Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




દાનિયેલ 12:6 - પવિત્ર બાઇબલ C.L.

6 તેમનામાંના એક દૂતે અળસીરેસાનાં શ્વેત વસ્ત્ર પહેરીને નદીના ઉપરવાસમાં ઊભેલા બીજા દૂતને પૂછયું, “આ અદ્‍ભુત બાબતોનો અંત આવતાં કેટલો સમય લાગશે?”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 જે માણસ શણનાં વસ્ત્રો પહેરીને નદીનાં પાણી ઉપર ઊભો હતો, તેને કોઈએ પૂછ્યું, “આ આશ્ચર્યોનો અંત આવતાં કેટલો વખત લાગશે?”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 જે શણનાં વસ્ત્ર પહેરીને નદી પર ઊભો હતો, તેને તેઓમાંના એકે પૂછ્યું, “આ આશ્ચર્યજનક ઘટનાઓનો અંત આવતાં કેટલો સમય લાગશે?”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 હવે શણના વસ્ત્ર પહેરેલો માણસ નદી ઉપર ઊભો હતો. પેલા બેમાંથી એક જણે તેને પૂછયું, ‘આ ભયંકર ઘટનાઓનો અંત આવતાં કેટલો સમય લાગશે?’

Faic an caibideil Dèan lethbhreac




દાનિયેલ 12:6
16 Iomraidhean Croise  

અમે કોઈ પવિત્ર પ્રતીકો જોતા નથી. ઈશ્વરનો કોઈ સંદેશવાહક રહ્યો નથી, અને આ બધું ક્યાં સુધી ચાલશે તે કહેનાર કોઈ દષ્ટા નથી


તેથી તે જ ક્ષણે છ માણસો મંદિરની ઉત્તરે આવેલા ઉપલા દરવાજે થઈને પોતપોતાનું સંહારક શસ્ત્ર લઈને આવ્યા. અળસીરેસાનાં શ્વેત વસ્ત્રો પહેરેલો એક માણસ તેમની સાથે ઊભો હતો. તેની કમરે લહિયાનું શાહી ભરેલું શિંગ લટકાવેલું હતું. તેઓ આવીને તાંબાની યજ્ઞવેદી પાસે ઊભા રહ્યા.


ત્યાર પછી મેં એક નદીના દરેક કિનારે એક, એમ બે પુરુષોને ઊભેલા જોયા.


તેણે મને જે કહ્યું તે મેં સાંભળ્યું, પણ હું કંઈ સમજ્યો નહિ. તેથી મેં પૂછયું, “સાહેબ, એ બધાંનું પરિણામ શું આવશે?”


ત્યારે મેં એક દૂતને બીજા દૂતને પૂછતાં સાંભળ્યો, “દર્શનમાં જે જે જોયું તે ક્યાં સુધી ચાલુ રહેશે? દરરોજનાં બલિદાનોને બદલે પાપાચાર ક્યાં સુધી ચાલશે? અને આકાશી સૈન્ય અને મંદિરને પગ તળે છૂંદવાનું ક્યાં સુધી ચાલશે?”


મેં ઉલાય નદી તરફથી એક વાણી પોકારતી સાંભળી. “હે ગાબ્રિયેલ, દાનિયેલે જે જોયું છે તેનો તેને અર્થ સમજાવ.”


ઈસુ ઓલિવ પર્વત પર ગયા ત્યારે શિષ્યોએ તેમને ખાનગીમાં પૂછયું, આ બધી બાબતો ક્યારે બનશે તે અમને જણાવો. તમારા આગમનની અને દુનિયાના અંતની નિશાની તરીકે શું બનશે?


“આ બધું, કયારે થશે? આ બધા બનાવો બનવાનો સમય આવી પહોંચ્યો છે એ દર્શાવવા માટે શું ચિહ્ન થશે તે અમને કહો.”


જેથી વર્તમાન સમયમાં સ્વર્ગીય ક્ષેત્રના અધિકારીઓ અને સત્તાધીશો મંડળીની મારફતે ઈશ્વરનું બહુવિધ જ્ઞાન જાણી શકે.


આ સંદેશવાહકો એ બાબતો વિષે બોલ્યા ત્યારે તેમનું એ કાર્ય તેમના પોતાના નહિ, પણ તમારા લાભ માટે હતું એવું ઈશ્વરે તેમને જણાવ્યું હતું. આકાશમાંથી મોકલાયેલા પવિત્ર આત્માના સામર્થ્ય દ્વારા શુભસંદેશના સંદેશકો પાસેથી તમે હાલ એ જ બાબતો વિષે સાંભળ્યું છે. દૂતો પણ એ બાબતો સમજવાની ઝંખના રાખે છે.


સાત આફતો લઈને સાત દૂતો મંદિરમાંથી બહાર આવ્યા. તેમણે સ્વચ્છ અને ચળક્તાં અળસી રેસાનાં શ્વેત વસ્ત્રો પહેર્યાં હતાં અને તેમની છાતીએ સોનાના પટ્ટા બાંધેલા હતા.


સ્વર્ગનાં સૈન્યો સફેદ ઘોડાઓ પર સવાર થઈને અને અળસીરેસાનાં શ્વેત, સ્વચ્છ વસ્ત્ર પહેરીને તેને અનુસરતા હતા.


તેમણે મોટે સાદે પોકાર્યું, “સર્વસમર્થ, પવિત્ર અને સત્ય પ્રભુ! અમારો વધ કરનાર પૃથ્વીના લોકોનો ન્યાય કરવામાં અને બદલો વાળવામાં ક્યાં સુધી વિલંબ કરશો?”


Lean sinn:

Sanasan


Sanasan