Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




દાનિયેલ 1:2 - પવિત્ર બાઇબલ C.L.

2 પ્રભુએ યહોયાકીમને અને મંદિરનાં કેટલાંક પાત્રોને તેના હાથમાં સોંપી દીધાં. તે પોતાની સાથે કેટલાક કેદીઓને બેબિલોનમાંના પોતાના દેવોના મંદિરમાં લઈ ગયો અને લૂંટેલાં પાત્રો એ મંદિરના ભંડારમાં મૂક્યાં.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 પ્રભુએ યહૂદિયાના રાજા યહોયાકીમને, ઈશ્વરના મંદિરનાં કેટલાંક પાત્રોસહિત, તેના હાથમાં સોંપ્યો, અને બાબિલનો રાજા તેમને શિનાર દેશમાં પોતાના દેવના મંદિરમાં લઈ ગયો. તેણે તે પાત્રો પોતાના દેવના ભંડારમાં રાખ્યાં.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 પ્રભુએ યહૂદિયાના રાજા યહોયાકીમને, ઈશ્વરના સભાસ્થાનનાં કેટલાંક પાત્રો સહિત નબૂખાદનેસ્સારના હાથમાં સોંપ્યો. તે તેને શિનઆર દેશમાં, તેના દેવના મંદિરમાં લાવ્યો. તેણે તે પાત્રો પોતાના દેવના મંદિરના ભંડારમાં મૂકી દીધાં.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

2 અને યહોવાએ યહૂદાના રાજા યહોયાકીમને તથા મંદિરના થોડા વાસણો નબૂખાદનેસ્સારના હાથમાં સોંપી દીધાં. નબૂખાદનેસ્સાર બંધકોને શિનઆર પ્રાંતમાં લઇ ગયો; અને તે વાસણો પોતાના દેવના મંદિરનાં ભંડારમાં મૂકી દીધા.

Faic an caibideil Dèan lethbhreac




દાનિયેલ 1:2
30 Iomraidhean Croise  

શિનઆર દેશનાં બેબિલોન, એરેખ, આક્કાદ અને કાલ્નેહ નિમ્રોદના સામ્રાજ્યનાં શરૂઆતનાં કેન્દ્ર હતાં.


તેઓ પૂર્વ તરફ આગળ વધતા વધતા શિનઆરના સપાટ પ્રદેશમાં આવીને વસ્યા.


યહોયાકીમ રાજા હતો ત્યારે બેબિલોનના રાજા નબૂખાદનેસ્સારે યહૂદિયા પર આક્રમણ કર્યું અને ત્રણ વર્ષ સુધી યહોયાકીમે તેને આધીન રહેવું પડયું. પણ પછી તેણે બળવો કર્યો.


યહોયાકીમ યહૂદિયાનો રાજા બન્યો ત્યારે તે પચીસ વર્ષનો હતો અને તેણે યરુશાલેમમાં અગિયાર વર્ષ રાજ કર્યું. તેણે પોતાના ઈશ્વર પ્રભુની દૃષ્ટિએ ઘૃણાસ્પદ એવું આચરણ કર્યું.


નબૂખાદનેસ્સાર પ્રભુના મંદિરના ખજાનામાંથી કેટલાંક પાત્રો લૂંટી ગયો અને તેને બેબિલોનમાં પોતાના રાજમહેલમાં રાખ્યાં.


નબૂખાદનેસ્સારે યરુશાલેમના પ્રભુના મંદિરમાંથી જે પાત્રો અને પ્યાલાઓ ઉપાડી લાવીને પોતાના દેવોના મંદિરમાં રાખ્યાં હતાં તે પણ સમ્રાટ કોરેશે તેમને મંગાવી આપ્યાં.


એ સમયે પ્રભુ ફરીવાર હાથ લંબાવીને તેના બચેલા લોકને આશ્શૂરમાંથી, ઇજિપ્તમાંથી, પાથ્રોસમાંથી, કુશમાંથી, એલામમાંથી, બેબિલોનમાંથી, હમાથમાંથી અને સમુદ્રના ટાપુમાંથી પાછા લાવશે.


કોણે યાકોબને લૂંટરૂપ કર્યો? કોણે ઇઝરાયલીઓને લૂંટારાઓના હાથમાં સોંપી દીધા? એવું કરનાર તો પ્રભુ છે. આપણે તેમની વિરુદ્ધ પાપ કર્યું છે અને તેમના માર્ગોમાં ચાલ્યા નથી. આપણે તેમના નિયમોને આધીન થયા નથી.


યોશિયાના પુત્ર અને યહૂદિયાના રાજા યહોયાકીમના રાજ્યકાળના ચોથા વર્ષમાં યહૂદિયાના સર્વ લોકો સંબંધી પ્રભુનો સંદેશ યર્મિયાને મળ્યો. બેબિલોન દેશના રાજા નબૂખાદનેસ્સારના રાજ્યકાળનું એ પ્રથમ વર્ષ હતું.


પછી મેં યજ્ઞકારો અને બધા લોકોને કહ્યું કે પ્રભુ આ પ્રમાણે કહે છે, “બેબિલોનમાંથી પ્રભુના મંદિરનાં પાત્રો ટૂંક સમયમાં પાછાં લાવવામાં આવશે એવું કહેનાર સંદેશવાહકોનો સંદેશ તમે સાંભળશો નહિ; તેઓ જૂઠું ભવિષ્ય કહે છે.


નબૂખાદનેસ્સાર રાજા પ્રભુના મંદિરનાં જે પાત્રો અહીંથી બેબિલોન લઈ ગયો છે તે હું માત્ર બે જ વર્ષમાં આ સ્થળે પાછાં લાવીશ.


પરંતુ બેબિલોનના રાજા નબૂખાદનેસ્સારે દેશ પર આક્રમણ કર્યું ત્યારે બેબિલોન અને અરામના લશ્કરોથી બચવા પૂરતું અમે યરુશાલેમમાં આશ્રય લેવાનું નક્કી કર્યું હતું. અને એટલા માટે જ અત્યારે અમે યરુશાલેમમાં રહીએ છીએ.”


“બધા દેશોમાં આ સમાચાર પ્રગટ કરો, તેની ઘોષણા કરો, વજા ફરકાવીને જાહેરાત કરો; અને છુપાવશો નહિ: ‘બેબિલોનને જીતી લેવામાં આવ્યું છે; તેનો દેવ બેલ લજ્જિત થયો છે અને તેના દેવ મારદૂકના ભુક્કા બોલી ગયા છે. તેની મૂર્તિઓ બદનામ થઈ છે અને તેના ધૃણાસ્પદ દેવોનાં પૂતળા ભાંગી પડયાં છે.


બેબિલોનના દેવ બેલને હું સજા કરીશ અને તે જે ગળી ગયો છે તે હું ઓકાવી દઈશ. બીજી પ્રજાઓ તેની પૂજા કરવા ત્યાં આવશે નહિ.


તરત જ દાનિયેલને રાજાની સમક્ષ લાવવામાં આવ્યો. રાજાએ તેને પૂછયું, “મારા પિતા યહૂદિયામાંથી જે કેદીઓને પકડી લાવ્યા હતા તેમાંનો દાનિયેલ તે તું છે?


સર્વોચ્ચ ઈશ્વરે આપના પિતા નબૂખાદનેસ્સારને રાજ્ય, મહત્તા, મહિમા તથા પ્રતાપ આપ્યાં હતાં.


તેઓ તેમની જાળોની પણ પૂજા કરે છે, તેમને બલિદાન આપે છે અને ધૂપ બાળે છે. કારણ, તેમની જાળો તેમને ઉત્તમ વસ્તુઓ પૂરી પાડે છે.


તેણે જવાબ આપ્યો, “બેબિલોન લઈ જાય છે. ત્યાં તેઓ તેને માટે મંદિર બાંધશે. મંદિર પૂરું થતાં ટોપલો મંદિરમાં પૂજા માટે મુકાશે.”


જો તેમના ખડક સમા ઈશ્વરે તેમને તજી દીધા ન હોત, અને તેમના પ્રભુએ તેમને શત્રુઓને હવાલે કર્યા ન હોત, તો શું શત્રુના એકે તેમના હજારને નસાડયા હોત? અથવા બે માણસે તેમના દશ હજારને હરાવ્યા હોત?


તેથી ઇઝરાયલ પર પ્રભુનો ક્રોધ ભભૂકી ઊઠયો; જેથી લૂંટફાટ કરનારા તેમના પર હુમલો કરી તેમને લૂંટી જાય તેમ પ્રભુએ કર્યું. તેમણે તેમની આસપાસ તેમના શત્રુઓને તેમના પર પ્રબળ કર્યા અને ઇઝરાયલીઓ પોતાનું રક્ષણ કરી શક્યા નહિ.


તેથી ઇઝરાયલ પર પ્રભુનો ક્રોધ ભભૂકી ઊઠયો અને તેમણે તેમને મેસોપોટેમિયાના રાજા કૂશાન-રિશઆથાઈમને સ્વાધીન કરી દીધા, અને તેઓ આઠ વર્ષ સુધી તેના તાબામાં રહ્યા.


તેથી પ્રભુએ તેમને હાસોર નગરમાં રાજ કરતા કનાની રાજા યાબીનને સ્વાધીન કરી દીધા. એનો સેનાપતિ વિદેશીઓના હરોશેથનો રહેવાસી સીસરા હતો.


તેઓ તેને તેમના દેવ દાગોનના મંદિરમાં લઈ ગયા અને તેની મૂર્તિ પાસે તેને મૂકી.


Lean sinn:

Sanasan


Sanasan