Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




દાનિયેલ 11:25 - પવિત્ર બાઇબલ C.L.

25 “ઇજિપ્તના રાજા પર આક્રમણ કરવાને તે નીડરતાથી મોટું લશ્કર તૈયાર કરશે, પણ ઇજિપ્તનો રાજા મોટું અને બળવાન લશ્કર લઈ તેનો સામનો કરશે. છતાં ઇજિપ્તનો રાજા છેતરાશે અને તેની સામે સફળ થશે નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

25 મોટી ફોજ લઈને દક્ષિણના રાજા ઉપર ચઢાઈ કરવાને તેનામાં બળ તથા હિમ્મત આવશે. દક્ષિણનો રાજા પણ અતિશય મોટું તથા પરાક્રમી સૈન્ય લઈને તેની સામે યુદ્ધ મચાવશે; પણ તે પણ ટકશે નહિ, કેમ કે તેઓ તેની સામે કાવતરાં કરશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

25 તે પોતાની શક્તિ તથા હિંમત ભેગી કરીને દક્ષિણના રાજાની સામે મોટા સૈન્ય સાથે આવશે. દક્ષિણનો રાજા પણ બળવાન સૈન્ય સાથે તેની સામે યુદ્ધ કરશે, પણ તે ટકશે નહિ, કેમ કે તેઓ તેની વિરુદ્ધ કાવતરાં કરશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

25 “‘પછી તે પોતાની બધી શકિત અને હિંમત ભેગી કરીને મિસરના રાજાની સામે એક મોટું સૈન્ય ઊભું કરશે. પણ મિસરનો રાજા પણ એક મોટું અને બળવાન સૈન્ય ઊભું કરશે. પણ તે ટકી નહિ શકે, કારણકે તેની વિરૂદ્ધ કરેલાં કાવતરાં સફળ થશે.

Faic an caibideil Dèan lethbhreac




દાનિયેલ 11:25
6 Iomraidhean Croise  

ઉગ્ર સ્વભાવના લોકો ઝઘડા ઊભા કરે છે; પણ ધૈર્યવાન લોકો કજિયા શાંત પાડે છે.


લોભી માણસ ઝઘડા ઊભા કરે છે, પણ પ્રભુ પર ભરોસો રાખનાર સમૃદ્ધ થશે.


“અરામના રાજાના પુત્રો મોટું સેન્ય એકત્ર કરીને યુદ્ધની તૈયારી કરશે. તેઓમાંનો એક પૂરની માફક ધસી આવશે અને શત્રુના એક કિલ્લા પર આક્રમણ કરશે.


હવે હું તને જે કહેવાનો છું તે સત્ય છે.” દૂતે કહ્યું, “ઇરાન પર બીજા ત્રણ રાજાઓ રાજ કરશે, તેમના પછી ચોથો રાજા આવશે, જે બાકીના બધા કરતાં ધનવાન થશે. પોતાની સત્તા અને સમૃદ્ધિના શિખરે પહોંચતાં તે ગ્રીસના રાજ્યને પડકારશે.


“અરામના રાજાનો આખરી સમય લગભગ નજીકમાં હશે ત્યારે ઇજિપ્તનો રાજા તેના પર આક્રમણ કરશે. અરામનો રાજા પણ રથો, ઘોડા અને વહાણો ઉપયોગમાં લઈ પૂરી તાક્તથી તેનો સામનો કરશે. પાણીના પૂરની જેમ તે ઘણા દેશો પર હુમલો કરશે.


“ઇજિપ્તનો રાજા બળવાન થશે. પણ તેનો એક સેનાપતિ વિશેષ બળવાન બનીને તેના કરતાં પણ મોટા રાજ્ય પર રાજ કરશે.


Lean sinn:

Sanasan


Sanasan