Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




દાનિયેલ 11:40 - પવિત્ર બાઇબલ C.L.

40 “અરામના રાજાનો આખરી સમય લગભગ નજીકમાં હશે ત્યારે ઇજિપ્તનો રાજા તેના પર આક્રમણ કરશે. અરામનો રાજા પણ રથો, ઘોડા અને વહાણો ઉપયોગમાં લઈ પૂરી તાક્તથી તેનો સામનો કરશે. પાણીના પૂરની જેમ તે ઘણા દેશો પર હુમલો કરશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

40 આખરને સમયે, દક્ષિણનો રાજા તેની સામે થશે; અને ઉત્તરનો રાજા રથો તથા સવારો તથા વહાણોનો કાફલો લઈને તેના પર વંટોળિયાની માફક [ઘસી] આવશે. તે તેના દેશોમાં પ્રવેશ કરશે, ને [રેલની જેમ સર્વત્ર] ફરી વળીને સામી બાજુએ નીકળી જશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

40 અંતના સમયે દક્ષિણનો મિસરનો રાજા તેના ઉપર હુમલો કરશે. ઉત્તરનો રાજા રથો, ઘોડેસવારો તથા ઘણાં વહાણો લઈને તેના ઉપર વાવાઝોડાની જેમ ઘસી આવશે. તે ઘણા દેશો પર ચઢી આવશે પૂરની જેમ બધે ફરી વળીને પાર નીકળી જશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

40 “‘પછી તેના અંતના સમયે દક્ષિણનો મિસરનો રાજા ફરીથી તેની ઉપર હુમલો કરશે. અને ઉત્તરનો અરામનો રાજા રથો, ઘોડેસવારો અને અનેક વહાણો લઇને તેના ઉપર પ્રચંડ વંટોળની જેમ ઘસી આવશે અને તેના પ્રદેશમાં દાખલ થઇ, પૂરના પાણીની જેમ બધે ફરી વળી પાર નીકળી જશે.

Faic an caibideil Dèan lethbhreac




દાનિયેલ 11:40
24 Iomraidhean Croise  

સમુદ્ર નજીકના રણપ્રદેશ માટે સંદેશ: દક્ષિણ પ્રદેશમાંથી થઈને પસાર થતા ઝંઝાવાતની જેમ રણમાંથી, ભયાનક પ્રદેશમાંથી કોઈ આક્રમણ કરનાર આવી રહ્યો છે.


તેમનાં બાણ તીક્ષ્ણ છે અને તેમનાં ધનુષ્ય તાણેલાં છે. તેમના ધોડાની ખરીઓ ચકમકના પથ્થર જેવી છે અને તેમના રથનાં પૈડાં વંટોળિયાની જેમ ફરે છે.


પ્રભુ અગ્નિ સહિત આવશે. તેમના રથો વંટોળિયા જેવા છે. તે અતિ જુસ્સામાં પોતાનો રોષ ઠાલવશે અને અગ્નિની જ્વાળાઓથી તે ધમકી દેશે.


‘જુઓ, દુશ્મન વાદળની જેમ ચઢી આવે છે; તેના રથો વંટોળ જેવા અને તેના અશ્વો ગરુડ કરતાં વેગવાન છે.’ ‘અરે, આપણું આવી બન્યું, આપણે તો લૂંટાઈ ગયા!’


હું તને પાછો ફેરવીશ, ને તારા જડબામાં કડીઓ ઘાલીને તારા સમસ્ત સૈન્ય સહિત હું તને બહાર ખેંચી લાવીશ. તારા વિશાળ સૈન્યમાં ઘોડા અને શસ્ત્રસજ્જ ઘોડેસ્વારો હશે, તેમાંના પ્રત્યેક સૈનિકે પોતાના હાથમાં ઢાલ અને તલવાર ધારણ કરેલી હશે.


તું, તારું સર્વ સૈન્ય તથા તારી સાથે આવેલી બીજી અનેક પ્રજાઓના લડવૈયાઓ એ દેશ પર આંધીની જેમ ત્રાટકશો અને દેશને વાદળની પેઠે ઢાંકી દેશો.”


“અરામના રાજાના પુત્રો મોટું સેન્ય એકત્ર કરીને યુદ્ધની તૈયારી કરશે. તેઓમાંનો એક પૂરની માફક ધસી આવશે અને શત્રુના એક કિલ્લા પર આક્રમણ કરશે.


ઇજિપ્તનો રાજા રોષે ભરાઈને તેની વિરુદ્ધ યુદ્ધે ચઢશે અને અરામના મોટા સૈન્ય પર કબજો જમાવશે.


“અરામનો રાજા પાછો જઈને અગાઉના કરતાં પણ મોટું લશ્કર તૈયાર કરશે. તે પછી યોગ્ય સમયે તે શસ્ત્રસજિત મોટું સૈન્ય લઈને પાછો આવશે.


તેનો વિરોધ કરનારાઓના સૈન્યને તે પૂરની જેમ હડસેલી કાઢશે અને તેનો સંહાર કરશે. અરે, કરારનો અધિપતિ પણ નાશ પામશે.


“ઇજિપ્તના રાજા પર આક્રમણ કરવાને તે નીડરતાથી મોટું લશ્કર તૈયાર કરશે, પણ ઇજિપ્તનો રાજા મોટું અને બળવાન લશ્કર લઈ તેનો સામનો કરશે. છતાં ઇજિપ્તનો રાજા છેતરાશે અને તેની સામે સફળ થશે નહિ.


કેટલાક જ્ઞાની લોકો માર્યા જશે પણ તેથી લોકો પવિત્ર તથા શુદ્ધ કરાશે. ઈશ્વરે ઠરાવેલો અંતનો સમય આવે ત્યાં સુધી એવું ચાલુ રહેશે.


પોતાના કિલ્લાઓનું રક્ષણ કરવા માટે તે પરદેશી દેવોની ભક્તિ કરનાર લોકોની મદદ લેશે. તેનો રાજ્યાધિકાર સ્વીકારનાર લોકોને તે ભારે માનથી નવાજશે, તેમને ઉચ્ચ પદવીઓ આપશે અને ઇનામમાં જમીન આપશે.


થોડા જ વખત પછી એ પુત્રીનો સંબંધી રાજા બનશે. તે અરામના રાજાના લશ્કરની વિરુદ્ધ લડાઈ કરશે. કિલ્લાઓ તોડી પાડશે અને તેને હરાવશે.


તેણે મને કહ્યું, “હે દાનિયેલ, હવે પુસ્તક બંધ કર અને દુનિયાના અંતના સમય સુધી તેને મુદ્રિત કર. દરમ્યાનમાં, બની રહેલા બનાવો સમજવાને ઘણાઓ વ્યર્થ પ્રયત્નો કરશે.”


તેણે જવાબ આપ્યો, “હે દાનિયેલ, તું તારે હવે જા. કારણ, અંતના સમય સુધી આ વાતો ગૂઢ અને ગુપ્ત રાખવાની છે.


તેથી ગાબ્રિયેલ મારી પાસે આવીને ઊભો રહ્યો. હું એટલો ગભરાઈ ગયો કે જમીન પર પટકાઈ પડયો. તેણે મને કહ્યું, “હે મર્ત્ય માનવ, તેનો અર્થ સમજી લે. દર્શન તો દુનિયાના અંતના સમયનું છે.”


ગરીબો પર છૂપી રીતે અત્યાચાર કરવામાં આનંદ માનનારા લોકોની જેમ, તેના સૈન્યે અમને વેરવિખેર કરી નાખવા અમારા પર પ્રચંડ હુમલો કર્યો. ત્યારે તમે તેના સેનાપતિને તમારા બાણથી વીંધી નાખ્યો.


પ્રભુ પોતાના સર્વ લોકો ઉપર પ્રગટ થશે. તે વીજળીની માફક બાણ મારશે. પ્રભુ પરમેશ્વર રણશિંગડું વગાડશે. દક્ષિણના તોફાનમાં તે કૂચ કરશે.


પછી છઠ્ઠા દૂતે તેનો પ્યાલો મહાનદી યુફ્રેટિસ પર રેડી દીધો. એટલે તે નદી સુકાઈ ગઈ કે જેથી પૂર્વથી આવનાર રાજાઓને માટે માર્ગ તૈયાર થાય.


મને તેમના ઘોડેસવારોની સંખ્યા જણાવવામાં આવી. એ તો વીસ કરોડની હતી.


Lean sinn:

Sanasan


Sanasan