Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




દાનિયેલ 11:27 - પવિત્ર બાઇબલ C.L.

27 ત્યાર પછી બન્‍ને રાજાઓ એક મેજ પર સાથે જમવા બેસશે. પણ તેમના ઇરાદા દુષ્ટ હશે. તેઓ એકબીજાને જુઠ્ઠું કહેશે, પણ તેમની ઇચ્છા પૂરી થશે નહિ, કારણ, તે માટેનો સમય હજુ આવ્યો નહિ હોય.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

27 એ બન્‍ને રાજાઓના મનમાં ઉપદ્રવ કરવાનો વિચાર હશે, એક મેજ પર [બેસીને] તેઓ જૂઠું બોલશે, પણ તેમાં તેઓ ફાવશે નહિ, કેમ કે [તેનો] અંત ઠરાવેલે સમયે જ આવશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

27 આ બે રાજાઓ, પોતાના હૃદયમાં એકબીજા વિરુદ્ધ દુષ્ટતા કરવાનો વિચાર કરશે. તેઓ એક જ મેજ પર બેસશે અને એકબીજા આગળ જૂઠું બોલશે, પણ તેઓની ઇચ્છા પૂર્ણ થશે નહિ. કેમ કે, તેઓનો અંત નક્કી સમયે જ થશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

27 એ બે રાજાઓ એક જ મેજ પર જમવા બેસશે. પણ તેઓ મનમાં એકબીજાને થાપ આપવાની ઇચ્છા સેવતા ભેગા જમવા બેસશે અને એકબીજા આગળ જૂઠું બોલશે, પણ તેમની ઇચ્છા પૂર્ણ થશે નહિ, કારણ, તેમના અંતનો સમય નક્કી થઇ ગયો છે.

Faic an caibideil Dèan lethbhreac




દાનિયેલ 11:27
24 Iomraidhean Croise  

પછી આબ્શાલોમે કહ્યું, “તો પછી, મારા ભાઈ આમ્નોનને તો આવવા દેશોને?” રાજાએ પૂછયું, “તેને આવવાની શી જરૂર છે?”


માણસો એકબીજા સાથે અસત્ય બોલે છે; તેઓ હૈયે કપટ, પણ હોઠે ખુશામત રાખી એકબીજા સાથે વાત કરે છે.


હે જુલમી, શા માટે તું તારી દુષ્ટતાની બડાઈ હાંકે છે?


ના, તમે તો મનમાં ભૂંડું કરવાની યોજનાઓ ઘડો છો અને તમારા હાથે દેશમાં હિંસા આચરો છો.


સાચે જ સામાન્ય જનો વ્યર્થ છે અને ખાનદાન લોકો મિથ્યા છે, તેમને સૌને ત્રાજવામાં સાથે તોલવામાં આવે તો ય તેમનું પલ્લું ઊંચું થશે; કારણ, તેઓ તો શ્વાસ કરતાં યે હલકા છે.


તેઓ ગુના કરવાનો ઘાટ ઘડીને કહે છે, “ખૂબ વિચારપૂર્વક ઘાટ ઘડયો છે.” સાચે જ મનુષ્યનાં અંતર અને હૃદય ગૂઢ છે!*


કાવતરાખોરોના મનમાં કપટ હોય છે, પણ શાંતિની હિમાયત કરનારાઓના મનમાં આનંદ હોય છે,


માનવી મનમાં ઘણી યોજનાઓ ઘડે છે; પણ પ્રભુનો ઇરાદો જ કાયમ ટકશે.


જેમ ઢોળ ચડાવવાથી માટીના પાત્રની ક્ષુદ્રતા ઢંકાઈ જાય છે, તેમ જ મીઠી વાતોથી કુટિલ ઇરાદાઓ ઢંકાઈ જાય છે.


તો હવે તું તેમને કહે કે પ્રભુ પરમેશ્વર આમ પૂછે છે: “શું તે દ્રાક્ષાવેલો ફાલશે-ફૂલશે? શું પ્રથમ ગરુડ એને સમૂળગો ઉખેડી નહિ નાખે? તે તેને ઉખેડી નાખશે અને તેની દ્રાક્ષો વીણી લેશે; જેથી તે દ્રાક્ષાવેલો તેના બધાં પાંદડા સહિત ચીમળાઇ જશે.


ઇરાનના રાજા કોરેશના અમલના ત્રીજા વર્ષમાં દાનિયેલ એટલે બેલ્ટશાસ્સારને એક સંદેશનું પ્રકટીકરણ આપવામાં આવ્યું. સંદેશો સત્ય હતો, પણ તે સમજવામાં ખૂબ જ મુશ્કેલ હતો. તે તેને દર્શનમાં સમજાવવામાં આવ્યો.


અરામનો રાજા લડાઈમાં મેળવેલી લૂંટ સાથે પાછો કરશે. પણ તેનું મન પવિત્ર કરારની વિરુદ્ધ લાગેલું હશે. પોતાને ફાવે તેમ વર્ત્યા પછી તે પોતાના દેશમાં પાછો જશે.


“ત્યારપછી તે ફરીવાર ઇજિપ્ત પર ચડાઈ કરશે. પણ આ વખતે જુદું જ પરિણામ આવશે.


કેટલાક જ્ઞાની લોકો માર્યા જશે પણ તેથી લોકો પવિત્ર તથા શુદ્ધ કરાશે. ઈશ્વરે ઠરાવેલો અંતનો સમય આવે ત્યાં સુધી એવું ચાલુ રહેશે.


“અરામના રાજાનો આખરી સમય લગભગ નજીકમાં હશે ત્યારે ઇજિપ્તનો રાજા તેના પર આક્રમણ કરશે. અરામનો રાજા પણ રથો, ઘોડા અને વહાણો ઉપયોગમાં લઈ પૂરી તાક્તથી તેનો સામનો કરશે. પાણીના પૂરની જેમ તે ઘણા દેશો પર હુમલો કરશે.


તેથી ગાબ્રિયેલ મારી પાસે આવીને ઊભો રહ્યો. હું એટલો ગભરાઈ ગયો કે જમીન પર પટકાઈ પડયો. તેણે મને કહ્યું, “હે મર્ત્ય માનવ, તેનો અર્થ સમજી લે. દર્શન તો દુનિયાના અંતના સમયનું છે.”


તેણે કહ્યું, “ઈશ્વરના કોપનું કેવું પરિણામ આવશે તે હું તને બતાવું છું. દર્શન તો અંતના સમયનું છે.


નોંધી લે કારણ, એનો સમય પાકશે જ. એ બનવાનું છે, પણ એ પૂર્ણ થવાનો સમય ઝડપથી આવી રહ્યો છે, અને એ પ્રક્ટીકરણ સાચું પડવાનું છે. કદાચ એ જાણે પૂરું થવામાં વિલંબ થતો હોય તેમ જણાય તોય તેની રાહ જો. એ પૂર્ણ થશે જ અને એમાં વિલંબ થશે જ નહિ.”


ઈસુએ તેમને જવાબ આપ્યો, “સમય અને પ્રસંગ નક્કી કરવાનો અધિકાર મારા પિતાનો છે; એ ક્યારે બનશે તે જાણવાનું ક્મ તમારું નથી.


કારણ, તેમણે પસંદ કરેલા એક માણસ દ્વારા આખી દુનિયાનો અદલ ન્યાય કરવા માટે તેમણે એક દિવસ નક્કી કર્યો છે. એ માણસને મરણમાંથી સજીવન કરીને તેમણે સૌની સમક્ષ એ વાતની સાબિતી આપી છે.”


ભાઈઓ, કયા દિવસે અને કયા સમયે આ બધા બનાવો બનશે તે સંબંધી તમને લખવાની કંઈ જરૂર ન હોય.


Lean sinn:

Sanasan


Sanasan