Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




દાનિયેલ 12:11 - પવિત્ર બાઇબલ C.L.

11 “દરરોજનું અર્પણ બંધ થયાના સમયથી, એટલે કે અત્યંત ધૃણાજનક વસ્તુના સમયથી એક હજાર બસો નેવું દિવસો પસાર થશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 નિત્યનું દહનીયાર્પણ બંધ કરવામાં આવશે, ને [તેની જગાએ] વેરાનકારક ધિક્કારપાત્ર વસ્તુ ત્યાં રાખવામાં આવશે તે વખતથી એક હજાર બસો નેવું દિવસ થશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 પ્રતિદિન ચઢતાં દહનાપર્ણો બંધ કરવામાં આવશે, વેરાન કરનાર ધિક્કારપાત્ર વસ્તુ ત્યાં સ્થાપિત કરવામાં આવશે. તે સમયથી એક હજાર બસો નેવું દિવસો હશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

11 “‘પ્રતિદિન અપાતાં અર્પણો બંધ કરવામાં આવશે અને વેરાન કરનાર ધિક્કારપાત્ર વસ્તુ સ્થાપન કરવામાં આવશે, તે સમયથી તે 1,290 દિવસો હશે.

Faic an caibideil Dèan lethbhreac




દાનિયેલ 12:11
14 Iomraidhean Croise  

“તારે કાયમને માટે દરરોજ એક વર્ષની વયના બે હલવાનનું વેદી પર અર્પણ કરવું.


એ દિવસો પૂરા થયા પછી તું પાછો જમણે પડખે સૂઈ જજે અને મેં ઠરાવ્યું છે તેમ એક વર્ષને માટે એક દિવસ લેખે ચાળીસ દિવસ સુધી તારે યહૂદાના કુળના દુરાચારનો બોજો ઉપાડવો.


“તમે દસ દિવસ અમારી ક્સોટી કરી જુઓ. અમને ખાવાને શાક્હારી ખોરાક અને પીવાને પાણી જ આપો.


તેના કેટલાક સૈનિકો પવિત્ર મંદિરને તથા કિલ્લાને ભ્રષ્ટ કરશે. અને અત્યંત ધૃણાજનક વસ્તુની ત્યાં સ્થાપના કરશે.


તે સર્વોચ્ચ ઈશ્વરની વિરુદ્ધ બોલશે અને ઈશ્વરના લોકો પર જુલમ ગુજારશે. તે તેમના ધાર્મિક નિયમો અને પર્વોને બદલી નાખવાનો પ્રયાસ કરશે અને સાડા ત્રણ વર્ષ સુધી ઈશ્વરના લોકો તેની સત્તા નીચે રહેશે.


સાંજ અને સવારનાં અર્પણો વિષેનું આ દર્શન તને સમજાવ્યા પ્રમાણે સાચું પડશે. પણ હમણાં તેને ગુપ્ત રાખ, કારણ, તે દર્શન ઘણા લાંબા સમય પછી પૂર્ણ થવાનું છે.”


એ રાજા ઘણા લોકો સાથે એક સપ્તાહ સુધી પાકો કરાર કરશે અને સપ્તાહની અધવચ્ચે બલિદાનો અને અર્પણો બંધ કરાવશે. મંદિરની ટોચે અત્યંત ધૃણાજનક વસ્તુ મૂકાશે અને તેને ત્યાં મૂકનારને માટે ઈશ્વરે નક્કી કરેલા અંત સુધી એ ધૃણાસ્પદ વસ્તુ ત્યાં રહેશે.


તે જ પ્રમાણે ઇઝરાયલના લોકો લાંબા સમય સુધી રાજા, આગેવાનો, યજ્ઞો, પવિત્ર સ્તંભો, મૂર્તિઓ અને ભવિષ્યકથન માટે વપરાતી પ્રતિમા વગરના રહેશે.


સંદેશવાહક દાનિયેલે જે ઘૃણાસ્પદ વિનાશક વિષે જણાવ્યું છે તેને તમે પવિત્ર જગ્યાએ ઊભો રહેલો જોશો. [વાચકે તેનો અર્થ સમજી લેવો] .


“અતિ ઘૃણાસ્પદ વિનાશકને (વાચકે તેનો અર્થ સમજી લેવો) તેને માટે ઘટારત નથી એ સ્થાનમાં ઊભેલો જુઓ, ત્યારે જેઓ યહૂદિયામાં હોય તેમણે ડુંગરોમાં નાસી જવું.


પરંતુ મંદિરની બહારનો ચોક મૂકી દઈને માપ લે. કારણ, એ ચોક વિધર્મીઓને સોંપેલો છે, તેઓ બેંતાળીસ મહિના સુધી પવિત્ર શહેરને ખૂંદશે.


ઈશ્વરે રણપ્રદેશમાં તૈયાર કરી રાખેલી જગ્યામાં તે સ્ત્રી નાસી ગઈ. ત્યાં બારસો સાઠ દિવસ સુધી તેની સંભાળ લેવામાં આવશે.


તે પશુને ભયંકર ઈશ્વરનિંદા કરવાની અને ગર્વિષ્ઠ દાવા કરવાની છૂટ આપવામાં આવી અને બેંતાળીસ મહિના સુધી તેને અધિકાર ચલાવવાની છૂટ આપવામાં આવી.


Lean sinn:

Sanasan


Sanasan