Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




દાનિયેલ 11:8 - પવિત્ર બાઇબલ C.L.

8 તેમના દેવોની મૂર્તિઓ અને દેવોને અર્પણ કરેલાં સોનારૂપાનાં પાત્રો તે પાછાં ઇજિપ્ત લઈ જશે. થોડાંએક વર્ષો શાંતિમાં પસાર થશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 વળી તે તેઓના દેવોને, તેમની ઢાળેલી મૂર્તિઓને તથા તેઓનાં સોનારૂપાનાં સારાં સારાં પાત્રોને કબજે કરીને મિસરમાં લઈ જશે; અને તે ઉત્તરના રાજા પર કેટલાંક વર્ષો સુધી ચઢાઈ કરશે નહિ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 તે તેઓના દેવોને, તેઓની ઢાળેલી મૂર્તિઓને તથા સોનાચાંદીના કિંમતી પાત્રોને કબજે કરીને પોતાની સાથે મિસરમાં લઈ જશે. થોડાં વર્ષ સુધી તે ઉત્તરના રાજા ઉપર હુમલો કરવાનું બંધ રાખશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

8 વળી, તે મિસર પાછો ફરશે ત્યારે તેઓની ધાતુની મૂર્તિઓ અને મૂર્તિઓને અપેર્લાં સોનાના તથા ચાંદીના અસંખ્ય પાત્રો પોતાની સાથે લઇ જશે. અને થોડાં વર્ષ સુધી તે ઉત્તરના રાજા ઉપર હુમલો કરવાનું બંધ રાખશે.

Faic an caibideil Dèan lethbhreac




દાનિયેલ 11:8
17 Iomraidhean Croise  

તારા પિતાને ઘેર પાછા જવાની તારી તાલાવેલીને કારણે તું નાસી છૂટયો છે; પણ તેં મારા કુટુંબની મૂર્તિઓ કેમ ચોરી લીધી છે?”


પલિસ્તીઓ તેમની મૂર્તિઓ પડતી મૂકીને નાસી ગયા અને દાવિદ તથા તેના માણસો એ લઈ ગયા


“તે રાત્રે હું આખા ઇજિપ્ત દેશમાં ફરીશ અને ઇજિપ્તીઓ અને તેમનાં પ્રાણીઓનાં સર્વ પ્રથમજનિતોનો સંહાર કરીશ. હું ઇજિપ્તના સર્વ દેવોને સજા કરીશ. હું પ્રભુ છું.


મહાન અને સુંદર વહાણોને તે ડૂબાડી દેશે.


તેમણે તેમના દેવોને અગ્નિમાં નાખીને બાળી નાખ્યા છે; જો કે તેમના દેવો તો દેવો હતા જ નહિ, પણ લાકડા અને પથ્થરમાંથી ઘડેલી માનવી હાથની કૃતિ જ હતા અને તેથી જ તેમણે તેમનો નાશ કર્યો.


ઇઝરાયલના ઈશ્વર સેનાધિપતિ પ્રભુ આ પ્રમાણે કહે છે, “હું નો નગરના દેવ આમોનને, આખા ઇજિપ્તને, તેના દેવોને, તેના રાજા ફેરોને અને તેના પર ભરોસો રાખનાર સૌને સજા કરીશ.


ત્રણ સપ્તાહ સુધી મેં કોઈ સ્વાદિષ્ટ ખોરાક કે માંસ ખાધું નહોતું; ન તો મેં દ્રાક્ષાસવ પીધો કે ન તો મેં તેલમર્દન કર્યું હતું.


તે પછી અરામનો રાજા ઇજિપ્ત પર આક્રમણ કરશે, પણ તેને પીછેહઠ કરવી પડશે.


પોતાના ભાઈઓમાં એફ્રાઈમ ફળદ્રુપ થાય તો પણ હું રણપ્રદેશમાંથી પૂર્વનો ગરમ પવન મોકલીશ અને તે તેનાં સઘળાં ઝરણાં અને જળાશય સૂકવી નાખશે. તે સર્વ મૂલ્યવાન બાબતો ઘસડી જશે.


ઇઝરાયલના કારીગરે મૂર્તિ બનાવી પણ તે કંઈ ઈશ્વર નથી. સમરૂનમાં પૂજાનાર સોનાના વાછરડાના ટુકડેટુકડા કરી નાખવામાં આવશે.


તે વખતે ઈજિપ્તીઓ પ્રભુએ મારી નાખેલા તેમના પ્રથમજનિત સંતાનોને દફનાવતા હતા. આમ, પ્રભુએ ઈજિપ્તના દેવો કરતાં પોતે શક્તિશાળી છે તે પુરવાર કર્યું હતું.


તમારે તેમની વેદીઓ તોડી પાડવી; તેમના પવિત્ર સ્તંભો ભાંગી નાખવા અને અશેરા દેવીના પ્રતીકરૂપ લાકડાના સ્તંભો આગમાં બાળી નાખવા અને તેમના દેવોની મૂર્તિઓને કાપી નાખવી. એમ તમારે ત્યાંથી તેમનું નામનિશાન ભૂંસી નાખવું.


મિખાએ જવાબ આપ્યો, “તમે મારા યજ્ઞકારને અને મારા બનાવેલા દેવોને તો લઈ ચાલ્યા છો, પછી મારી પાસે રહ્યું શું? અને છતાં તમે પાછા એમ પૂછો છો કે, ‘શું છે?”


Lean sinn:

Sanasan


Sanasan