝાર્યાને બનેલી સર્વ વાતથી વાકેફ કર્યા.


નબૂખાદનેસ્સાર રાજાએ આશરે સત્તાવીસ મીટર ઊંચી અને ત્રણ મીટર પહોળી એવી સુવર્ણમૂર્તિ બનાવડાવી અને તેને બેબિલોન પ્રાંતના દૂરાના મેદાનમાં ઊભી કરાવી.


એમના પર તેણે ત્રણ પ્રમુખ અધિકારીઓ રાખ્યા, જેથી રાજાને કંઈ નુક્સાન થાય નહિ.


ભૂંડાને ધિક્કારો, ભલાને ચાહો અને ન્યાયપંચમાં ન્યાયની પ્રતિષ્ઠા કરો. તો કદાચ સર્વસત્તાધીશ પ્રભુ પરમેશ્વર યોસેફના બચી ગયેલા વંશજો પર કૃપા દર્શાવે.


Lean sinn:

Sanasan


Sanasan