Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




દાનિયેલ 12:10 - પવિત્ર બાઇબલ C.L.

10 ઘણા લોકોને શુદ્ધ કરવામાં આવશે. દુષ્ટો કંઈ સમજશે નહિ, પણ વધુ ને વધુ દુષ્ટતા આચરશે; માત્ર જ્ઞાનીઓ જ આ વાતો સમજશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 ઘણા પોતાને શુદ્ધ તથા શ્વેત કરશે, ને તેમને નિર્મળ કરવામાં આવશે; પણ દુષ્ટો પાપ કર્યા કરશે; અને કોઈ પણ દુષ્ટ સમજશે નહિ, પણ જ્ઞાની જનો સમજશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 ઘણા લોકો પોતાને શુદ્ધ અને શ્વેત કરશે. અને તેઓને નિર્મળ કરાશે, પણ દુષ્ટો પોતાની દુષ્ટતા ચાલુ રાખશે. તેઓમાંનો કોઈ પણ દુષ્ટ સમજશે નહિ, પણ જેઓ જ્ઞાની છે તેઓ સમજશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

10 ઘણા લોકો પવિત્ર, ડાઘ વિનાના અને ફરીથી શુદ્ધ થશે, પણ દુષ્ટો તેઓની દુષ્ટતામાં જ ચાલુ રાખશે. અને તેઓમાંનો કોઇ સમજશે નહિ. ફકત જેઓ જ્ઞાની છે તેઓ જ સમજવા પામશે.

Faic an caibideil Dèan lethbhreac




દાનિયેલ 12:10
37 Iomraidhean Croise  

જે જ્ઞાની હશે તે આ વાતો ધ્યાનમાં લેશે, અને માણસો પ્રભુની ભલાઈનાં કાર્યો પર વિચાર કરશે.


મારાં પાપ ઝુફાથી ધોઈને દૂર કરો, એટલે હું શુદ્ધ થઈશ; મને નવડાવો એટલે હું હિમથી ય અધિક શ્વેત થઈશ.


તે રૂપકકથાઓ અને ઉદાહરણોનો ગૂઢાર્થ સમજવા અને જ્ઞાનીઓનાં કથનો તથા માર્મિક વાતોનો તાગ કાઢવા માટે છે. જ્ઞાનીઓ પણ તેમનું શ્રવણ કરે અને તેમના જ્ઞાનમાં વૃદ્ધિ કરે, અને પારખશક્તિવાળા જનો માર્ગદર્શન પ્રાપ્ત કરે.


પ્રભુ કહે છે, “ચાલો, આપણે વિવાદનો નિકાલ કરી નાખીએ. પાપને લીધે તમારા પર લાલ ડાધ પડયા છે, પણ હું તમને ધોઈને બરફના જેવા શ્વેત કરીશ. જો કે તમારા પાપના ડાઘ રાતા હોય તો પણ તમે ઊનના જેવા સફેદ થશો.


હું તમારા પર શુદ્ધ જળનો છંટકાવ કરીશ અને તમે શુદ્ધ થશો. હું તમને તમારી બધી મલિનતાથી અને તમારી સર્વ મૂર્તિઓથી શુદ્ધ કરીશ.


પણ તેનાં કળણોનાં અને નાનાં તળાવોનાં પાણી મીઠાં થશે નહિ, પણ તેમાંથી મીઠું પકવવામાં આવશે.


લોકોમાંથી જેઓ જ્ઞાની હશે તે બીજાઓને શીખવશે; છતાં તેમનામાંના કેટલાક યુદ્ધમાં માર્યા જશે, તો કેટલાકને જીવતા સળગાવી દેવામાં આવશે અને બાકીનાને લૂંટી લઈ કેદી બનાવવામાં આવશે.


કેટલાક જ્ઞાની લોકો માર્યા જશે પણ તેથી લોકો પવિત્ર તથા શુદ્ધ કરાશે. ઈશ્વરે ઠરાવેલો અંતનો સમય આવે ત્યાં સુધી એવું ચાલુ રહેશે.


જ્ઞાનીઓ અંતરિક્ષમાં પૂરા પ્રકાશથી પ્રકાશશે, તો ઘણા લોકોને ન્યાયનેકીનું શિક્ષણ આપનારા તારાઓની જેમ સદાસર્વદા ઝળહળશે.


જે જ્ઞાની હોય તેણે અહીં લખેલી વાત સમજવી અને બુદ્ધિમાને તેને ગ્રહણ કરવી. પ્રભુના માર્ગો સત્ય છે અને નેક માણસો એમાં ચાલશે, પરંતુ પાપીઓ તેની અવગણના કરીને ઠોકર ખાશે.


બાકી રહેલા ત્રીજા ભાગના લોકોની હું ક્સોટી કરીશ અને રૂપુ અગ્નિમાં ગળાય છે, તેમ હું તેમને શુદ્ધ કરીશ. હું તેમને સોનાની જેમ પારખીશ. પછી તેઓ મને પ્રાર્થના કરશે અને હું તેમને જવાબ આપીશ. હું તેમને કહીશ કે તમે મારા લોક છો, અને તેઓ પણ કબૂલ કરશે કે હું યાહવે તેમનો ઈશ્વર છું.”


રૂપાને ગાળીને શુદ્ધ કરનારની જેમ તે ન્યાય કરવા આવનાર છે. સુવર્ણકાર જેમ સોનારૂપાને ગાળીને શુદ્ધ કરે છે, તેમ પ્રભુનો સંદેશક યજ્ઞકારોને શુદ્ધ કરશે, એ માટે કે તેઓ પ્રભુ સમક્ષ યોગ્ય પ્રકારનાં અર્પણ લાવે.


ઈસુએ જવાબ આપ્યો, “ઈશ્વરના રાજનાં માર્મિક સત્યો સમજવાની શક્તિ તમને અપાયેલી છે; પણ બીજા જેઓ બહાર છે તેમને બધી બાબતો ઉદાહરણો દ્વારા સંભળાવવામાં આવે છે;


પછી ઈસુએ તેમને કહ્યું, “ઓ અબુધો, અને સંદેશવાહકોએ કહેલી બધી બાબતો સમજવામાં અક્કલ વગરનાઓ!


તેથી પિલાતે તેને પૂછયું, “તો પછી તું રાજા છે, એમ ને?” ઈસુએ જવાબ આપ્યો, “તમે કહો છો કે હું રાજા છું. સત્યની સાક્ષી આપવા માટે જ હું આ દુનિયામાં જન્મ્યો છું. જે સત્યનો છે તે મારી વાત સાંભળે છે.”


જે કોઈ ઈશ્વરની ઇચ્છા પ્રમાણે કરવા માગે છે તેને, હું જે શીખવું તે ઈશ્વર તરફથી છે કે મારું પોતાનું છે તેની ખબર પડી જશે.


જે ઈશ્વરનો છે તે ઈશ્વરનું સાંભળે છે; પણ તમે ઈશ્વરના નથી એટલે જ મારું સાંભળતા નથી.”


તમારામાંના કેટલાક તો એવા જ હતા, પણ ઈશ્વરના આત્માથી અને આપણા પ્રભુ ઈસુના નામની મારફતે તમને પાપમાંથી શુદ્ધ કરવામાં આવ્યા, અલગ કરવામાં આવ્યા અને ઈશ્વરની સાથે સુમેળભર્યા સંબંધમાં લાવવામાં આવ્યા.


મારા પ્રિય મિત્રો, આ સર્વ વરદાનો આપણને આપવામાં આવ્યાં હોવાથી આપણા આત્મા અને શરીરને, એટલે કે, આપણા જીવનને અશુદ્ધ બનાવનાર સર્વ બાબતોથી પોતાને અલગ રાખીએ અને ઈશ્વરના ડરમાં જીવન ગાળીને પવિત્રતાની પૂર્ણતા પ્રતિ વધતા જઈએ.


આપણને સર્વ દુષ્ટતામાંથી મુક્ત કરવા અને આપણને તેમના શુદ્ધ અને સર્વ સારાં કાર્યો કરવાને આતુર એવા ખાસ લોક બનાવવા માટે પોતાનું સ્વાર્પણ કરનાર પણ તે જ છે.


આપણા દૈહિક પિતાઓ આપણને થોડા સમય માટે તેમને યોગ્ય લાગે તેમ શિક્ષા કરતા. પરંતુ ઈશ્વર આપણા ભલાને માટે તેમ કરે છે, એ માટે કે આપણે તેમની પવિત્રતાના ભાગીદાર બનીએ.


સત્યને આધીન થઈને તમે પોતાને શુદ્ધ કર્યા છે અને સાથીવિશ્વાસીઓ પર તમે નિખાલસ પ્રેમ રાખી શકો છો અને તેથી એકબીજા પર ખરા દિલથી વિશેષ પ્રેમ રાખજો.


આ દુ:ખો તો તમારો વિશ્વાસ સાચો છે કે નહિ તેની પારખને માટે છે. નાશવંત સોનાની ક્સોટી અગ્નિથી થાય છે. પણ તમારો વિશ્વાસ તો સોના કરતાં વધુ મૂલ્યવાન છે અને તે ટકી રહે તે માટે તેની પણ પરીક્ષા થવી જોઈએ. જ્યારે ઈસુ ખ્રિસ્તના પ્રગટ થવાનો દિવસ આવશે ત્યારે તમને સ્તુતિ, મહિમા અને માન મળશે.


આપણે જાણીએ છીએ કે ઈશ્વરપુત્રે આવીને આપણને સમજણ આપી હોવાથી આપણે સાચા ઈશ્વરને ઓળખીએ છીએ. આપણું જીવન સાચા ઈશ્વરમાં એટલે તેમના પુત્ર ઈસુ ખ્રિસ્તમાં છે. એ જ સાચા ઈશ્વર અને એ જ સાચું સાર્વકાલિક જીવન છે.


એટલે તેના રાજ્ય પર અંધકાર વ્યાપી ગયો અને માણસો વેદનાના માર્યા જીભો કરડવા લાગ્યા તથા પીડા અને ગૂમડાને લીધે સ્વર્ગમાંના ઈશ્વરને શાપ આપ્યો. તેઓ પોતાના ભૂંડા માર્ગોથી પાછા ફર્યા નહિ.


સ્વર્ગનાં સૈન્યો સફેદ ઘોડાઓ પર સવાર થઈને અને અળસીરેસાનાં શ્વેત, સ્વચ્છ વસ્ત્ર પહેરીને તેને અનુસરતા હતા.


તેને અળસી રેસાનું સ્વચ્છ અને ચળકતું વસ્ત્ર પહેરવા માટે આપવામાં આવ્યું છે. એ અળસી રેસાનું વસ્ત્ર તો ઈશ્વરના લોકોનાં ન્યાયી કૃત્યો છે.


હવે ભૂંડું કરનારે ભૂંડું કર્યા જ કરવું; અશુદ્ધ હોય તે અશુદ્ધ જ રહે; ભલું કરનારે ભલું કર્યા જ કરવું અને પવિત્ર હોય તેણે વધારે પવિત્ર બનવું.”


તેથી ધનવાન થવા માટે મારી પાસેથી ચોખ્ખું સોનું વેચાતું લે, તારી શરમજનક નગ્નતા ઢાંકવા માટે મારી પાસેથી સફેદ વસ્ત્રો વેચાતાં લે. તું જોઈ શકે માટે મારી પાસેથી અંજન વેચાતું લે.


પેલી જૂની કહેવત તો તમે જાણો છો: ‘ભૂંડા માણસો જ ભૂંડું કરે છે.’ પણ હું તમને નુકશાન પહોંચાડવાનો નથી.


Lean sinn:

Sanasan


Sanasan