Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




દાનિયેલ 2:48 - પવિત્ર બાઇબલ C.L.

48 ત્યાર પછી રાજાએ દાનિયેલને ઉચ્ચ હોદ્દો અને ઘણી ભવ્ય બક્ષિસો આપ્યાં. તેણે દાનિયેલને બેબિલોન પ્રાંતનો અધિકારી તથા રાજ્યના બધા જ્ઞાનીઓનો મુખ્ય અધિકારી બનાવ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

48 પછી રાજાએ દાનિયેલને ઊંચો હોદ્દો આપ્યો અને, ને તેને ઘણી મોટી બક્ષિસો આપી, ને તેને આખા બાબિલ પ્રાંત પર અધિકારી તથા બાબિલના સર્વ જ્ઞાનીઓનો અધિપતિ ઠરાવ્યો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

48 પછી રાજાએ દાનિયેલને ઊંચી પદવી આપી, તેને ઘણી કિંમતી ભેટો આપી. તેણે તેને સમગ્ર બાબિલના પ્રાંતનો અધિકારી બનાવ્યો. દાનિયેલ બાબિલના સર્વ જ્ઞાની માણસો ઉપર મુખ્ય અધિકારી બન્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

48 પછી રાજાએ દાનિયેલને ઊંચો હોદ્દો આપ્યો, કિમતી ભેટો આપી અને સમગ્ર બાબિલના પ્રાંતના વહીવટકર્તા તરીકે નીમ્યો. તેમજ સર્વ જ્ઞાની માણસોના ઉપરી તરીકે નિમણુંક કરી.

Faic an caibideil Dèan lethbhreac




દાનિયેલ 2:48
22 Iomraidhean Croise  

બાર્ઝિલાય એંસી વર્ષની ઉંમરનો બહુ વૃદ્ધ હતો. તે બહુ શ્રીમંત હતો અને રાજાએ જ્યારે માહનાઇમમાં મુકામ કર્યો હતો ત્યારે તેણે ખોરાક પૂરો પાડયો હતો.


અરામના રાજાની દૃષ્ટિમાં તેનો સેનાપતિ નામાન માનીતો અને પ્રતિષ્ઠિત હતો. કારણ, તેની મારફતે પ્રભુએ અરામના સૈન્યને વિજય અપાવ્યો હતો. તે શૂરવીર લડવૈયો હતો, પણ તેને કોઢ હતો.


તેની સંપત્તિમાં સાત હજાર ઘેટાં, ત્રણ હજાર ઊંટ, પાંચસો જોડ બળદ, પાંચસો ગધેડીઓ અને ઘણાં દાસદાસીઓ હતાં; જેથી તે પૂર્વીય દેશોના લોકોમાં સૌથી નામાંક્તિ ગણાતો હતો.


તેથી હું અમીરવર્ગના લોકો પાસે જઈને વાત કરીશ. તેમને તો પ્રભુના માર્ગની જાણ હશે અને ઈશ્વરની અપેક્ષા વિષે ખબર હશે. પણ જોયું તો, તેઓ સૌએ ઈશ્વરના નિયમની ઝુંસરી ભાંગી નાખી છે અને તેમની સાથેના કરારનાં બંધનો તોડી નાખ્યાં છે.


પણ જો તમે સ્વપ્ન તથા તેનો અર્થ કહેશો તો હું તમને ઉત્તમ બક્ષિસો આપીશ અને તમારું બહુમાન કરીશ. તેથી હવે મને સ્વપ્ન તથા તેનો અર્થ જણાવો.”


નબૂખાદનેસ્સાર રાજાએ આશરે સત્તાવીસ મીટર ઊંચી અને ત્રણ મીટર પહોળી એવી સુવર્ણમૂર્તિ બનાવડાવી અને તેને બેબિલોન પ્રાંતના દૂરાના મેદાનમાં ઊભી કરાવી.


આપે બેબિલોન પ્રાંત પર નીમેલા યહૂદી અધિકારીઓ એટલે શાદ્રાખ, મેશાખ અને અબેદ-નગો આપના હુકમનો અનાદર કરે છે. તેઓ આપના દેવની કે આપે પ્રતિષ્ઠિત કરેલી સુવર્ણમૂર્તિની પૂજા કરતા નથી.”


તે પછી રાજાએ શાદ્રાખ, મેશાખ અને અબેદ-નગોને બેબિલોન પ્રાંતમાં ઉચ્ચ પદવી પર બઢતી આપી.


મેં બેબિલોનના સર્વ જ્ઞાનીઓને સ્વપ્નનો અર્થ સમજાવવા બોલાવ્યા.


હે બેલ્ટશાસ્સાર, ભવિષ્યવેત્તાઓમાં મુખ્ય, હું જાણું છું કે તારામાં પવિત્ર ઈશ્વરનો આત્મા હોવાથી તને સર્વ રહસ્યો સમજાય છે. આ મારું સ્વપ્ન છે; મને તેનો અર્થ જણાવ:


તમારા રાજ્યમાં એક વ્યક્તિ છે જેનામાં પવિત્ર દેવનો આત્મા વસે છે. તમારા પિતાના અમલ દરમ્યાન તેનામાં બુદ્ધિ, સમજશક્તિ અને દૈવી જ્ઞાન માલૂમ પડયાં હતાં. તમારા પિતા નબૂખાદનેસ્સાર રાજાએ તેને ભવિષ્યવેત્તાઓ, જાદુગરો, વિદ્વાનો અને જ્યોતિષોમાં મુખ્ય બનાવ્યો હતો.


મેં સાંભળ્યું છે કે તું રહસ્યોનો ખુલાસો કરી શકે છે. તેથી જો તું આ લેખ વાંચીને મને તેનો અર્થ જણાવીશ તો તને જાંબુઆ વસ્ત્ર અને ગળામાં સોનાનો હાર પહેરાવવામાં આવશે અને રાજ્યમાં તને ત્રીજું સ્થાન અપાશે.”


બેલ્શાસ્સારે તરત જ હુકમ કર્યો કે દાનિયેલને જાંબુઆ વસ્ત્ર પહેરાવવામાં આવે અને ગળામાં સોનાનો હાર પહેરાવી તેનું સન્માન કરવામાં આવે. વળી, રાજાએ તેને રાજ્યમાં ત્રીજું સ્થાન આપ્યું.


તેણે બૂમ પાડી કે જાદુગરો, વિદ્વાનો અને જ્યોતિષોને અંદર બોલાવો. તેઓ અંદર આવ્યા એટલે રાજાએ તેમને કહ્યું, “જે કોઈ આ લેખ વાંચશે અને મને તેનો અર્થ કહેશે તેને હું જાંબુઆ વસ્ત્ર અને ગળામાં સોનાનો હાર પહેરાવીશ અને તે રાજ્યમાં ત્રીજું સ્થાન ભોગવશે.”


હું હતાશ થઈ ગયો અને ઘણા દિવસો સુધી બીમાર રહ્યો. તે પછી હું ઊઠીને રાજાએ સોંપેલું કામ કરવા લાગ્યો, પણ દર્શનથી હું વિમાસણમાં પડી ગયો હતો અને હું તેને સમજી શકયો નહિ.


હવે અહીંથી તારે ઘેર ચાલ્યો જા! મેં તને ઉચ્ચ પદવીથી સન્માનવાનું ધાર્યું હતું, પણ પ્રભુએ તને એ માનથી વંચિત રાખ્યો છે.”


તેઓ એકબીજાને કહેવા લાગ્યા, “પેલા યોદ્ધાને જોયો? તે ઇઝરાયલને પડકારવા ચઢી આવ્યો છે. તેને મારનારને રાજા સમૃદ્ધ બનાવશે, પોતાની પુત્રી સાથે તેનું લગ્ન કરાવશે અને તેના પિતાના કુટુંબને સર્વ રાજસેવા અને વેરામાંથી મુક્તિ આપશે.”


તે ગરીબોને ધૂળમાંથી ઊભા કરે છે, અને શોક્તિ કંગાલોને રાખના ઢગલામાંથી ઉઠાવે છે, તે તેમને રાજવીઓની કક્ષામાં પહોંચાડે છે અને તેમને સન્માનપાત્ર જગ્યાએ મૂકે છે. પૃથ્વીના પાયા પ્રભુને હાથે નંખાયા છે અને તેમના પર તેમણે દુનિયા સ્થાપી છે.


કાલેબના ગોત્રનો નાબાલ નામે એક માણસ હતો. તે માઓન નગરનો હતો. તે બહુ ધનવાન હતો અને તેનું બધું પશુધન ર્કામેલમાં હતું. તેની પાસે ત્રણ હજાર ઘેટાં અને એક હજાર બકરાં હતાં. તે ર્કામેલમાં ઘેટાંનું ઊન ઉતારતો હતો. તેની પત્નીનું નામ અબિગાઈલ હતું. તે સુંદર અને હોશિયાર હતી. પણ તેનો પતિ ઉદ્ધત અને દુરાચારી હતો. નાબાલ ર્કામેલમાં પોતાનાં ઘેટાંનું ઊન ઉતારતો હતો.


Lean sinn:

Sanasan


Sanasan