Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




કલોસ્સીઓ 4:6 - પવિત્ર બાઇબલ C.L.

6 તમારી વાણી હંમેશાં માુર અને સચોટ હોવી જોઈએ, જેથી દરેકને યોગ્ય જવાબ કેમ આપવો તે જાણી શકો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 તમારું બોલવું હંમેશાં કૃપાયુક્ત સલૂણું હોય કે, જેથી દરેકને યોગ્ય ઉત્તર આપવો એ તમે જાણો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 તમારું બોલવું હંમેશા કૃપાયુક્ત અને સારું લાગે એવું હોય કે, જેથી દરેકને યોગ્ય જવાબ આપવાનું તમે સમજી શકો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 જ્યારે તમે વાતચીત કરો, ત્યારે તમે હમેશા માયાળુ અને બુદ્ધિમાન રહો. પછી જ તમે પ્રત્યેક વ્યક્તિને તમારે જે રીતે ઉત્તર આપવો જોઈએ તે રીતે આપી શકશો.

Faic an caibideil Dèan lethbhreac




કલોસ્સીઓ 4:6
33 Iomraidhean Croise  

પ્રજાઓ મધ્યે તેમનો મહિમા પ્રગટ કરો, સર્વ લોકોમાં તેમનાં મહાન કાર્યો જાહેર કરો.


પ્રભુની સમક્ષ ગીતો ગાઓ, અને વાજિંત્રો વગાડો. તેમનાં સર્વ અજાયબ કાર્યોનું વર્ણન કરો.


તમારા મુખનાં સર્વ ચુકાદા હું મારા હોઠોથી મુખપાઠ કરીશ.


હું રાજાઓ સમક્ષ તમારાં સાક્ષ્યવચનો પ્રસિદ્ધ કરીશ, અને હું શરમાઈશ નહિ.


તમે સર્વ પુરુષોથી અધિક સુંદર છો; તમારા હોઠોથી માધુર્ય ટપકે છે; કારણ, ઈશ્વરે તમને સદાને માટે આશીર્વાદિત કર્યા છે.


હે ઈશ્વરના ભક્તો, આવો, અને સાંભળો. તેમણે મારે માટે કરેલાં બધાં કાર્ય હું કહી બતાવીશ.


નેકજનના શબ્દો ઉન્‍નતિકારક નીવડે છે, પણ મૂર્ખ પોતાની મૂર્ખાઈને લીધે માર્યો જાય છે.


મૃદુવાણી ઉચ્ચારનાર જીભ જીવનદાયક વૃક્ષ સમાન છે; પણ કડવા શબ્દો મન ભાંગી. નાખે છે.


જ્ઞાનીઓની વાણી દ્વારા વિદ્યાનો ફેલાવો થાય છે, પણ મૂર્ખાઓના મનમાંથી અજ્ઞાન પ્રગટે છે.


જ્ઞાનીના મુખના શબ્દો માયાળુ હોય છે, પણ મૂર્ખની જીભ તેના વિનાશનું કારણ બને છે.


તારે તેમને મારી આગળ લાવવા. યજ્ઞકારો તેમના ઉપર મીઠું ભભરાવે અને તેમને દહનબલિના રૂપમાં પ્રભુને અર્પિત કરે.


તમારે દરેક ધાન્યઅર્પણમાં મીઠું વાપરવું; કારણ, મીઠું તમારી અને ઈશ્વર વચ્ચેના કરારના પ્રતીકરૂપ છે. તમારે તમારા પ્રત્યેક અર્પણમાં મીઠું ઉમેરવું.


સમગ્ર માનવજાતમાં તમે મીઠા સમાન છો. પણ જો મીઠું પોતાનો સ્વાદ ગુમાવે, તો તે શાથી ખારું કરાશે? પછી તો તે બિનઉપયોગી બન્યું હોવાથી તેને નાખી દેવામાં આવે છે અને તે લોકોના પગ તળે કચડાય છે.


“કારણ, દરેક જણની અગ્નિ દ્વારા પરીક્ષા થશે. મીઠું તો ઉપયોગી છે; પણ જો તે તેની ખારાશ ગુમાવે તો તેને કેવી રીતે ખારું કરી શકાય? તમારામાં મીઠું રાખો, અને એકબીજા સાથે શાંતિમાં રહો.”


એ બધા પર તેમની ઘેરી છાપ પડી અને તેમની માુર વાણીથી તેઓ મુગ્ધ થઈ ગયા. તેમણે કહ્યું, “શું તે યોસેફનો પુત્ર નથી?”


વાતચીતમાં નુક્સાનકારક શબ્દો વાપરો નહિ, પણ માત્ર ઉન્‍નતિકારક અને જરૂર જેટલા જ શબ્દો વાપરો; જેથી સાંભળનારનું ભલું થાય.


તમારાં સંતાનોને તે ખંતથી શીખવો; તમે ઘરમાં બેઠા હો કે મુસાફરીએ હો; આરામ લેતા હો કે કામ કરતા હો, પણ તમે હંમેશા તેમનું રટણ કરો.


ખ્રિસ્તના સંદેશની સર્વ સમૃદ્ધિ તમારા હૃદયમાં વસે કે જેથી એકબીજાને સર્વ જ્ઞાનમાં શિક્ષણ અને શિખામણ આપો. ઈશ્વરને માટે તમારા હૃદયમાં આભાર સાથે ગીતો, સ્તોત્રો અને આત્મિક ગાયનો ગાઓ.


પણ તમારાં હૃદયોમાં ખ્રિસ્તને માન આપો. અને તેમને પ્રભુ તરીકે સ્વીકારો. તમારી પાસે જે આશા છે તે વિષે તમને કોઈ પ્રશ્ર્ન પૂછે તો નમ્રતાથી અને આદરભાવથી તેનો જવાબ આપવાને હંમેશાં તૈયાર રહો.


Lean sinn:

Sanasan


Sanasan