Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




દાનિયેલ 1:5 - પવિત્ર બાઇબલ C.L.

5 રાજાએ એવો હુકમ પણ કર્યો કે તેમને દરરોજનું ભોજન રાજવી ખોરાક અને દ્રાક્ષાસવમાંથી જ આપવામાં આવે. ત્રણ વર્ષની તાલીમ પછી તેમને રાજાની સમક્ષ રજૂ કરવાના હતા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 રાજાએ તેઓને માટે રાજાના ખાણામાંથી તથા તેને પીવાના દ્રાક્ષારસમાંથી રોજિંદો અમુક હિસ્સો ઠરાવી આપ્યો. ત્રણ વર્ષ સુધી તેઓનું પોષણ કરવું, ને તે મુદતને અંતે તેઓને રાજાની હજૂરમાં રજૂ કરવામાં આવે [એવો ઠરાવ કર્યો].

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 રાજાએ તેઓને માટે પોતાની વાનગીઓમાંથી તથા પીવાના દ્રાક્ષારસમાંથી તેઓને માટે રોજનો હિસ્સો ઠરાવી આપ્યો. ત્રણ વર્ષ સુધી તેઓનું પોષણ કરાય અને તે પછી, તેઓ રાજા સમક્ષ હાજર થાય, એવો નિર્ણય કરાયો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

5 રાજા, પોતે જે ભોજન લેતો હતો અને જે દ્રાક્ષારસ પીતો હતો તે જ તેમને પણ દરરોજ આપવામાં આવે એમ ઠરાવ્યું. તેમને ત્રણ વરસ સુધી શિક્ષણ આપવાનું હતું અને ત્રણ વર્ષને અંતે તેમને રાજા સમક્ષ રજૂ કરવાના હતાં.

Faic an caibideil Dèan lethbhreac




દાનિયેલ 1:5
14 Iomraidhean Croise  

ઇજિપ્તના રાજા ફેરોએ તેની સેવામાં યોસેફની નિમણૂક કરી ત્યારે યોસેફ ત્રીસ વર્ષનો હતો. યોસેફે ફેરો પાસેથી જઈને આખા દેશની મુલાકાત લીધી.


તમારા માણસો કેવા ભાગ્યશાળી છે! વળી, તમારી તહેનાતમાં સતત રહેતા તમારા સેવકો પણ કેવા ભાગ્યશાળી છે કે તેમને તમારી જ્ઞાનવાણી સાંભળવાનો લહાવો મળે છે.


તેને તેના જીવનનિર્વાહ માટે બેબિલોનના રાજા તરફથી નિયત કરેલું દૈનિક ભથ્થું જીવનભર આપવામાં આવ્યું; જે તેને તેના મૃત્યુના દિવસ સુધી મળતું રહ્યું.


તમારી સેવાચાકરી કરનાર તમારા સેવકોને ધન્ય છે, કે તેઓ હંમેશા તમારી હજુરમાં રહે છે અને તમારી જ્ઞાનવાણી સાંભળવાનો મોટો લહાવો મેળવે છે!


એણે પીરસેલી સ્વાદિષ્ટ વાનગીઓની લાલસામાં પડીશ નહિ; કારણ, એ ભોજન કદાચ છેતરવા માટે પણ હોય.


એ વિષે પ્રભુએ આ પ્રમાણે ઉત્તર આપ્યો, “જો તું પાછો ફરીશ તો હું તને મારી સેવામાં પુન: સ્થાપીશ અને તું મારી સમક્ષ સેવા કરીશ. જો તું માત્ર મારો મૂલ્યવાન સંદેશ પ્રગટ કરીશ, અને તેમાં નિરર્થક બાબતોની ભેળસેળ કરીશ નહિ, તો તું મારો પ્રવક્તા બનીશ. લોકોને તારી પાસે આવવા દે, પણ તું જાતે તેમની પાસે જઈશ નહિ.


રાજાએ એ બધા સાથે વાત કરી તો દાનિયેલ, હનાન્યા, મિશાએલ અને અઝાર્યા સૌના કરતાં શ્રેષ્ઠ માલૂમ પડયા. તેથી તેમને રાજાના દરબારના સભ્ય બનાવવામાં આવ્યા.


પણ દાનિયેલે પોતાના મનમાં નિશ્ર્વય કર્યો કે રાજાનું ભોજન કે તેનો દ્રાક્ષાસવ લઈને હું મારી જાતને ભ્રષ્ટ કરીશ નહિ. તેથી તેણે આશ્પનાઝની મદદ માગી.


અમારો જરૂરી ખોરાક આજે અમને આપો.


દૂતે જવાબ આપ્યો, “હું ગાબ્રીએલ છું. હું ઈશ્વરની સમક્ષ ઊભો રહું છું, અને તેમણે મને તારી સાથે વાત કરવા તેમજ આ ખુશખબર જણાવવા મોકલ્યો છે.


અમારો જરૂરી ખોરાક અમને દરરોજ આપો,


સાવધ રહો, અને હંમેશાં પ્રાર્થના કરો. જેથી આવનારી આ સઘળી બાબતોમાં થઈને સહીસલામત પાર ઊતરવા અને માનવપુત્ર સમક્ષ ઊભા રહેવા માટે તમને શક્તિ મળે.”


પછી શાઉલે યિશાઈને સંદેશો મોકલ્યો, “દાવિદ મને ગમે છે. તેને અહીં મારી સેવામાં રહેવા દો.”


Lean sinn:

Sanasan


Sanasan