Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




કલોસ્સીઓ 3:25 - પવિત્ર બાઇબલ C.L.

25 પણ અન્યાય કરનાર પ્રત્યેકને તેનાં દુષ્ટ કાર્યોનો બદલો મળશે, કારણ, ઈશ્વર દરેકનો ન્યાય સમાન ધોરણે કરે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

25 જે ભૂંડું કરે છે તેને તેની ભૂંડાઈનું ફળ મળશે; અને [પ્રભુને ત્યાં] પક્ષપાત નથી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

25 પણ જે દુષ્ટતા કરે છે તેને તેની દુષ્ટતાનો બદલો મળશે; ‘પ્રભુ પાસે પક્ષપાત નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

25 યાદ રાખો કે કોઈ પણ વ્યક્તિ અનુચિત કાર્ય કરશે તે તેના અનુચિત કાર્યને કારણે સજાને પાત્ર બનશે. પ્રભુ ને ત્યાં પક્ષપાત નથી.

Faic an caibideil Dèan lethbhreac




કલોસ્સીઓ 3:25
22 Iomraidhean Croise  

આપણે સૌએ એકવાર મરવાનું છે. જેમ જમીન પર ઢોળાઈ ગયેલું પાણી એકઠું કરી શક્તું નથી તેના જેવા આપણે છીએ. ઈશ્વર જીવ લેતા નથી, પણ એથી ઊલટું, તે દેશનિકાલ થયેલા માણસને પાછો લાવવાની યોજના કરે છે.


પ્રભુનો ભય રાખો અને ચોક્સાઈથી વર્તો, કારણ, આપણા ઈશ્વર પ્રભુ અન્યાય, પક્ષપાત કે લાંચરુશવત સાંખી લેતા નથી.”


ઈશ્વર તો રાજવંશીઓની શરમ ભરતા નથી, અને ગરીબોને ભોગે ધનવાનોની તરફેણ કરતા નથી. કારણ, એ બધું જ તેમના હાથનું સર્જન છે.


તેથી મર્ત્ય મનુષ્ય તેમનો આદરયુક્ત ભય રાખે છે, પણ જ્ઞાની હોવાનો દાવો કરનારની ઈશ્વર ઉપેક્ષા કરે છે.”


“ન્યાયની બાબતમાં પ્રામાણિક રહેવું. ગરીબનો ખોટી રીતે બચાવ કરવો નહિ કે શ્રીમંતની શરમ રાખવી નહિ.


માનવપુત્ર પોતાના ઈશ્વરપિતાના મહિમામાં દૂતો સાથે આવશે ત્યારે તે દરેકને તેનાં કાર્યો પ્રમાણે બદલો આપશે.


આ જાસૂસોએ ઈસુને કહ્યું, “ગુરુજી, અમે જાણીએ છીએ કે તમે જે કહો છો અને શીખવો છો તે સાચું હોય છે. અમે જાણીએ છીએ કે તમે પક્ષપાત રાખ્યા વગર માણસ માટેની ઈશ્વરની ઇચ્છાનું સત્ય શીખવો છો.


પિતરે સંબોધન શરૂ કર્યું: “હવે મને સમજ પડે છે કે ઈશ્વર સૌના પ્રત્યે સમાન ધોરણે વર્તે છે.


ઈશ્વરની પાસે કોઈ ભેદભાવ નથી.


કારણ, ખ્રિસ્ત આપણો ન્યાય કરે તે માટે આપણે દરેકે તેમની સમક્ષ હાજર થવું પડશે.


યાદ રાખો, દરેક માણસ, પછી તે ગુલામ હોય કે સ્વતંત્ર, પણ પ્રભુ તેને તેના ક્મનો બદલો આપશે.


માલિકો, એ જ રીતે તમે પણ તમારા ગુલામોની પ્રત્યે એવું જ વર્તન રાખો અને ધમકી આપવાનું બંધ કરો. યાદ રાખો, સ્વર્ગમાં તમારા અને તમારા ગુલામોના માલિક પણ એક જ છે; તે બધાંનો સમાન ધોરણે ન્યાય કરે છે.


તમારા ચુકાદામાં પક્ષપાત દાખવશો નહિ; નાનામોટા સૌનું એક સરખી રીતે સાંભળો. કોઈની બીક રાખશો નહિ; કારણ, ચુકાદો ઈશ્વર તરફથી છે. જે કેસ તમને અઘરો લાગે તે મારી પાસે લાવવો અને હું તે સાંભળીશ.’


તમારા ઈશ્વર પ્રભુ દેવાધિદેવ અને પ્રભુઓના પ્રભુ, મહાન, પરાક્રમી અને ભયાવહ પરમેશ્વર છે.


માલિકો, તમે તમારા ગુલામો પ્રત્યે ન્યાયી અને યોગ્ય વર્તન રાખો. આકાશમાં તમારા માલિક પણ છે તે વાત યાદ રાખો.


આ બાબતમાં કોઈ પોતાના ભાઈનું ખોટું ન કરે કે તેનો ગેરલાભ ન ઉઠાવે. અમે પહેલાં પણ તમને આ વાત જણાવી હતી, અને હવે કડક ચેતવણી આપીએ છીએ કે એવું કરનારાઓને પ્રભુ શિક્ષા કરશે.


ઈશ્વર યથાયોગ્ય જ કરશે: જેઓ તમને દુ:ખ દે છે તેમના પર ઈશ્વર દુ:ખ લાવશે.


જો તેણે તને કંઈ નુક્સાન કર્યું હોય અથવા તે તારો દેવાદાર હોય તો તે મારા ખાતામાં લખજે.


જો દૂતોએ આપેલો સંદેશો સત્ય પુરવાર થયો અને જેમણે તે માન્યો નહીં અથવા તેનું પાલન કર્યું નહીં તેમને ઘટિત શિક્ષા કરવામાં આવી,


તમે ઈશ્વરને પિતા તરીકે સંબોધીને પ્રાર્થના કરો છો. તે બધા માણસોનો ન્યાય સમાન ધોરણે, દરેકનાં કાર્યો પ્રમાણે કરશે. આથી પૃથ્વી પરનું તમારું બાકીનું જીવન ઈશ્વરનો ડર રાખીને જીવો.


આ લોકો હંમેશાં કચકચ કરે છે અને બીજાઓનો દોષ કાઢે છે. તેઓ પોતાની દુષ્ટ વાસનાઓ પ્રમાણે ચાલે છે અને મોટી મોટી બડાશો મારે છે તથા પોતાનો સ્વાર્થ સાધવા ખુશામત કરે છે.


Lean sinn:

Sanasan


Sanasan