Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




દાનિયેલ 2:46 - પવિત્ર બાઇબલ C.L.

46 ત્યારે નબૂખાદનેસ્સાર રાજા દાનિયેલને પગે પડયો અને તેણે દાનિયેલ આગળ અર્પણો અને સુગંધી ધૂપ ચઢાવવાની આજ્ઞા કરી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

46 ત્યારે નબૂખાદનેસ્સાર રાજાએ સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કરીને દાનિયેલની પૂજા કરી, અને એવી આજ્ઞા કરી, “તેને અર્પણ [ચઢાવો] તથા મધુર સુગંધીઓનો ધૂપ કરો.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

46 નબૂખાદનેસ્સાર રાજાએ દાનિયેલને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. અને પૂજા કરી; તેણે આજ્ઞા કરી કે દાનિયેલને અર્પણ તથા સુગંધીઓનો ધૂપ ચઢાવો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

46 એ પછી રાજા નબૂખાદનેસ્સારે દાનિયેલને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા અને તેને અર્પણ અને સુગંધીઓનો ધૂપ ચઢાવવાની આજ્ઞા કરી.

Faic an caibideil Dèan lethbhreac




દાનિયેલ 2:46
12 Iomraidhean Croise  

એ માટે કે તેઓ આકાશના ઈશ્વરને માન્ય થાય એવાં અર્પણો ચડાવે અને મારે માટે તથા મારા પુત્રો રાજકુંવરો માટે આશિષની પ્રાર્થના કરે.


તમે રણશિંગડાંના નાદ પછી વાંસળી, વીણા, સિતાર, સારંગી, મોરલી વિગેરે સર્વ પ્રકારનાં વાંજિત્રોનો નાદ સાંભળો કે તરત તમારે સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કરીને નબૂખાદનેસ્સાર રાજાએ બનાવેલી મૂર્તિની પૂજા કરવી.


તેથી રણશિંગડાંના અવાજ પછી વાંસળી, વીણા, સિતાર, સારંગી, મોરલી વિગેરે સર્વ પ્રકારનાં વાંજિત્રોનો નાદ સાંભળતાની સાથે જ સર્વ રાષ્ટ્રો, પ્રજાઓ અને ભાષાના લોકોએ નબૂખાદનેસ્સાર રાજાએ પ્રતિષ્ઠિત કરેલી મૂર્તિની સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કરીને પૂજા કરી.


તેથી ગાબ્રિયેલ મારી પાસે આવીને ઊભો રહ્યો. હું એટલો ગભરાઈ ગયો કે જમીન પર પટકાઈ પડયો. તેણે મને કહ્યું, “હે મર્ત્ય માનવ, તેનો અર્થ સમજી લે. દર્શન તો દુનિયાના અંતના સમયનું છે.”


અને હું તમારાં નગરોને ખંડિયેર બનાવી દઈશ. હું તમારાં ઉચ્ચ ભક્તિસ્થાનોનો વિનાશ કરીશ અને તમારાં અર્પણોની સુવાસથી હું પ્રસન્‍ન થઈશ નહિ.


તે ઈસુના ચરણે નમી પડયો, અને આભાર માનવા લાગ્યો. એ તો એક સમરૂની હતો.


પિતર ઘરમાં પ્રવેશતો હતો ત્યારે કર્નેલ્યસ તેને મળ્યો અને પગે પડીને તેણે તેને નમન કર્યું.


શહેરની બહાર ઝૂસ દેવનું મંદિર હતું. તેનો યજ્ઞકાર દરવાજા પર બળદો અને ફૂલો લાવ્યો. તે તથા જનસમુદાય પ્રેષિતોને બલિદાન ચઢાવવા માગતા હતા.


પાઉલને હમણાં સોજો ચડશે અથવા તો એકાએક પડીને મરી જશે એની તેઓ રાહ જોતા હતા. પણ લાંબો સમય રાહ જોયા પછી અને તેને કંઈ અસાધારણ અસર નહિ થવાથી તેમનો વિચાર બદલાયો અને તેમણે કહ્યું, “એ તો દેવ લાગે છે!”


પછી ઈશ્વરની સન્મુખ આસનો પર બિરાજમાન ચોવીસ વડીલોએ શિર ટેકવીને અને ધૂંટણિયે પડીને ઈશ્વરનું ભજન કર્યું.


હું તેનું ભજન કરવા તેને પગે પડયો, પણ તેણે મને કહ્યું, “એમ ન કર. હું તારો ને તારા ભાઈઓનો એટલે ઈસુએ પ્રગટ કરેલ સત્યને વળગી રહેનાર સૌનો સાથીસેવક છું. ઈશ્વરનું ભજન કર!” કારણ, ઈસુએ પ્રગટ કરેલો સત્યસંદેશ જ સંદેશવાહકોના સંદેશનું હાર્દ છે.


મેં યોહાને જ આ બધું સાંભળ્યું તથા જોયું છે. એ બધું સાંભળવાનું અને જોવાનું પૂરું થયા પછી એ બાબતો બતાવનાર દૂતનું ભજન કરવા માટે હું તેને પગે પડયો.


Lean sinn:

Sanasan


Sanasan