Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




દાનિયેલ 11:11 - પવિત્ર બાઇબલ C.L.

11 ઇજિપ્તનો રાજા રોષે ભરાઈને તેની વિરુદ્ધ યુદ્ધે ચઢશે અને અરામના મોટા સૈન્ય પર કબજો જમાવશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 પછી દક્ષિણનો રાજા ક્રોધાયમાન થઈને ચઢી આવશે, ને તેની સાથે, એટલે ઉત્તરના રાજાની સાથે યુદ્ધ કરશે. તે એક મોટું લશ્કર ઊભું કરશે, ને તે લશ્કર તેના હાથમાં સોંપવામાં આવશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 મિસરનો રાજા ભારે ક્રોધમાં ચઢી આવશે અને ઉત્તરના રાજા સામે યુદ્ધ કરશે. ઉત્તરનો રાજા મોટું સૈન્ય ઊભું કરશે અને તે લશ્કર દક્ષિણના રાજાના હાથમાં સોંપવામાં આવશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

11 પછી મિસરનો રાજા ભારે ક્રોધમાં અરામના મોટા સૈન્યની સામે યુદ્ધ કરશે અને તેઓને હરાવશે.

Faic an caibideil Dèan lethbhreac




દાનિયેલ 11:11
13 Iomraidhean Croise  

દરમ્યાનમાં, આહાબ રાજા પાસે ઈશ્વરના એક સંદેશવાહકે જઈને તેને કહ્યું, “પ્રભુ કહે છે, ‘તું એ મોટા સૈન્યથી ગભરાઈશ નહિ. હું તને આજે તેના પર વિજય અપાવીશ, અને તને ખબર પડશે કે હું પ્રભુ છું.”


એક ઈશ્વરભક્તે આહાબ રાજા પાસે જઈને કહ્યું, “પ્રભુ આમ કહે છે: ‘હું મેદાનોનો નહિ, પણ પર્વતોનો દેવ છું.’ એવું અરામીઓ કહે છે; તેથી તેમના મોટા સૈન્ય પર હું તમને વિજય અપાવીશ, અને તું તથા તારા લોક જાણશો કે હું પ્રભુ છું.”


હે ઈશ્વર, ક્રોધી માણસોને પણ તમે તમારું સ્તવન કરતા કરી દો છો; તમારા રોષમાંથી બચેલા તમારી ચારેબાજુ એકઠા થશે.


અને હવે મેં આ બધા દેશોને મારા સેવક, બેબિલોન દેશના રાજા નબૂખાદનેસ્સારના હાથમાં સોંપી દીધા છે; અરે, હિંસક પશુઓને પણ તેની સેવા કરવા મેં તેને સોંપી દીધાં છે!


વિજયને લીધે અને પોતે મારી નાખેલા સૈનિકોને લીધે તે ગર્વિષ્ઠ બનશે, પણ તેનો વિજય ઝાઝો ટકશે નહિ.


“અરામના રાજાનો આખરી સમય લગભગ નજીકમાં હશે ત્યારે ઇજિપ્તનો રાજા તેના પર આક્રમણ કરશે. અરામનો રાજા પણ રથો, ઘોડા અને વહાણો ઉપયોગમાં લઈ પૂરી તાક્તથી તેનો સામનો કરશે. પાણીના પૂરની જેમ તે ઘણા દેશો પર હુમલો કરશે.


પણ પૂર્વ અને ઉત્તર તરફથી આવતી અફવાઓથી તે ગભરાશે અને તેથી તે ક્રોધાવેશમાં ઝઝૂમીને ઘણાઓનો સંહાર કરશે અને વિનાશ વેરશે.


“ઇજિપ્તનો રાજા બળવાન થશે. પણ તેનો એક સેનાપતિ વિશેષ બળવાન બનીને તેના કરતાં પણ મોટા રાજ્ય પર રાજ કરશે.


તેમણે તમને પૃથ્વીના સર્વ રહેવાસીઓ પર તથા બધાં પ્રાણીઓ તથા પક્ષીઓ પર અધિકાર આપ્યો છે. તમે જ પેલું સોનાનું માથું છો.


મેં તેને ઘેટા પર આક્રમણ કરતો જોયો. બકરો એટલો ગુસ્સે ભરાયેલો હતો કે તેણે ઘેટા પર પ્રહાર કરી તેનાં બન્‍ને શિંગડાં તોડી નાખ્યાં. ઘેટામાં તો સામનો કરવાની કંઈ તાક્ત નહોતી. બકરાએ ઘેટાને જમીન પર પછાડયો અને કચડી નાખ્યો અને ઘેટાને બચાવી શકે એવું કોઈ નહોતું.


Lean sinn:

Sanasan


Sanasan