Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




દાનિયેલ 1:1 - પવિત્ર બાઇબલ C.L.

1 યહૂદિયાના રાજા યહોયાકીમના અમલના ત્રીજા વર્ષમાં બેબિલોનના રાજા નબૂખાદનેસ્સારે યરુશાલેમ પર આક્રમણ કરી તેને ઘેરો ઘાલ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 યહૂદિયાના રાજા યહોયાકીમની કારકિર્દીને ત્રીજે વર્ષે બાબિલના રાજા નબૂખાદનેસ્સારે યરુશાલેમ આવીને તેને ઘેરો નાખ્યો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 યહૂદિયાના રાજા યહોયાકીમના શાસનના ત્રીજા વર્ષે બાબિલના રાજા નબૂખાદનેસ્સારે યરુશાલેમ આવીને તેની ચારેબાજુ ઘેરો ઘાલ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 યહૂદા રાજાના યહોયાકીમના રાજ્યમાં બાબિલના રાજા નબૂખાદનેસ્સારે ત્રીજા વર્ષમાં યરૂશાલેમ ઉપર ચઢાઇ કરી તેની ફરતે ઘેરો ઘાલ્યો.

Faic an caibideil Dèan lethbhreac




દાનિયેલ 1:1
14 Iomraidhean Croise  

યહોયાકીમ યહૂદિયાનો રાજા બન્યો ત્યારે તે પચ્ચીસ વર્ષનો હતો, તેણે યરુશાલેમમાં રહીને અગિયાર વર્ષ રાજ કર્યું. રૂમા નગરના પેદીદાની પુત્રી ઝબિદા તેની માતા હતી.


અને તે પ્રભુના મંદિર તથા રાજમહેલનો સઘળો ખજાનો બેબિલોન લઈ ગયો. પ્રભુએ અગાઉથી જણાવ્યું હતું તેમ શલોમોન રાજાએ પ્રભુના મંદિરને માટે બનાવડાવેલાં સોનાનાં સઘળાં પાત્રો ભાંગી નાખ્યાં.


તારા પોતાના વંશજોમાંથી પણ કેટલાકને લઈ જવામાં આવશે અને બેબિલોનના રાજાના મહેલમાં તેમને વ્યંડળ બનાવીને તેમની પાસે સેવા કરાવાશે.”


યોશિયાના પુત્ર અને યહૂદિયાના રાજા યહોયાકીમના રાજ્યકાળના ચોથા વર્ષમાં યહૂદિયાના સર્વ લોકો સંબંધી પ્રભુનો સંદેશ યર્મિયાને મળ્યો. બેબિલોન દેશના રાજા નબૂખાદનેસ્સારના રાજ્યકાળનું એ પ્રથમ વર્ષ હતું.


યોશિયાના પુત્ર અને યહૂદિયાના રાજા યહોયાકીમના રાજ્યકાળ દરમ્યાન યર્મિયાને પ્રભુ તરફથી સંદેશ મળ્યો:


પરંતુ બેબિલોનના રાજા નબૂખાદનેસ્સારે દેશ પર આક્રમણ કર્યું ત્યારે બેબિલોન અને અરામના લશ્કરોથી બચવા પૂરતું અમે યરુશાલેમમાં આશ્રય લેવાનું નક્કી કર્યું હતું. અને એટલા માટે જ અત્યારે અમે યરુશાલેમમાં રહીએ છીએ.”


યોશિયાના પુત્ર અને યહૂદિયાના રાજા યહોયાકીમના રાજ્યકાળના ચોથે વર્ષે યર્મિયાને પ્રભુનો સંદેશ મળ્યો.


યહૂદિયાના રાજા અને યોશિયાના પુત્ર યહોયાકીમના રાજ્યકાળના ચોથા વર્ષે યર્મિયાએ લખાવ્યા પ્રમાણે બધા સંદેશા બારૂખે વીંટામાં લખી લીધા તે પછી સંદેશવાહક યર્મિયાએ બારૂખને આ સંદેશ આપ્યો.


સંદેશવાહક યર્મિયા મારફતે બેબિલોન દેશ તથા તેના ખાલદી લોકો વિષે પ્રભુનો જે સંદેશ પ્રગટ કરાયો તે આ છે:


બેબિલોનના રાજા નબૂખાદનેસ્સારના અમલના ઓગણીસમા વર્ષના પાંચમા મહિનાના દસમે દિવસે બેબિલોનના રાજાના અંગત સલાહકાર અને અંગરક્ષકદળના વડા નબૂઝારઅદાને યરુશાલેમમાં પ્રવેશ કર્યો.


નબૂખાદનેસ્સારે જેમને દેશનિકાલ કર્યા તેમની સંખ્યા આ પ્રમાણે હતી: તેના રાજના સાતમા વર્ષમાં 3023 માણસો.


તરત જ દાનિયેલને રાજાની સમક્ષ લાવવામાં આવ્યો. રાજાએ તેને પૂછયું, “મારા પિતા યહૂદિયામાંથી જે કેદીઓને પકડી લાવ્યા હતા તેમાંનો દાનિયેલ તે તું છે?


Lean sinn:

Sanasan


Sanasan