Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




દાનિયેલ 2:18 - પવિત્ર બાઇબલ C.L.

18 તેણે તેમને કહ્યું કે આકાશના ઈશ્વરને પ્રાર્થના કરો કે તે દયા કરીને તેમની સમક્ષ સ્વપ્નનો અર્થ પ્રગટ કરે, કે જેથી બેબિલોનના અન્ય જ્ઞાનીઓ સાથે તેઓ પણ માર્યા ન જાય.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

18 જેથી તેઓ એ રહસ્ય વિષે આકાશના ઈશ્વરની દયા માગે; સબબ કે દાનિયેલ તથા તેના સાથીઓ બાબિલના રાજા જ્ઞાનીઓની સાથે નાશ ન પામે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

18 તેણે તેઓને વિનંતી કરી કે તેઓ આ રહસ્ય માટે આકાશના ઈશ્વરની દયા માગે કે જેથી તેઓ બાબિલના બધા જ્ઞાની માણસો સાથે માર્યા જાય નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

18 અને તેણે તેઓને કહ્યું, આપણે સ્વર્ગાધિપતિ દેવને પ્રાર્થના કરીએ, જેથી તે દયા લાવીને આપણને આ રહસ્યનો ભેદ જણાવે, અને આપણે બાબિલના રાજકીય સલાહકારો ભેગા મરવું પડે નહિ.

Faic an caibideil Dèan lethbhreac




દાનિયેલ 2:18
22 Iomraidhean Croise  

છતાં પ્રભુની આગળ બોલવાની હિંમત કરું છું. કદાચ પચાસ સદાચારીમાં પાંચ ઓછા હોય તો એ પાંચની ખોટને લીધે શું તમે આખા શહેરનો નાશ કરશો?” પ્રભુએ ઉત્તર આપ્યો, “જો ત્યાં પિસ્તાલીસ સદાચારી હોય તો પણ હું તેનો નાશ કરીશ નહિ.”


આકાશના ઈશ્વરની આભારસ્તુતિ કરો; સાચે જ તેમનો પ્રેમ સાર્વકાલિક છે.


સંકટ સમયે મને પોકારો, એટલે હું તમને છોડાવીશ અને તમે મારો મહિમા પ્રગટ કરશો.”


તે મને પોકારશે ત્યારે હું તેને ઉત્તર આપીશ, સંકટમાં હું તેની સાથે રહીશ; હું તેને મુક્ત કરીને સફળતાથી સન્માનિત કરીશ.


આશ્શૂરના રાજાએ પોતાના મુખ્ય લશ્કરી અધિકારીને જીવતા ઈશ્વરની નિંદા કરવા મોકલ્યો છે. તેથી તારા ઈશ્વર પ્રભુ તેના સર્વ નિંદાત્મક શબ્દો લક્ષમાં લઈને તેને ધમકાવે તે માટે તું બચીને બાકી રહેલા લોકો માટે પ્રાર્થના કર.”


તે કહે છે, “મને પોકાર કર, એટલે હું તને ઉત્તર આપીશ અને જે મહાન અને ગહન બાબતો વિષે તું કશું જાણતો નથી તે હું તને પ્રગટ કરીશ.


પ્રભુ પરમેશ્વર કહે છે, “હું ઇઝરાયલીઓની સહાય માટેની મને કરેલી વિનંતી માન્ય રાખીશ અને હું ઘેટાંના ટોળાની જેમ તેમના વંશની વૃદ્ધિ કરીશ.


હે મારા પૂર્વજોના ઈશ્વર, હું તમારી સ્તુતિ અને તમારું સન્માન કરું છું. તમે મને જ્ઞાન ને સામર્થ્ય બક્ષ્યાં છે; તમે મારી પ્રાર્થનાનો પ્રત્યુત્તર આપ્યો છે અને રાજાને શું કહેવું તે તમે અમને બતાવ્યું છે.”


જેની ઉપાસના અમે કરીએ છીએ એ અમારા ઈશ્વર અમને અગ્નિની ભડભડતી ભઠ્ઠીમાંથી અને તમારા હાથમાંથી પણ બચાવવાને સમર્થ છે, અને તે બચાવશે પણ ખરા.


દૂતે ઠૂંઠાને જમીનમાં રહેવા દેવાનો હુકમ કર્યો હતો. એનો એ અર્થ છે કે ઈશ્વર સમસ્ત દુનિયા પર રાજ કરે છે એવું તમે કબૂલ કરો તે પછી તમે ફરીથી રાજા બનશો.


યોનાએ જવાબ આપ્યો, “હું હિબ્રૂ છું. આકાશના ઈશ્વર, સમુદ્ર તથા કોરી ભૂમિના સર્જક પ્રભુનો ઉપાસક છું.”


ફરી એકવાર મારા લોક ન્યાયીઓનો તેમજ દુષ્ટોનો તથા મારી સેવા કરનારાનો તેમજ નહિ કરનારાનો શો અંજામ આવે છે તેનો તફાવત જોઈ શકશે.


તમને શું લો છે? ધારો કે એક માણસ પાસે સો ઘેટાં છે અને તેમાંનું એક ખોવાઈ જાય તો તે શું કરશે? તે બાકીનાં નવ્વાણુંને ટેકરી પર ચરતાં મૂકીને પેલા ખોવાયેલાની તપાસ કરશે.


વળી, હું તમને કહું છું કે પૃથ્વી પર તમારામાંના કોઈપણ બે એકમતે પ્રાર્થનાની વિનંતી કરશે તો તે પ્રમાણે આકાશમાંના મારા ઈશ્વરપિતા તમારે માટે કરશે.


પિતરની ધરપકડ કરીને તેને જેલમાં પૂરવામાં આવ્યો. ત્યાં ચાર ચાર સૈનિકોનાં ચાર જૂથના ચોકીપહેરા નીચે તેને રાખવામાં આવ્યો. પાસ્ખાપર્વ પૂરું થાય પછી તેનો કેસ જાહેરમાં ચલાવવાની હેરોદે યોજના ઘડી હતી.


ભાઈઓ, આપણા પ્રભુ ઈસુને લીધે અને પવિત્ર આત્માના પ્રેમને લીધે મારી તમને આ વિનંતી છે:


અને દરરોજ એ લોકોના ભૂંડા વર્તનથી તેનું હૃદય દુ:ખી થતું હતું.


પ્રભુએ મને સિંહ અને રીંછથી બચાવ્યો છે, તે મને આ પલિસ્તીથી પણ બચાવશે.” શાઉલે કહ્યું, “ભલે જા. પ્રભુ તારી સાથે હો.”


Lean sinn:

Sanasan


Sanasan