Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




દાનિયેલ 11:12 - પવિત્ર બાઇબલ C.L.

12 વિજયને લીધે અને પોતે મારી નાખેલા સૈનિકોને લીધે તે ગર્વિષ્ઠ બનશે, પણ તેનો વિજય ઝાઝો ટકશે નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 તે લશ્કને લઈ જવામાં આવશે, ને તેનું હ્રદય ગર્વિષ્ઠ થશે. અને તે હજારોને મારી નાખશે, પણ ફતેહ પામશે નહિ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 સૈન્યને લઈ જવામાં આવશે, ત્યારે દક્ષિણના રાજાનું મન ગર્વથી ભરાઈ જશે, પોતાના હજારો દુશ્મનોને મારી નાખશે, પણ તે સફળ થશે નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

12 આ મહાન વિજયને કારણે અભિમાનમાં આવી જઇને તે પોતાના હજારો દુશ્મનોને મારી નાખશે, પણ તેનો વિજય થોડા સમયનો હશે. આખરે તેમનો પરાજય થશે;

Faic an caibideil Dèan lethbhreac




દાનિયેલ 11:12
19 Iomraidhean Croise  

હવે અમાસ્યા, તેં અદોમીઓને હરાવ્યા તેથી તું ગર્વિષ્ઠ થયો છે. તારી કીર્તિથી સંતોષ માનીને તારે ઘેર રહે. તારા પર અને તારા લોકો પર આપત્તિ આવે એવી મુશ્કેલી શું કરવા ઊભી કરે છે?”


અમાસ્યા, અદોમીઓને હરાવ્યા હોવાથી હવે તું બડાઈ હાંકે છે! છાનો માનો બેસી રહે ને! તું શા માટે તારી તથા તારા લોકોની પાયમાલી નોતરે છે?”


ઉઝિયા રાજા બળવાન બન્યો એટલે તે ઘમંડી બન્યો અને તેથી એનું પતન થયું. પોતાના ઈશ્વર પ્રભુ પ્રત્યે સાચી નિષ્ઠાને અભાવે તેણે પ્રભુના મંદિરમાં જઈને ધૂપવેદી પર ધૂપ બાળ્યો અને એમ તેના ઈશ્વર પ્રભુનો તિરસ્કાર કર્યો.


પણ પ્રભુએ તેને માટે જે કર્યું તેનો આભાર નહિ દર્શાવતાં તે ગર્વિષ્ઠ બન્યો અને તેથી યહૂદિયા અને યરુશાલેમ પર પ્રભુનો કોપ ઊતર્યો.


અહંકારનો અંજામ નાશ છે, અને ગર્વિષ્ઠ સ્વભાવ પાયમાલીમાં પરિણમે છે.


તારા સૌંદર્યને લીધે તું ગર્વિષ્ઠ બન્યો અને તારી કીર્તિને લીધે તારી બુદ્ધિ ભ્રષ્ટ બની હતી. પરિણામે, મેં તને જમીનદોસ્ત કર્યો અને બીજા રાજાઓ માટે તને ચેતવણીરૂપ બનાવ્યો છે.


“હે મનુષ્યપુત્ર, તૂરના શાસકને કહે કે પ્રભુ પરમેશ્વર આ પ્રમાણે કહે છે: તું તારા મનના અભિમાનમાં ‘દેવ’ હોવાનો દાવો કરે છે. તું કહે છે કે કે ‘હું મધદરિયે ઈશ્વરની જેમ સિંહાસન પર બેઠો છું.’ તું પોતાને ઈશ્વર જેવો જ્ઞાની માની બેઠો છે. છતાં તું મનુષ્ય જ છે, દેવ નથી.


તેં બુદ્ધિમાન વેપારીની બુદ્ધિથી ઘણો નફો કર્યો છે. તારી સંપત્તિને લીધે તારું મન ગર્વિષ્ઠ બન્યું છે.


ઇજિપ્તનો રાજા રોષે ભરાઈને તેની વિરુદ્ધ યુદ્ધે ચઢશે અને અરામના મોટા સૈન્ય પર કબજો જમાવશે.


“અરામનો રાજા પાછો જઈને અગાઉના કરતાં પણ મોટું લશ્કર તૈયાર કરશે. તે પછી યોગ્ય સમયે તે શસ્ત્રસજિત મોટું સૈન્ય લઈને પાછો આવશે.


તમે આકાશના પ્રભુની વિરુદ્ધ વર્ત્યા છો. તેમના મંદિરમાંથી લાવવામાં આવેલા પ્યાલા અને વાટકાઓમાં તમે, તમારા ઉમરાવોએ, તમારી પત્નીઓ અને ઉપપત્નીઓએ દ્રાક્ષાસવ પીધો છે, અને જોઈ શકે નહિ, સાંભળી શકે નહિ કે કંઈ સમજી શકે નહિ એવાં સોના, ચાંદી, તાંબુ, લોખંડ, લાકડું અને પથ્થરમાંથી ઘડેલાં દેવદેવીઓની સ્તુતિ કરી છે. પણ જેમના હાથમાં તમારા જીવન-મરણનો નિર્ણય છે અને જે તમારાં સર્વ કાર્યોનું નિયંત્રણ કરે છે એવા ઈશ્વરને તમે માન આપ્યું નથી.


ચાલાક હોવાથી તે છળકપટમાં સફળ થશે. પોતે ગર્વિષ્ઠ હોવાથી અગાઉથી ચેતવણી આપ્યા વિના જ ઘણાને મારી નાખશે. વળી, તે સૌથી મહાનમાં મહાન રાજાનો પણ તિરસ્કાર કરશે, પણ માનવ તાક્તના ઉપયોગ વિના તેનો નાશ કરવામાં આવશે.


ત્યારે તમારું મન ગર્વિષ્ઠ ન થઈ જાય અને તમારા ઈશ્વર પ્રભુને ભૂલી ન જાઓ તે માટે સાવધ રહેજો. કારણ, એમણે જ તમને ઇજિપ્ત દેશની ગુલામીના બંધનમાંથી મુક્ત કર્યા છે.


તાજેતરમાં જ બદલાણ પામેલો ન હોવો જોઈએ, રખેને તે અભિમાની બની જાય અને શેતાનના જેવી સજા વહોરી લે.


તે જ પ્રમાણે, તમારા યુવાનોએ આગેવાનોને આધીન રહેવું. તમે એકબીજાની સેવા કરી શકો માટે તમારે બધાએ નમ્રતા ધારણ કરવી. કારણ, શાસ્ત્રમાં લખેલું છે: “ઈશ્વર અભિમાનીનો તિરસ્કાર કરે છે પણ નમ્રને કૃપા આપે છે.”


Lean sinn:

Sanasan


Sanasan