Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




દાનિયેલ 2:44 - પવિત્ર બાઇબલ C.L.

44 એ શાસકોના સમયમાં આકાશના ઈશ્વર એક રાજયની સ્થાપના કરશે જેનો કદી અંત આવશે નહિ. તેના પર કોઈ જીત મેળવી શકશે નહિ, પણ તે બધાં રાજયોનો વિનાશ કરશે અને તે સદા સર્વદા કાયમ રહેશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

44 તે રાજાઓની કારકિર્દીમાં આકાશના ઈશ્વર એક રાજ્ય સ્થાપન કરશે, જેનો નાશ કદી થશે નહિ, ને તેની હકૂમત તે આ સર્વ રાજ્યોને ભાંગીને ચૂરા કરીને તેમનો નાશ કરશે, ને તે સર્વકાળ ટકશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

44 તે રાજાઓના શાસન દરમ્યાન, આકાશના ઈશ્વર એક એવું રાજ્ય સ્થાપશે જેનો કદી નાશ થશે નહિ. તે રાજ્ય કદી બીજી કોઈ પ્રજાના હાથમાં જશે નહિ. તે બીજા રાજ્યને ભાંગીને ભૂકો કરી નાખશે. અને સર્વકાળ ટકશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

44 “એ રાજાઓના શાસન દરમ્યાન સ્વર્ગના રાજા દેવ કદી નાશ ન પામે તેવું રાજ્ય સ્થાપશે. જે રાજ્ય બીજી કોઇ પ્રજાના હાથમાં કદી જશે નહિ; તે બધા રાજ્યોનો ભાંગીને ભૂકો કરી નાખશે, પણ પોતે હંમેશને માટે અવિનાશી રહેશે.

Faic an caibideil Dèan lethbhreac




દાનિયેલ 2:44
38 Iomraidhean Croise  

શિલોહ ન આવે ત્યાં સુધી યહૂદા પાસેથી રાજદંડ હટી જશે નહિ. તેમ જ તેના વંશજો પાસેથી રાજ્યાધિકાર જતો રહેશે નહિ; અને બધી પ્રજાઓ તેને આધીન રહેશે.


તે જ મારા નામના સન્માર્થે મંદિર બાંધશે અને હું તેનું રાજ્યાસન અચલ કરીશ.


તારા વારસદારોને અને તારા રાજ્યને તારી સમક્ષ હું સંસ્થાપિત કરીશ અને તારું રાજ્યાસન સદાકાળને માટે સ્થિર રાખીશ.”


તમારો રાજ્યાધિકાર સાર્વકાલિક છે; તમારું શાસન પેઢી દરપેઢી ટકે છે.


તારી સેવા નહિ કરનાર પ્રજા અને રાષ્ટ્રોનો સંપૂર્ણ નાશ કરવામાં આવશે.


મારા સેવક યાકોબને આપેલા દેશમાં તેઓ વસશે. ત્યાં તેમના પૂર્વજો પણ રહેતા હતા. ત્યાં તેઓ અરે, તેમનાં સંતાનોનાં સંતાનો પણ તેમાં કાયમને માટે વસશે. મારા સેવક દાવિદ જેવો રાજા તેમના પર શાશ્વત શાસન કરશે.


પણ આકાશમાં એક ઈશ્વર છે જે રહસ્યો ખોલે છે. ભવિષ્યમાં જે બનવાનું છે તે તેમણે આપને જણાવ્યું છે. તમે નિદ્રાધીન હતા ત્યારે સ્વપ્નમાં તમને જે દર્શન થયેલું તે હવે હું તમને કહીશ.


તમે તે જોઈ રહ્યા હતા એટલામાં તો કોઈના પણ સ્પર્શ વિના પર્વતમાંથી છૂટા પડેલા એક મોટા પથ્થરે મૂર્તિના લોખંડ અને પકવેલી માટીના બનેલા પગના પંજા પર પ્રહાર કરી તેના ચૂરેચૂરા કરી નાખ્યા.


તરત જ લોખંડ, માટી, તાંબુ, ચાંદી અને સોનું ભાંગીને ભૂકો થઈ ગયાં અને ઉનાળામાં ખળાની ધૂળ જેવા બની ગયાં. પવનથી એ બધું એવું ઊડી ગયું કે એનું નામનિશાન રહ્યું નહિ. પણ પેલો પથ્થર મોટો પર્વત બની ગયો અને તેનાથી આખી પૃથ્વી ભરાઈ ગઈ.


નામદાર, આપ રાજાઓમાં સૌથી મહાન છો. આકાશના ઈશ્વરે તમને સામ્રાજ્ય, સત્તા, સામર્થ્ય અને સન્માન આપ્યાં છે.


એનો અર્થ એ છે કે એ સામ્રાજ્યના શાસકો અંદરોઅંદરનાં લગ્નોથી તેમનાં કુટુંબોને એક કરવાનો પ્રયાસ કરશે; પણ જેમ લોખંડ માટી સાથે એક થતું નથી તેમ તેઓ એક થઈ શકશે નહિ.


ઈશ્વરનાં અદ્‍ભુત કાર્યો કેવાં મહાન છે! તેમના ચમત્કારો કેવા પરાક્રમી છે! ઈશ્વર તો સનાતન રાજા છે; તે યુગાનુયુગ રાજ કરશે.


રાજાએ કહ્યું, “સાત વર્ષ પૂરાં થયાં ત્યારે મેં આકાશ તરફ જોયું. એટલે મારી સમજશક્તિ પાછી આવી. મેં સદાકાળ જીવનાર સર્વોચ્ચ ઈશ્વરની સ્તુતિ કરી અને તેમને માન તથા મહિમા આપ્યાં. “તે સદાકાળ રાજ કરે છે, અને તેમનું રાજ્ય કાયમ ટકે છે.


“સૌને શુભેચ્છા! મારા સમસ્ત સામ્રાજ્યમાં સૌ દાનિયેલના ઈશ્વરની બીક રાખે અને તેમનું સન્માન કરે એવી મારી આજ્ઞા છે. ‘તે જીવંત ઈશ્વર છે, અને તે સદાસર્વદા રાજ કરનાર છે. તેમનું રાજ્ય અવિનાશી છે. અને તેમનો રાજ્યાધિકાર અનંત છે.


તે બચાવે છે અને તે જ છોડાવે છે. આકાશ અને પૃથ્વી પર તે અદ્‍ભુત કાર્યો અને ચમત્કાર કરે છે. તેમણે દાનિયેલને સિંહોનો ભક્ષ થતાં બચાવ્યો છે.”


પૃથ્વીનાં બધાં રાજ્યોની સત્તા અને મહત્તા સર્વોચ્ચ ઈશ્વરના લોકોને આપવામાં આવશે. તેમનો રાજ્યાધિકાર કાયમ રહેશે અને પૃથ્વીનાં બધાં રાજ્યો તેમને તાબે રહીને તેમની સેવા કરશે.”


ચાલાક હોવાથી તે છળકપટમાં સફળ થશે. પોતે ગર્વિષ્ઠ હોવાથી અગાઉથી ચેતવણી આપ્યા વિના જ ઘણાને મારી નાખશે. વળી, તે સૌથી મહાનમાં મહાન રાજાનો પણ તિરસ્કાર કરશે, પણ માનવ તાક્તના ઉપયોગ વિના તેનો નાશ કરવામાં આવશે.


તેઓ અપંગ થઈ ગયા છે અને ઘરથી બહુ દૂર છે, પણ હું તેમની સાથે નવેસરથી શરૂઆત કરીશ અને તેઓ એક મહાન પ્રજા બનશે. પછી સિયોન પર્વત પરથી હું તેમના પર સદાસર્વદા રાજ કરીશ.”


હું રાજ્યોને ઉથલાવી પાડીશ અને તેમની સત્તાનો અંત લાવીશ. હું રથો અને તેમના સારથિઓને ઉથલાવી પાડીશ. ઘોડા મૃત્યુ પામશે અને ઘોડેસવારો એકબીજાની ક્તલ કરશે.


હું સર્વ પ્રજાઓને ઉથલાવી પાડીશ. તેમનો સઘળો ખજાનો અહીં લાવવામાં આવશે અને મંદિર વૈભવથી ભરાઈ જશે.


ઈસુ તેમની નજીક આવ્યા અને તેમણે કહ્યું, આકાશ અને પૃથ્વી પર સર્વ અધિકાર મને આપવામાં આવ્યો છે.


લોકો બોલી ઊઠયા, “આપણું નિયમશાસ્ત્ર કહે છે કે મસીહ સદાકાળ રહેવાના છે; તો પછી તમે એમ શી રીતે કહો છો કે માનવપુત્રને ઊંચો કરવામાં આવશે? એ માનવપુત્ર કોણ છે?”


તેથી આપણે આભાર માનીએ, કારણ, ચલિત ન થાય તેવું સ્વર્ગીય રાજ આપણને મળનાર છે. આપણે આભાર માનીએ અને ઈશ્વર પ્રસન્‍ન થાય તે રીતે આપણે તેમની ભક્તિ આદરપૂર્વક અને ભયસહિત કરીએ.


પછી સાતમા દૂતે પોતાનું રણશિંગડું વગાડયું અને સ્વર્ગમાં મોટા અવાજો બોલતા સંભળાયા, “પૃથ્વી પર રાજ કરવાની સત્તા હવે આપણા પ્રભુની અને તેમના ખ્રિસ્તની છે અને તે સદાસર્વકાળ રાજ કરશે!”


Lean sinn:

Sanasan


Sanasan