Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




કલોસ્સીઓ 3:20 - પવિત્ર બાઇબલ C.L.

20 બાળકો, તમારાં માતાપિતાને હંમેશાં આધીન રહેવું તે તમારી ખ્રિસ્તી ફરજ છે અને તેથી પ્રભુ પ્રસન્‍ન થાય છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

20 છોકરાં, તમે દરેક બાબતમાં તમારાં માતપિતાની આજ્ઞાનું પાલન કરો, કેમ કે તે પ્રભુને ગમે છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

20 બાળકો, તમે દરેક બાબતમાં તમારાં માતાપિતાની આજ્ઞાનું પાલન કરો, કેમ કે તે પ્રભુને પસંદ છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

20 બાળકો, તમારા માબાપોની દરેક આજ્ઞાને અનુસરો, આ પ્રભુને પ્રસન્ન કરે છે.

Faic an caibideil Dèan lethbhreac




કલોસ્સીઓ 3:20
23 Iomraidhean Croise  

અને યાકોબ પોતાનાં માતપિતાની આજ્ઞા માની મેસોપોટેમિયા ગયો છે.


“તમારાં માતપિતાનું સન્માન કરો; જેથી જે દેશ હું તમને આપું તેમાં તમને લાંબું આયુષ્ય પ્રાપ્ત થાય.


માતપિતાને શાપ દેનારનો દીવો ઘોર અંધકારમાં ઓલવાઈ જશે.


એવા લોકો પણ હોય છે જેઓ પોતાના પિતાને શાપ દે છે, અને પોતાની જનેતાની કદર બૂજતા નથી.


પિતાની મશ્કરી કરનાર અને વૃદ્ધ માતાની ઘૃણા કરનાર પુત્રની આંખો ખીણના કાગડા કોચી કાઢશે અને ગીધડાં તેમનો ભક્ષ કરશે.


મારા પુત્ર, તારા પિતાની આજ્ઞાઓનું પાલન કર, અને તારી માતાએ આપેલા શિક્ષણનો ત્યાગ ન કર.


અમે અમારા પૂર્વજ યોનાદાબની બધી સૂચનાઓનું ચુસ્ત રીતે પાલન કર્યું છે. અમે કે અમારી પત્નીઓએ કે અમારા પુત્રપુત્રીઓએ જીવનમાં ક્યારેય દ્રાક્ષાસવ પીધો નથી.


નગરમાં કોઇ પોતાનાં માતાપિતાનું સન્માન જાળવતું નથી. તેઓ પરદેશીઓનું બળજબરીથી પડાવી લે છે અને વિધવાઓ તથા અનાથો પર અત્યાચાર ગુજારે છે.


દરેકે પોતાનાં માતાપિતાનું સન્માન કરવું અને મારા સાબ્બાથદિન પાળવા. હું પ્રભુ, તમારો ઈશ્વર છું.”


સર્વસમર્થ પ્રભુ યજ્ઞકારોને કહે છે, “પુત્ર પોતાના પિતાને અને નોકર પોતાના માલિકને માન આપે છે. હું તમારો પિતા છું; તો તમે શા માટે મને માન આપતા નથી? હું તમારો માલિક છું; તો શા માટે તમે મારું સન્માન કરતા નથી? તમે મારો તુચ્છકાર કરો છો અને છતાં પૂછો છો, ‘અમે કઈ રીતે તમારો તિરસ્કાર કર્યો છે?’


પોતાનાં માતાપિતાનું સન્માન કરવું અને બીજા પર પોતાના જેવો જ પ્રેમ રાખવો.


જેમ મંડળી ખ્રિસ્તને આધીન રહે છે તેમ જ પત્નીએ પ્રત્યેક બાબતમાં પતિને આધીન રહેવું.


‘પોતાના પિતા કે માતાનું અપમાન કરનાર શાપિત હો’ અને સર્વ લોકો પ્રત્યુત્તર આપે, ‘આમીન’.


‘મેં તમારા ઈશ્વર પ્રભુએ આજ્ઞા આપી હતી તે પ્રમાણે તમારા માતપિતાનું સન્માન કરો, જેથી જે દેશ હું તમને આપું છું તેમાં તમે દીર્ઘાયુ બનો અને તમારું કલ્યાણ થાય.


મને બધું મળ્યું છે. મારી પાસે પુષ્કળ, બલ્કે જરૂર કરતાં વિશેષ છે. એપાફ્રોદિતસે તમારી સર્વ ભેટ મને આપી છે. એ તો સુવાસિત અર્પણ છે, ઈશ્વરને માન્ય અને પ્રિય એવું બલિદાન છે.


એથી તમે પ્રભુની ઇચ્છા પ્રમાણેનું જીવન જીવવા શક્તિમાન બનશો અને પ્રભુની પસંદગી પ્રમાણે કરશો. સર્વ સારાં કાર્યો કરવામાં તમારું જીવન ફળદાયી બનશે અને ઈશ્વર વિષેના જ્ઞાનમાં તમે વૃદ્ધિ પામશો.


ગુલામો, સર્વ બાબતોમાં તમારા દુન્યવી માલિકોને આધીન થાઓ અને ફક્ત જ્યારે તેઓ તમારા પર નજર રાખે ત્યારે તેમની પ્રશંસા માટે નહિ, પણ પ્રામાણિક હૃદયથી અને પ્રભુનો ડર રાખીને તેમ કરો.


ગુલામોએ સર્વ બાબતોમાં તેમના માલિકોને આધીન રહેવું અને તેમને સર્વ બાબતમાં ખુશ રાખવા. તેમની સામું બોલવું નહિ,


તે તમને તેમની ઇચ્છા પૂર્ણ કરવા માટે સુસજજ કરો અને તેમને જે પ્રસન્‍ન કરી શકે તેવી બાબતો ઈસુ ખ્રિસ્ત દ્વારા આપણામાં પૂરી કરો. યુગોના યુગો સુધી ઈસુ ખ્રિસ્તને મહિમા હો! આમીન.


રૂથે જવાબ આપ્યો, “તમારા કહ્યા પ્રમાણે હું બધું કરીશ.”


Lean sinn:

Sanasan


Sanasan