Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




દાનિયેલ 11:24 - પવિત્ર બાઇબલ C.L.

24 તે સમૃદ્ધ પ્રદેશ પર ઓચિંતો હુમલો કરશે અને તેના પૂર્વજોમાંના કોઈએ ન કર્યાં હોય એવાં કામ કરશે. યુદ્ધમાં મેળવેલી લૂંટ અને મિલક્ત તે પોતાના સાથીઓને વહેંચી આપશે. તે કિલ્લાઓ પર ચઢાઈ કરવાની યોજનાઓ ઘડી કાઢશે, પણ તેનો સમય જલદી પૂરો થઈ જશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

24 તે નિર્ભય વખતમાં પ્રાંતના સૌથી વધારે ફળદ્રુપ પ્રદેશો પર ચઢી આવશે; અને જે તેના પૂર્વજોએ તથા તેના પૂર્વજોના પૂર્વજોએ કર્યું નહોતું તે તે કરશે. તે તેઓમાં લૂંટફાટનો માલ તથા દ્રવ્ય વેરશે; અને કેટલાક વખત સુધી તે કિલ્લાઓની વિરુદ્ધ પોતાની યોજના યોજશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

24 તે પ્રાંતના સમૃદ્ધ ભાગમાં ચેતવણી આપ્યા વગર ચઢાઈ કરશે, તેના પિતૃઓએ કે તેના પિતૃઓના પિતૃઓએ કદી કર્યું નહોતું તેવું તે કરશે; તે તેઓ મધ્યે લૂંટફાટનો માલ તથા દ્રવ્ય વેરશે. તે થોડા સમય માટે જ કિલ્લેબંદીવાળા નગરો પર ચઢાઈ કરવાની યોજના કરશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

24 “‘તે શાંતિના સમયમાં તે પ્રદેશના સમૃદ્ધ ભાગમાં ચેતવણી આપ્યા વગર ચઢાઇ કરશે અને તેના પિતૃઓએ કદી કર્યું નહોતું એવું તે કરશે; તે ધનવાનોનું ધન અને સંપતિ લઇ જશે અને તેના પોતાના સાથીઓમાં વહેંચી દેશે. તે કિલ્લેબંદીવાળા નગરો ઉપર ચઢાઇ કરવાની યોજના કરશે પણ તે થોડા સમય માટે જ.

Faic an caibideil Dèan lethbhreac




દાનિયેલ 11:24
11 Iomraidhean Croise  

તમારા લોકોએ કિલ્લેબંધીવાળાં નગરો, ફળદ્રુપ પ્રદેશ, સંપત્તિથી ભરેલાં ઘર, ખોદીને તૈયાર કરી રાખેલાં ટાંકાં, ઓલિવવૃક્ષો, ફળાઉ વૃક્ષો અને દ્રાક્ષવાડીઓ પર કબજો જમાવી દીધો. પોતાને જેટલું જોઈએ તેટલું તેમણે ખાધું અને ખાઈને પુષ્ટ થયા; તમારી આપેલી સઘળી સારી વસ્તુઓનો તેમણે સુખાનુભવ કર્યો.


બક્ષિસ મેળવનારની દષ્ટિમાં બક્ષિસ મૂલ્યવાન મણિ જેવી હોય છે; દરેક બાજુએથી તે ઉત્તમ જણાય છે.


ઘણા લોકો મહાનુભાવોની મહેરબાની ઝંખે છે, અને સૌ કોઈ બક્ષિસ આપનારનો મિત્ર થવા માગે છે.


તે દિલથી નહિ, પણ માત્ર કહેવા ખાતર કહે છે કે, “ધરાઈને ખાજો,” પણ મનમાં તો તે ખોરાકનો ખર્ચ ગણતો હોય છે.


હું તેમને ઇઝરાયલના પહાડો પર ઉત્તમ ચારો ચરાવીશ. પહાડોનાં ઢોળાવો પરનો ચારો તેમનો થશે. ત્યાં તેઓ ગૌચરમાં ચરશે અને ઇઝરાયલના પહાડોના ઉત્તમ ચારાથી તેમનું પોષણ થશે.


પ્રભુ પરમેશ્વર ગોગને આ પ્રમાણે કહે છે: “તે સમયે તું તારા મનમાં વિચારીને એક દુષ્ટ યોજના ઘડી કાઢશે.


બીજા રાષ્ટ્રો સાથે તે સંધિઓ કરીને તેમને છેતરશે. તે પોતે નાની પ્રજાનો શાસક હોવા છતાં તે વધુને વધુ બળવાન થતો જશે.


તે સર્વોચ્ચ ઈશ્વરની વિરુદ્ધ બોલશે અને ઈશ્વરના લોકો પર જુલમ ગુજારશે. તે તેમના ધાર્મિક નિયમો અને પર્વોને બદલી નાખવાનો પ્રયાસ કરશે અને સાડા ત્રણ વર્ષ સુધી ઈશ્વરના લોકો તેની સત્તા નીચે રહેશે.


ત્યાંની ભૂમિ ફળદ્રુપ છે કે ક્સ વગરની અને ત્યાં ગાઢ જંગલો છે કે નહિ તેની તપાસ કરો. હિંમતપૂર્વક જાઓ અને ત્યાંની પેદાશમાંથી થોડાંક ફળ લેતા આવજો.” દ્રાક્ષ પાકવાની મોસમની શરૂઆતના એ દિવસો હતા.


તેઓ જે વિચાર કરતા હતા તે ઈસુ જાણી ગયા. તેથી તેમણે કહ્યું, શા માટે તમે આવી દુષ્ટ વાત વિચારો છો?


તેમણે તેને બઆલ-બરીથના મંદિરમાંથી ચાંદીના સિત્તેર સિક્કા આપ્યા અને એ નાણાં વડે તેણે નવરા અને હરામખોર લોકોની ટોળી ભાડે રાખી અને તેઓ તેને અનુસર્યા.


Lean sinn:

Sanasan


Sanasan