Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




દાનિયેલ 11:29 - પવિત્ર બાઇબલ C.L.

29 “ત્યારપછી તે ફરીવાર ઇજિપ્ત પર ચડાઈ કરશે. પણ આ વખતે જુદું જ પરિણામ આવશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

29 ઠરાવેલે વખતે તે પાછો ફરીને દક્ષિણમાં આવશે; પણ અગાઉ જેમ થયું તેમ તે વખતે થશે નહિ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

29 પછી તે નક્કી કરેલા સમયે ફરીથી દક્ષિણ પર ચઢાઈ કરશે. પણ અગાઉ જેમ થયું તેમ તે સમયે થશે નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

29 “‘પછી તે ફરીથી અગાઉથી નક્કી કરેલા સમયે ચેતવણી આપ્યા પ્રમાણે પોતાના સૈન્યોને દક્ષિણ તરફ લઇ જશે, પણ આ વખતે પહેલાના બે પ્રસંગો કરતાં કાઇંક જૂદું જ બનશે.

Faic an caibideil Dèan lethbhreac




દાનિયેલ 11:29
9 Iomraidhean Croise  

હે પલિસ્તીઓનાં સર્વ નગરો અને તેમના દરવાજાઓ, તમે સૌ પોક મૂકીને રડો અને આક્રંદ કરો. ઉત્તર તરફથી આંધીની જેમ લશ્કર ચડી આવે છે; એમાં કોઈ ક્યર સૈનિક નથી.


ઇરાનના રાજા કોરેશના અમલના ત્રીજા વર્ષમાં દાનિયેલ એટલે બેલ્ટશાસ્સારને એક સંદેશનું પ્રકટીકરણ આપવામાં આવ્યું. સંદેશો સત્ય હતો, પણ તે સમજવામાં ખૂબ જ મુશ્કેલ હતો. તે તેને દર્શનમાં સમજાવવામાં આવ્યો.


બીજા રાષ્ટ્રો સાથે તે સંધિઓ કરીને તેમને છેતરશે. તે પોતે નાની પ્રજાનો શાસક હોવા છતાં તે વધુને વધુ બળવાન થતો જશે.


“ઇજિપ્તના રાજા પર આક્રમણ કરવાને તે નીડરતાથી મોટું લશ્કર તૈયાર કરશે, પણ ઇજિપ્તનો રાજા મોટું અને બળવાન લશ્કર લઈ તેનો સામનો કરશે. છતાં ઇજિપ્તનો રાજા છેતરાશે અને તેની સામે સફળ થશે નહિ.


અરામનો રાજા લડાઈમાં મેળવેલી લૂંટ સાથે પાછો કરશે. પણ તેનું મન પવિત્ર કરારની વિરુદ્ધ લાગેલું હશે. પોતાને ફાવે તેમ વર્ત્યા પછી તે પોતાના દેશમાં પાછો જશે.


રોમનો વહાણોમાં બેસીને આવશે અને તેનો સામનો કરશે, એટલે તે ગભરાઈ જશે. “તે ક્રોધે ભરાઈને પાછો જશે અને ઈશ્વરના લોકોના ધર્મનો નાશ કરવાનો વિચાર કરશે. પવિત્ર કરાર મુજબના ધર્મનો ત્યાગ કરનારાઓની સલાહ તે માનશે.


તેણે કહ્યું, “ઈશ્વરના કોપનું કેવું પરિણામ આવશે તે હું તને બતાવું છું. દર્શન તો અંતના સમયનું છે.


એક માણસમાંથી તેમણે બધી પ્રજાઓ પેદા કરી, અને તેમને આખી પૃથ્વી પર વસાવી. તેમના વસવાટ અંગેના ચોક્કસ સમયો અને સ્થળો તેમણે પોતે અગાઉથી નક્કી કર્યાં હતાં.


જ્યાં સુધી તે સગીર છે અને તેના પિતાએ ઠરાવેલ સમય આવે ત્યાં સુધી બીજા માણસો તેની સંભાળ લે છે, અને તેનો કારભાર ચલાવે છે.


Lean sinn:

Sanasan


Sanasan