Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




દાનિયેલ 10:3 - પવિત્ર બાઇબલ C.L.

3 ત્રણ સપ્તાહ સુધી મેં કોઈ સ્વાદિષ્ટ ખોરાક કે માંસ ખાધું નહોતું; ન તો મેં દ્રાક્ષાસવ પીધો કે ન તો મેં તેલમર્દન કર્યું હતું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 આખાં ત્રણ આઠવાડિયા પૂરા થતાં સુધી મેં સ્વાદિષ્ટ ભોજન કર્યું નહોતું, તેમ જ માંસ કે દ્રાક્ષારસ મારા મુખે ચાખ્યો ન હતો, તેમ જ મેં મારે અંગે બિલકુલ તેલ ચોળ્યું નહોતું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 ત્રણ અઠવાડિયાં પૂરાં થતાં સુધી મેં ભોજન કર્યું નહિ, મેં માંસ ખાધું નહિ, મેં દ્રાક્ષારસ પીધો નહિ અને મેં તેલથી પોતાનો અભિષેક કર્યો નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

3 તે પૂરાં ત્રણ અઠવાડિયાઁ સુધી મેં કોઇ સ્વાદિષ્ટ ભોજન ખાધું નહોતું, માંસ કે, દ્રાક્ષારસ મારા મોંમાં સુદ્ધાં મૂક્યા નહોતા, તેમજ શરીરે કોઇ તેલ કે, મલાઇ લગાવી નહોતી.

Faic an caibideil Dèan lethbhreac




દાનિયેલ 10:3
11 Iomraidhean Croise  

પછી શાઉલનો પુત્ર મફીબોશેથ રાજાને મળવા આવ્યો. રાજા યરુશાલેમ છોડીને ગયો ત્યારથી તે વિજયવંત બનીને પાછો ફર્યો ત્યાં સુધી તેણે પોતાના પગ ધોયા નહોતા, પોતાની દાઢી કાપી નહોતી કે પોતાનાં વસ્ત્ર ધોયાં નહોતાં.


તેને ખોરાક પ્રત્યે અરુચિ પેદા થાય છે, અને સ્વાદિષ્ટ વાનગી માટે પણ તેને નફરત થાય છે.


ત્યાર પછી તેણે કહ્યું, “હે દાનિયેલ, ડરીશ નહિ. સમજશક્તિ મેળવવા તેં નમ્ર બનવાનો નિર્ણય કર્યો તેના પહેલા જ દિવસથી ઈશ્વરે તારી પ્રાર્થનાઓ સાંભળી છે. હું તારી પ્રાર્થનાઓના જવાબ માટે જ આવ્યો છું.


તેમના દેવોની મૂર્તિઓ અને દેવોને અર્પણ કરેલાં સોનારૂપાનાં પાત્રો તે પાછાં ઇજિપ્ત લઈ જશે. થોડાંએક વર્ષો શાંતિમાં પસાર થશે.


પછી રાજા મહેલમાં પાછો ફર્યો. તેણે ન તો કંઈ ભોજન લીધું કે ન કોઈ મનોરંજનમાં ભાગ લીધો, પણ આખી રાત ઊંઘ વિના વિતાવી.


તમે ગરીબો પર અત્યાચાર કરો છો અને બળજબરીથી તેમનું અનાજ પચાવી પાડો છો. તમે ઘડેલા પથ્થરોનાં ઘર તો બાંધ્યાં છે, પણ તેમાં રહેવા પામશો નહિ. તમે મનોરંજક દ્રાક્ષવાડીઓ તો રોપી છે, પણ તેનો દ્રાક્ષાસવ પીવા પામશો નહિ.


રૂપું લૂંટો! સોનું લૂંટો! અરે, શહેર તો કીમતી ખજાનાથી ભરપૂર છે.


જ્યારે તમે ઉપવાસ કરો ત્યારે તમારો ચહેરો ધોઈ નાખો, અને તેલ ચોળી તમારા વાળ હોળવો.


તેં મારા વાળમાં તેલ નાખ્યું નહિ, પણ તેણે મારા પગ પર અત્તર રેડયું છે,


હું મારી જાતને સંપૂર્ણ રીતે કાબૂમાં રાખું છું, રખેને બીજાઓને શુભસંદેશ પ્રગટ કર્યા છતાં મને જ નાપસંદ કરવામાં આવે.


Lean sinn:

Sanasan


Sanasan