Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




દાનિયેલ 11:21 - પવિત્ર બાઇબલ C.L.

21 દૂતે સમજાવવાનું ચાલુ રાખ્યું: એ પછી અરામમાં એક દુષ્ટ રાજા ઊભો થશે. તેને રાજા થવાનો અધિકાર નહિ હોય પણ તે અણધારી રીતે આવી જશે અને કપટથી સત્તા આંચકી લેશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

21 તેની જગાએ એક તિરસ્કારપાત્ર પુરુષ ઊભો થશે કે, જેને રાજ્યપદ આપવામાં આવ્યું નહોતું. પણ તે નિર્ભય વખતમાં આવીને ખુશામતથી રાજ્ય પ્રાપ્ત કરશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

21 તેની જગ્યાએ એક તિરસ્કારપાત્ર પુરુષ ઊભો થશે કે જેને લોકોએ રાજ્યસત્તાનો અધિકાર આપ્યો નહોતો, તે શાંતિથી આવશે અને ખુશામતથી રાજ્ય મેળવશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

21 “‘તેના પછી એની જગ્યા પર એક તિરસ્કારપાત્ર પુરુષ આવશે. જેને રાજ્યસત્તા પામવાનો અધિકાર નહિ હોય, તે અચાનક આવશે અને તરત શાસન મેળવશે.

Faic an caibideil Dèan lethbhreac




દાનિયેલ 11:21
17 Iomraidhean Croise  

જેની દષ્ટિમાં અધમ માણસ તિરસ્કારપાત્ર છે, પરંતુ પ્રભુના ભક્તોને સન્માન આપે છે, જાતે નુક્સાન ભોગવીને પણ તે સોગંદ પાળે છે, અને ફરી જતો નથી,


તેના મુખના શબ્દો માખણ જેવા મુલાયમ હતા. પરંતુ તેના હૃદયમાં ઝઘડાનું ઝેર હતું. તેના શબ્દો તેલ જેવા લીસા હતા, છતાં તે ઉઘાડી તલવાર જેવા તીક્ષ્ણ હતા.


મૂર્ખને કોઈ ખાનદાન કહેશે નહિ અથવા ધૂર્તનું કોઈ સન્માન કરશે નહિ.


“તેના પછી બીજો એક રાજા ઊભો થશે. પોતાના રાજ્યની આવક વધારવા માટે લોકો પર કરવેરા લાદવા તે પોતાના એક અધિકારીને મોકલશે. થોડા જ સમયમાં તે રાજા મારી નંખાશે; પણ તે નહિ તો જાહેરમાં કે નહિ યુદ્ધમાં.”


કરારની વિરુદ્ધ જઈ ધર્મત્યાગ કરનારા લોકોનો તે રાજા કપટથી ટેકો મેળવશે, પણ પોતાના ઈશ્વરને ઓળખનારા લોકો તેની વિરુદ્ધ ઝઝૂમશે.


એ સમયે ઈશ્વરના લોકોને થોડીઘણી સહાય મળી રહેશે. કેટલાક લોકો સ્વાર્થને લીધે તેમની સાથે જોડાશે.


થોડા જ વખત પછી એ પુત્રીનો સંબંધી રાજા બનશે. તે અરામના રાજાના લશ્કરની વિરુદ્ધ લડાઈ કરશે. કિલ્લાઓ તોડી પાડશે અને તેને હરાવશે.


આ તો જાગૃત અને સાવધ રહેનાર દૂતોનો નિર્ણય છે; જેથી સર્વ માણસો જાણે કે સર્વોચ્ચ ઈશ્વર માનવી રાજ્યો પર સત્તા ધરાવે છે. વળી, પોતાની પસંદગી પ્રમાણે તે ચાહે તો સૌથી નીચલી પાયરીના માણસોને પણ એ રાજ્યો આપે છે.’


હું શિંગડાં સામે તાકી રહ્યો હતો એવામાં તેઓ મધ્યે એક નાનું શિંગડું ફૂટી નીકળ્યું. તેણે અગાઉનાં શિંગડાંમાંથી ત્રણને ઉખેડી નાખ્યાં. એ નાના શિંગડાને માનવી આંખો હતી અને ગર્વિષ્ઠ વાતો કરનાર મુખ હતું.


“એ ચાર રાજ્યોના અંતના સમયે અને જ્યારે તેમની દુષ્ટતાને લીધે તેમને શિક્ષા થશે ત્યારે ગર્વિષ્ઠ, ડરામણો અને કપટી રાજા ઊભો થશે.


ચાલાક હોવાથી તે છળકપટમાં સફળ થશે. પોતે ગર્વિષ્ઠ હોવાથી અગાઉથી ચેતવણી આપ્યા વિના જ ઘણાને મારી નાખશે. વળી, તે સૌથી મહાનમાં મહાન રાજાનો પણ તિરસ્કાર કરશે, પણ માનવ તાક્તના ઉપયોગ વિના તેનો નાશ કરવામાં આવશે.


ચારમાંના એક શિંગડામાંથી એક નાનું શિંગડું ફૂટી નીકળ્યું. તેની સત્તા દક્ષિણ તરફ પૂર્વ તરફ અને વચનના દેશ તરફ વિસ્તાર પામી.


આશ્શૂરીઓ માટે તો પ્રભુએ આવું નિર્માણ કર્યું છે: “તેમનું નામ ચાલુ રાખનાર તેમનો કોઈ વંશજ રહેશે નહિ. તેમનાં દેવમંદિરમાં સ્થાપેલી મૂર્તિઓનું હું ખંડન કરીશ. આશ્શૂરીઓ માટે હું ઘોર ખોદી રહ્યો છું. કારણ, તેઓ હવે જીવવાને લાયક રહ્યા નથી!”


મેં તેને કહ્યું છે કે તેના પુત્રો મારી વિરુદ્ધ દુષ્ટ વાતો બોલ્યા હોવાથી હું તેના કુટુંબને કાયમની શિક્ષા કરનાર છું. એલી તેમનું આ કામ જાણતો હતો.


Lean sinn:

Sanasan


Sanasan