Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




દાનિયેલ 11:6 - પવિત્ર બાઇબલ C.L.

6 થોડાં વર્ષો પછી ઇજિપ્તનો રાજા પોતાની પુત્રી અરામના રાજા સાથે પરણાવી તેની સાથે રાજસંબંધ બાંધશે. પણ એ સંબંધ ટકશે નહિ, અને એ પુત્રી, તેનો પતિ, તેનું બાળક અને તેના નોકરોને મારી નાખવામાં આવશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 [કેટલાંક] વર્ષો પછી તેઓ ભેગા થઈને સંપ કરશે. દક્ષિણના રાજાની દીકરી ઉત્તરના રાજા પાસે કોલકરાર કરવાને આવશે. પણ તેના હાથનું બળ તેનાથી રાખી શકાશે નહિ, અને તે તથા તેનો હાથ પણ ટકી શકશે નહિ; પણ તે તથા તેને લાવનારાઓ તથા તેને જન્મ આપનાર તથા તે સમયોમાં તેને બળ આપનાર, એ સર્વને [દુશ્મનોને] હવાલે કરવામાં આવશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 થોડાં વર્ષો પછી સાચા સમયે તેઓ સુલેહ કરશે. દક્ષિણના રાજાની દીકરી ઉત્તરના રાજા પાસે કોલકરાર કરવાને આવશે. પણ તે પોતાનું બળ ખોશે, તેને તજી દેવામાં આવશે. તે તથા જેઓ તેને લાવ્યા હતા તેઓને તથા તેના પિતાને તથા તે દિવસોમાં તેને બળ આપનારને પણ તજી દેવામાં આવશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 “‘થોડાં વર્ષો પછી અરામ અને મિસરના રાજાની વચ્ચે કરાર થશે. મિસરના રાજાની પુત્રીના લગ્ન શાંતિના પ્રતીક તરીકે અરામના રાજા સાથે કરવામાં આવશે. પણ આ કરાર લાંબો સમય ટકશે નહિ અને તે, તેનું સંતાન તેમજ સાથે ગયેલા તેના સર્વ ચાકરોને શત્રુના હાથમાં સોંપી દેવામાં આવશે.

Faic an caibideil Dèan lethbhreac




દાનિયેલ 11:6
9 Iomraidhean Croise  

દુષ્ટોને અનુકૂળ અંધકારથી વંચિત રખાય છે, અને ગર્વિષ્ટોના હિંસાત્મક હાથ હેઠા પડે છે.


દુષ્ટને પ્રત્યેક કાર્યમાં સફળતા મળે છે; ઈશ્વરનો ઊંચા ધોરણનો ન્યાય તેની સમજની બહાર છે, તે પોતાના શત્રુઓ સામે ધૂરકિયાં કરે છે.


“હે મનુષ્યપુત્ર, મેં ઇજિપ્તના રાજા ફેરાનો હાથ ભાગી નાખ્યો છે. કોઈએ તેને પાટો બાંધ્યો નથી કે કોઈએ તેને ઝોળીમાં ભેરવ્યો નથી કે જેથી તે સાજોસમો થઈને ફરીથી સ્વસ્થ બની તલવાર પકડી શકે.


“અરામનો રાજા પાછો જઈને અગાઉના કરતાં પણ મોટું લશ્કર તૈયાર કરશે. તે પછી યોગ્ય સમયે તે શસ્ત્રસજિત મોટું સૈન્ય લઈને પાછો આવશે.


અરામનો રાજા એક કિલ્લેબંધીવાળા નગરને ઘેરો ઘાલી તેને જીતી લેશે. ઇજિપ્તના સૈનિકો લડવાનું ચાલુ રાખી શકશે નહિ; તેમના શ્રેષ્ઠ સૈનિકોમાં પણ લડવાની તાક્ત રહી નહિ હોય.


“અરામના રાજાનો આખરી સમય લગભગ નજીકમાં હશે ત્યારે ઇજિપ્તનો રાજા તેના પર આક્રમણ કરશે. અરામનો રાજા પણ રથો, ઘોડા અને વહાણો ઉપયોગમાં લઈ પૂરી તાક્તથી તેનો સામનો કરશે. પાણીના પૂરની જેમ તે ઘણા દેશો પર હુમલો કરશે.


થોડા જ વખત પછી એ પુત્રીનો સંબંધી રાજા બનશે. તે અરામના રાજાના લશ્કરની વિરુદ્ધ લડાઈ કરશે. કિલ્લાઓ તોડી પાડશે અને તેને હરાવશે.


મેં મારા ટોળા પર ઘેટાંપાળક મૂક્યો છે. પણ વિનાશના જોખમમાં આવેલાં ઘેટાંને તે મદદ કરતો નથી; ખોવાયેલાંને તે શોધતો નથી, ઇજા પામેલાને આરોગ્ય પમાડતો નથી અથવા જે પુષ્ટ છે તેને ચારતો નથી. એને બદલે, એ સૌથી માતેલાં ઘેટાંનું માંસ ખાય છે અને તેમની ખરીઓ ચીરી નાખે છે.


Lean sinn:

Sanasan


Sanasan