Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




દાનિયેલ 2:40 - પવિત્ર બાઇબલ C.L.

40 તે પછી ચોથું લોખંડના જેવું મજબૂત સામ્રાજ્ય આવશે. લોખંડ જેમ બધાનો ભાંગીને ભૂકો કરે છે છે તેમ તે અગાઉનાં બધાં સામ્રાજ્યોનો ભૂકો બોલાવશે અને તેમને કચડી નાખશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

40 ચોથું રાજ્ય લોઢા જેવું મજબૂત થશે; કેમ કે લોઢું સર્વ વસ્તુઓને ભાંગી ચૂરા કરે છે ને કચરે છે. અને જેમ લોઢું બધાંને કચરી નાખે છે તેમ તે બધાંને ભાંગીને ભૂકો કરશે ને કચરી નાખશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

40 ચોથું રાજ્ય લોખંડ જેવું મજબૂત હશે, કેમ કે લોખંડ બીજી વસ્તુઓને ભાંગીને ભૂકો કરે છે અને બધું કચડી નાખે છે. તેમ તે બધી વસ્તુઓને ભાંગી નાખશે અને કચડી નાખશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

40 ત્યાર પછી, ચોથો રાજા લોખંડ જેવો મજબૂત હશે. તે ભાંગીને ભૂકો કરનાર, કચડી નાખનાર અને વિજય મેળવનાર હશે.

Faic an caibideil Dèan lethbhreac




દાનિયેલ 2:40
12 Iomraidhean Croise  

તે તો મને ઝંઝાવાતથી કચડી નાખે છે અને વિનાકારણ મારા ઘા વધારે છે.


શું કોઈ લોખંડ તોડી શકે અથવા ઉત્તરનું તાંબા મિશ્રિત લોખંડ તોડી શકે?


પગ લોખંડના અને પગના પંજાનો થોડો ભાગ લોખંડ તથા થોડો ભાગ પકવેલી માટીનો હતો.


આપના પછી આપના સામ્રાજ્ય કરતાં ઊતરતું એવું સામ્રાજ્ય આવશે. તે પછી ત્રીજું સામ્રાજ્ય તાંબાનું આવશે, જે સમગ્ર પૃથ્વી પર શાસન ચલાવશે.


આપે જોયું હતું કે પગના પંજાનો અને આંગળાંનો ભાગ થોડો પકવેલી માટીનો અને થોડો લોખંડનો હતો. એનો અર્થ એ છે કે એ સામ્રાજ્ય વિભાજિત હશે. માટીની સાથે લોખંડનું મિશ્રણ હોવાથી તેમાં થોડી લોખંડી તાક્ત પણ હશે.


હું જોતો હતો એવામાં ચોથું પ્રાણી દેખાયું. તે શક્તિશાળી, ખતરનાક અને ભયાનક હતું. પોતાના મોટા લોખંડી દાંતથી તે શિકારને ફાડી ખાતું અને પછી પગ તળે તેને છૂંદી નાખતું હતું. પેલાં અન્ય પ્રાણીઓથી એ જુદા પ્રકારનું હતું, કારણ, તેને દસ શિંગડાં હતાં.


તે ખૂબ જ બળવાન થશે, પણ તે પોતાની સત્તાથી નહિ. તે ભયંકર વિનાશ કરશે અને પોતાની ઇચ્છા પ્રમાણે વર્તીને સફળ થશે. તે સામર્થ્યવાન લોકો તેમ જ ઈશ્વરના લોકોનો વિનાશ કરશે.


એ સમયને અંતે ઈશ્વરના અભિષિક્ત આગેવાનને અન્યાયથી મારી નાખવામાં આવશે. તે પછી એક પરાક્રમી રાજાના આક્રમક સૈન્યથી શહેરનો અને મંદિરનો નાશ થશે. રેલની જેમ અંત આવશે અને તે ઈશ્વરે નક્કી કર્યા મુજબ યુદ્ધ અને વિનાશ લાવશે.


પ્રભુ કહે છે: “દમાસ્ક્સના લોકોએ વારંવાર ગુના કર્યા છે, તેથી હું તેમને જરૂર સજા કરીશ. તેમણે ગિલ્યાદ પર કાળો કેર વર્તાવ્યો છે.


જો આમને આમ ચાલશે તો બધા તેના પર વિશ્વાસ મૂકશે, અને પછી રોમનો આવીને આપણા મંદિરનો અને આખી પ્રજાનો નાશ કરશે!”


Lean sinn:

Sanasan


Sanasan