Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




દાનિયેલ 11:2 - પવિત્ર બાઇબલ C.L.

2 હવે હું તને જે કહેવાનો છું તે સત્ય છે.” દૂતે કહ્યું, “ઇરાન પર બીજા ત્રણ રાજાઓ રાજ કરશે, તેમના પછી ચોથો રાજા આવશે, જે બાકીના બધા કરતાં ધનવાન થશે. પોતાની સત્તા અને સમૃદ્ધિના શિખરે પહોંચતાં તે ગ્રીસના રાજ્યને પડકારશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 હવે હું તને સત્ય બતાવીશ. જુઓ, હવે પછી ઈરાનમાં ત્રણ રાજાઓ ઊભા થશે, અને ચોથો એ બધા કરતાં ઘણો જ દ્રવ્યવાન થશે, તે પોતાના દ્રવ્ય વડે બળવાન થઈને યાવાન ગ્રીસના રાજ્યની વિરુદ્ધ બધાને ઉશ્કેરશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 હવે હું તને સત્ય પ્રગટ કરીશ. ત્રણ રાજાઓ ઇરાનમાં ઊભા થશે, ચોથો રાજા તે બીજા રાજાઓ કરતાં ઘણો વધારે ધનવાન થશે. તે પોતાના ધનનો ઉપયોગ કરીને ગ્રીસના રાજ્ય વિરુદ્ધ બધાને ઉશ્કેરશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

2 “‘અને હવે હું તને જે કહેવાનો છું તે સત્ય છે. બીજા ત્રણ રાજાઓ ઇરાન પર રાજ કરશે. પછી જે ચોથો રાજા થશે, તે બીજા રાજાઓ કરતાં ઘણો વધારે ધનવાન થશે. રાજકીય ફાયદા માટે પોતાના ધનનો ઉપયોગ કરીને તે ગ્રીસ સામે યુદ્ધ કરવા બધાને ઉશ્કેરશે.

Faic an caibideil Dèan lethbhreac




દાનિયેલ 11:2
17 Iomraidhean Croise  

આમ, યરુશાલેમમાં પ્રભુના મંદિરનું બાંધકામ અટકી ગયું અને ઇરાનના સમ્રાટ દાર્યાવેશના શાસનકાળના છેક બીજા વર્ષ સુધી બંધ રહ્યું.


ફરીથી ઇરાનના સમ્રાટ આર્તાશાસ્તાના શાસનકાળ દરમિયાન બિશ્લામ, મિથ્રદાથ, તાબએલ તથા તેમના સાથીઓએ સમ્રાટ પર પત્ર લખ્યો. પત્ર અરામી ભાષામાં લખવામાં આવ્યો હતો, અને વાંચતી વખતે તેનો અનુવાદ કરવાનો હતો.


અહાશ્વેરોશ રાજા હિંદથી કૂશ સુધી એક્સો સત્તાવીસ પ્રાંતો પર રાજ કરતો હતો. તેની રાજધાની સૂસામાં હતી.


તને શિક્ષણ પ્રાપ્ત કરવા મોકલનારને તું સાચો ઉત્તર આપી શકે માટે તને સાચું અને સારું શું છે એ શીખવ્યું છે.


ઇરાનના રાજા કોરેશના અમલના ત્રીજા વર્ષમાં દાનિયેલ એટલે બેલ્ટશાસ્સારને એક સંદેશનું પ્રકટીકરણ આપવામાં આવ્યું. સંદેશો સત્ય હતો, પણ તે સમજવામાં ખૂબ જ મુશ્કેલ હતો. તે તેને દર્શનમાં સમજાવવામાં આવ્યો.


“ઇજિપ્તના રાજા પર આક્રમણ કરવાને તે નીડરતાથી મોટું લશ્કર તૈયાર કરશે, પણ ઇજિપ્તનો રાજા મોટું અને બળવાન લશ્કર લઈ તેનો સામનો કરશે. છતાં ઇજિપ્તનો રાજા છેતરાશે અને તેની સામે સફળ થશે નહિ.


બીજું પ્રાણી પંજા પર ઊભા રહેલા રીંછના જેવું હતું. તેના મોંમાં, દાંતની વચ્ચે ત્રણ પાંસળીઓ હતી. તેને કહેવામાં આવ્યું, ‘ઊઠ, તારાથી ખવાય એટલું માંસ ખા!’


બકરો ગ્રીસનું રાજ્ય દર્શાવે છે. તેની આંખો વચ્ચેનું મોટું શિંગડું તે તેનો પ્રથમ રાજા છે.


સાંજ અને સવારનાં અર્પણો વિષેનું આ દર્શન તને સમજાવ્યા પ્રમાણે સાચું પડશે. પણ હમણાં તેને ગુપ્ત રાખ, કારણ, તે દર્શન ઘણા લાંબા સમય પછી પૂર્ણ થવાનું છે.”


મેં ઘેટાને પશ્ર્વિમ, ઉત્તર અને દક્ષિણ તરફ શિંગડાં મારતો જોયો. તેને કોઈ પ્રાણી રોકી શકાયું નહિ કે તેની તાક્તનો મુકાબલો કરી શકાયું નહિ. પોતાને ફાવે તેમ તે કરી શક્તો હતો અને તેથી તે ઘમંડી બની ગયો.


સાચે જ, પોતાના સેવકો સંદેશવાહકો સમક્ષ પોતાની રહસ્યમય યોજના પ્રગટ કર્યા વગર પ્રભુ પરમેશ્વર કંઈ જ કરતા નથી.


આપણે જાણીએ છીએ કે શાસ્ત્ર જે કહે છે તે સાચું છે. જેમને ઈશ્વરનો સંદેશ આપવામાં આવ્યો તેમને ઈશ્વરે દેવો કહ્યા.


પછી રાજ્યાસન પર બિરાજનારે કહ્યું, “જુઓ, હવે હું બધું નવું બનાવું છું!” તેમણે મને એ પણ કહ્યું, “આ વાત લખી લે; કારણ, આ શબ્દો વિશ્વાસપાત્ર અને સત્ય છે.”


Lean sinn:

Sanasan


Sanasan