Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




દાનિયેલ 11:15 - પવિત્ર બાઇબલ C.L.

15 અરામનો રાજા એક કિલ્લેબંધીવાળા નગરને ઘેરો ઘાલી તેને જીતી લેશે. ઇજિપ્તના સૈનિકો લડવાનું ચાલુ રાખી શકશે નહિ; તેમના શ્રેષ્ઠ સૈનિકોમાં પણ લડવાની તાક્ત રહી નહિ હોય.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

15 તેથી ઉત્તરનો રાજા આવશે, ને મોરચા ઉઠાવીને કિલ્લાવાળાં નગરોને જીતી લેશે. દક્ષિણના [રાજાનાં] લશ્કરો, તેમ જ તેના પસંદ કરેલા સૈનિકો તેની સામે ટકી શકશે નહિ, તેમ જ ટક્કર લેવાની કંઈ પણ શક્તિ રહેશે નહિ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

15 તેથી ઉત્તરનો અરામનો રાજા આવશે અને ઊંચી પાળ બાંધીને કિલ્લાબંધ નગરોને જીતી લેશે. દક્ષિણનાં લશ્કરો ટકી શકશે નહિ, તેમ જ તેના ઉત્તમ સૈનિકોમાં પણ ટકી રહેવાની બળ રહેશે નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

15 ત્યારબાદ ઉત્તરનો અરામનો રાજા અને તેની સાથે કરારથી જોડાયેલ રાજ્યો આવશે, અને મિસરના કિલ્લાવાળા નગરને ઘેરો ઘાલશે અને કબજો મેળવશે. દક્ષિણનું સૈન્ય અથવા તેના ચુનંદા લડવૈયાઓ પણ ટકી શકશે નહિ, કારણ, તેમનામાં એટલું બળ જ નહિ હોય.

Faic an caibideil Dèan lethbhreac




દાનિયેલ 11:15
11 Iomraidhean Croise  

કારણ, હું ઇઝરાયલનો ઈશ્વર પ્રભુ આ પ્રમાણે કહું છું: યરુશાલેમનાં મકાનો અને યહૂદિયાના રાજાઓના મહેલોને ખાલદીઓનાં લશ્કર ઘેરા આક્રમણથી તોડી પાડી ખંડેર બનાવશે.


“હે ઇઝરાયલના શત્રુઓ, તેની દ્રાક્ષવાડીઓમાં જઈને નાશ કરો; જો કે સંપૂર્ણ નાશ કરશો નહિ: માત્ર તેની ડાળીઓ કાપી જાઓ; કારણ, તેઓ મારી નથી.


તેથી સિદકિયાના અમલના નવમા વર્ષના દસમા મહિનાના દસમે દિવસે બેબિલોનના રાજા નબૂખાદનેસ્સારે પોતાનું સમગ્ર લશ્કર મોકલીને યરુશાલેમ પર આક્રમણ કર્યું.


કારણ, સેનાધિપતિ પ્રભુ આક્રમણ કરનારાને આમ કહે છે: “યરુશાલેમનાં વૃક્ષો કાપી નાખો અને તે વડે તેની આસપાસ મોરચો બાંધો; એ નગરમાં નર્યા જુલમ સિવાય કશું જ નથી.


જ્યારે બેબિલોનના લોકો ઘણા માણસોનો સંહાર કરવા માટીના ટીંબા બાંધીને અને ખાઇઓ ખોદીને ઘેરો ઘાલશે ત્યારે ફેરો પાસે મોટું અને બળવાન લશ્કર હોવા છતાં સહાય કરી શકશે નહિ.


પછી તેને ઘેરો ઘાલ, તેની ચોગરદમ ખાઈઓ બનાવ, માટીના ઢાળિયા ઊભા કર, છાવણીઓ નાખીને ચારે તરફ કોટભંજક યંત્રો ગોઠવ.


ત્યારે ઇજિપ્તના રાજા વિરુદ્ધ ઘણા લોકો બળવો પોકારશે. હે દાનિયેલ, તારી પ્રજાના લોકોમાંથી પણ કેટલાક બંડખોર માણસો દર્શન પૂર્ણ કરવા માટે તેમાં જોડાશે, પણ તેમની હાર થશે.


થોડાં વર્ષો પછી ઇજિપ્તનો રાજા પોતાની પુત્રી અરામના રાજા સાથે પરણાવી તેની સાથે રાજસંબંધ બાંધશે. પણ એ સંબંધ ટકશે નહિ, અને એ પુત્રી, તેનો પતિ, તેનું બાળક અને તેના નોકરોને મારી નાખવામાં આવશે.


મેં તેને ઘેટા પર આક્રમણ કરતો જોયો. બકરો એટલો ગુસ્સે ભરાયેલો હતો કે તેણે ઘેટા પર પ્રહાર કરી તેનાં બન્‍ને શિંગડાં તોડી નાખ્યાં. ઘેટામાં તો સામનો કરવાની કંઈ તાક્ત નહોતી. બકરાએ ઘેટાને જમીન પર પછાડયો અને કચડી નાખ્યો અને ઘેટાને બચાવી શકે એવું કોઈ નહોતું.


યહોશુઆ, તને તારા જીવનભર કોઈ હરાવી શકશે નહિ. જેમ હું મોશે સાથે હતો તેમ હું તારી સાથે રહીશ. હું સદા તારી સાથે રહીશ અને તને કદી તજી દઈશ નહિ.


Lean sinn:

Sanasan


Sanasan