Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




દાનિયેલ 10:6 - પવિત્ર બાઇબલ C.L.

6 તેનું શરીર પોખરાજ મણિની જેમ પ્રકાશતું હતું. વીજળીના ચમકારાની જેમ તેનો ચહેરો ઝળહળતો હતો. તેની આંખો અગ્નિની જવાળા જેવી હતી. તેના હાથ અને પગ ચળક્તા તાંબા જેવા હતા. તેનો અવાજ મોટા જન- સમુદાયના પોકાર જેવો હતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 તેનું શરીર પણ પોખરાજના જેવું હતું, તેનો ચહેરો વીજળીના જેવો દેખાતો હતો, તેની આંખો બળતી બત્તીઓ જેવી, તેના હાથ ને તેના પગ ઓપેલા પિત્તળના રંગ જેવા હતા, ને તેના શબ્દોનો અવાજ ઘણા લોકોના કલકલાટ જેવો હતો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 તેનું શરીર પોખરાજના જેવું હતું, તેનો ચહેરો વીજળીના જેવો હતો. તેની આંખો બળતી મશાલ જેવી હતી. તેના હાથ અને પગ પિત્તળના જેવા હતા. તેના શબ્દોનો અવાજ મોટા ટોળાંના અવાજ જેવો હતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 તેનું શરીર પોખરાજના જેવું અને તેનો ચહેરો વીજળીના જેવો હતો. તેની આંખો બળતી મશાલ જેવી હતી. અને તેના હાથ અને પગ પિત્તળની જેમ ચળકતા હતાં, અને તેનો અવાજ માનવ મેદનીના અવાજ જેવો હતો.

Faic an caibideil Dèan lethbhreac




દાનિયેલ 10:6
18 Iomraidhean Croise  

અને ચોથી હારમાં પીરોજ, ગોમેદ તથા યાસપિસ જડવા. તેમને સોનાના ચોકઠામાં જડવા.


તેના હાથ સુડોળ છે અને તે હાથે રત્નજડિત સોનાની વીંટીઓ પહેરે છે. તેનું શરીર નીલમથી મઢેલા હાથીદાંત જેવું લીસું છે.


એ પ્રાણીઓ વીજળીના ચમકારાની જેમ આગળ દોડતાં ને પાછાં આવતાં હતાં.


એ પૈડાંનો દેખાવ અને રચના આવાં હતાં: તેઓ પોખરાજ રત્નની જેમ ચમક્તાં હતાં: એ ચારે પૈડાં એક જ ઘાટનાં હતાં, અને એક પૈડાની વચ્ચે બીજું પૈડું ક્ટખૂણે ગોઠવ્યું હોય એવું લાગતું હતું.


તેઓ ઊડતાં હતાં ત્યારે તેમની પાંખોનો અવાજ મને સંભળાયો હતો. તે અવાજ સાગરની ગર્જના જેવો, વિશાળ સૈન્યના કોલાહલ જેવો અને સર્વસમર્થના સાદ જેવો હતો. તેઓ ઊડતાં ઊડતાં થોભતાં ત્યારે પોતાની પાંખો નીચે નમાવી દેતાં.


તેમના પગ સીધા હતા અને તેમના પગનાં તળિયાં વાછરડાની ખરી જેવાં હતાં અને તે ઓપેલા તાંબાની જેમ ચળક્તાં હતાં.


મેં જોયું તો પ્રત્યેક કરુબને પડખે એક એમ ચારે કરુબોની પડખે ચાર પૈડાં હતાં અને પોખરાજના રત્નની જેમ ચમક્તાં હતાં.


તે મને વધુ પાસે લઈ ગયા, અને ત્યાં દરવાજા પાસે એક માણસ ઊભો હતો. તે તામ્રવર્ણનો હતો. તેના હાથમાં અળસીરેસામાંથી વણેલી દોરી અને માપવાનો ગજ હતાં.


મેં જાયું તો મને માણસના જેવી એક ઝળહળતી આકૃતિ દેખાઈ. તેની કમરથી નીચેનો અર્ધો ભાગ અગ્નિ જેવો હતો અને કમરથી ઉપરનો ભાગ ઓપેલા તાંબાના જેવો તેજોમય હતો.


તેઓ જોઈ રહ્યા હતા એવામાં ઈસુનું સ્વરૂપ બદલાઈ ગયું, તેમનો ચહેરો સૂર્યના જેવો તેજસ્વી થયો અને તેમનાં વસ્ત્ર પ્રકાશના જેવાં શ્વેત બન્યાં.


તેનો દેખાવ વીજળીના જેવો હતો અને તેનાં કપડાં બરફના જેવાં શ્વેત હતાં.


ઈસુ પ્રાર્થના કરતા હતા ત્યારે તેમના ચહેરાનું સ્વરૂપ બદલાઈ ગયું, અને તેમનાં વસ્ત્રો ઊજળાં અને સફેદ થઈ ગયાં.


પછી મેં એક બીજા પરાક્રમી દૂતને આકાશમાંથી ઊતરતો જોયો. તે વાદળોથી આચ્છાદિત હતો અને તેના કપાળની આસપાસ મેઘધનુષ હતું, તેનો ચહેરો સૂર્ય જેવો અને તેના પગ અગ્નિના થંભ જેવા હતા.


તેની આંખો અગ્નિની જ્યોત જેવી હતી અને તેણે માથે ઘણા મુગટો પહેર્યા હતા. તેના ઉપર એક નામ લખેલું છે, પણ એ ઘોડેસવાર સિવાય બીજું કોઈ એ નામ જાણતું નથી.


થુઆતૈરાની સ્થાનિક મંડળીના દૂતને લખી જણાવ: “જેની આંખો અગ્નિની જ્વાળા જેવી તેજસ્વી છે અને જેના પગ ભઠ્ઠીમાં શુદ્ધ કરેલા તાંબા જેવા ચળક્તા છે તે, એટલે ઈશ્વરપુત્ર આમ કહે છે:


પાંચમો અકીક, છઠ્ઠો લાલ, સાતમો સુવર્ણમણિ, આઠમો પિરોજ, નવમો પોખરાજ, દસમો લસણિયો, અગિયારમો શનિ, બારમો યાકુત.


Lean sinn:

Sanasan


Sanasan