Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




કલોસ્સીઓ 3:16 - પવિત્ર બાઇબલ C.L.

16 ખ્રિસ્તના સંદેશની સર્વ સમૃદ્ધિ તમારા હૃદયમાં વસે કે જેથી એકબીજાને સર્વ જ્ઞાનમાં શિક્ષણ અને શિખામણ આપો. ઈશ્વરને માટે તમારા હૃદયમાં આભાર સાથે ગીતો, સ્તોત્રો અને આત્મિક ગાયનો ગાઓ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

16 ખ્રિસ્તની વાત સર્વ જ્ઞાનમાં પુષ્કળતાથી તમારામાં રહે; ગીતો, ‍સ્તોત્રો તથા આત્મિક ગાયનોથી એકબીજાને શીખવો તથા બોધ કરો, અને કૃપાસહિત તમારાં હ્રદયોમાં પ્રભુની આગળ ગાઓ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

16 ખ્રિસ્તનું શિક્ષણ સર્વ જ્ઞાનમાં ભરપૂરતાથી તમારામાં રહે; ગીતો, સ્ત્રોત્રો તથા આત્મિક ગાયનોથી એકબીજાને શીખવો તથા બોધ કરો અને આભારસહિત તમારા હૃદયોમાં પ્રભુની સમક્ષ ગાન કરો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

16 ખ્રિસ્તની વાતો સર્વ જ્ઞાનમાં પુષ્કળતાથી તમારામાં રહે. એકબીજાને શીખવવા માટે અને સક્ષમ બનાવવા તમારા સંપૂર્ણ જ્ઞાનનો ઉપયોગ કરો. ગીતો, સ્તોત્રો અને આત્મિક ગાયનોથી તમારા હૃદયમાં દેવની આભારસ્તુતિ કરો.

Faic an caibideil Dèan lethbhreac




કલોસ્સીઓ 3:16
62 Iomraidhean Croise  

શલોમોનના ચુકાદાની જાણ થતાં ઇઝરાયલીઓના મનમાં તેના પ્રત્યે ઊંડું સન્માન પેદા થયું. કારણ, તેમને ખબર પડી કે તકરારોનો યથાર્થ નિકાલ કરવા ઈશ્વરે તેને જ્ઞાન આપ્યું છે.


આ ચોવીસે માણસો નિષ્ણાત હતા; અને તેમના લેવી સાથીદારો પ્રભુનાં સ્તોત્ર ગાવામાં તાલીમબદ્ધ ગાયકો હતા. તેઓ બધા મળીને બસોને અઠ્ઠયાસી હતા.


દાવિદ રાજા અને સંગીતકાર આસાફના પ્રાચીન સમયથી સંગીતકારો ઈશ્વરની આભારસ્તુતિનાં ગીતો ગવડાવતા આવ્યા છે.


તેમના મુખની આજ્ઞાઓ મેં તરછોડી નથી. તેમના મુખના શબ્દો મેં મારા અંતરમાં ખજાનાની જેમ સંઘર્યા છે.


હું તમારી વિરુદ્ધ પાપ ન કરું તે માટે મેં તમારો સંદેશ મારા હૃદયમાં સંઘરી રાખ્યો છે.


મારી આ જીવનયાત્રામાં તમારાં ફરમાન મારાં ગીત બન્યાં છે.


હે ઈશ્વર, હું સાચા દિલથી તમારી આભારસ્તુતિ કરું છું; દેવોની સમક્ષ પણ હું તમારું સ્તવન ગાઉં છું.


પ્રભુ મારું બળ અને મારી સંરક્ષક ઢાલ છે, મારું હૃદય તેમના પર જ ભરોસો રાખે છે; તેમણે મને સહાય કરી છે અને તેથી મારું હૃદય અત્યંત આનંદ કરે છે; હું ગીત ગાઈને તેમને ધન્યવાદ આપીશ.


તમે મારું સંતાવાનું સ્થાન છો. તમે મને સંકટમાંથી ઉગારશો, અને ઉદ્ધારના પોકારો કરનારાથી મને ઘેરી લેશો. (સેલાહ)


હું તમારી સ્તુતિ કરીશ, ત્યારે મારા હોઠો જયજયકાર કરશે, અને મારો ઉદ્ધાર પામેલો પ્રાણ તમારામાં હરખાશે.


જ્ઞાનીની વિદ્વતા તેને શાણપણથી વર્તવા શીખવે છે; પણ મૂર્ખની મૂર્ખાઈ તેને ભુલાવામાં નાખે છે.


બીજાઓથી છૂટો પડનાર પોતાના જ સ્વાર્થમાં રત હોય છે. તે સર્વમાન્ય સાચા નિયમનો પણ વિરોધ કરે છે.


શલોમોનનું શ્રેષ્ઠ ગીત


એ રીતે તમે ગરીબોનો હક્ક છીનવી લો છો અને પીડિતોને ન્યાયથી વંચિત રાખો છો. તમે વિધવાઓને તમારો શિકાર બનાવો છો અને અનાથોને લૂંટો છો.


તે દિવસે યહૂદિયાના પ્રદેશમાં લોકો નીચેનું ગીત ગાશે: “અમારું શહેર મજબૂત છે! ઈશ્વરે તેના કોટ અને કિલ્લા અમારું રક્ષણ કરવા બાંયા છે.


પવિત્ર પર્વની રાત્રે ગીત ગાતા હો તેમ તમે આનંદથી ગાશો. વીણાના સંગીત સાથે ઇઝરાયલના ખડક સમા રક્ષક પ્રભુના મંદિરના પર્વતે જતી વેળાએ વાંસળી વગાડતા લોકની જેમ તમારાં હૃદય આનંદથી છલકાશે.


તો હવે તમે મારું ગીત સાંભળો. આ ગીત તો મારા પ્રિયતમ અને તેની દ્રાક્ષવાડી વિષેનું છે: ફળદ્રુપ ટેકરી પર મારા પ્રિયતમની એક દ્રાક્ષવાડી હતી.


તમારા સંદેશાઓ મને મળ્યા અને મેં તેમને ખોરાકની જેમ ખાધા; અને તે મારે માટે હર્ષ અને આનંદરૂપ થઈ પડયા. હે યાહવે, સેનાધિપતિ ઈશ્વર, હું તમારે નામે ઓળખાતો તમારો સેવક છું.


ત્યાર પછી ગીત ગાઈને તેઓ ઓલિવ પર્વત તરફ ચાલી નીકળ્યા.


તેથી ઈસુ તેમની સાથે નાઝારેથ ગયા અને ત્યાં તે તેમને આધીન રહ્યા. તેમની માએ આ બધી વાતો પોતાના મનમાં સંઘરી રાખી.


જો તમે મારામાં વસો અને મારો સંદેશ તમારામાં વસે તો તમે ચાહો તે માગો, અને તે તમને મળશે.


સંદેશ, એટલે કે ઈશ્વરનો સંદેશ સાંભળવાથી વિશ્વાસ ઉત્પન્‍ન થાય છે.


મારા ભાઈઓ, તમારે વિષે મને પૂરી ખાતરી છે કે તમે ભલાઈથી ભરેલા છો. તમે સર્વ જ્ઞાનથી સંપન્‍ન છો. તમે એકબીજાને શીખવી શકો તેવા છો.


તો પછી મારે શું કરવું? એ જ કે હું મારા આત્માથી અને મનથી પણ પ્રાર્થના કરીશ; તેમજ મારા આત્માથી અને મનથી ગાઈશ.


મારા ભાઈઓ, તો મારા કહેવાનો શો અર્થ છે? જ્યારે તમે ભક્તિસભામાં એકત્ર થાઓ, ત્યારે કોઈ ગીત ગાય, કોઈ શિક્ષણ આપે, કોઈ ઈશ્વર તરફથી મળેલું પ્રગટીકરણ જણાવે, કોઈ અન્ય ભાષાઓમાં સંદેશો આપે અને કોઈ તેનું અર્થઘટન કરે. આમ, બધું મંડળીની ઉન્‍નતિને માટે થવું જોઈએ.


અને આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના મહિમાવંત ઈશ્વરપિતા તમને પવિત્ર આત્મા આપે તેવી વિનંતી કરું છું. પવિત્ર આત્મા તમને જ્ઞાની બનાવશે અને ઈશ્વરને તમારી સમક્ષ પ્રગટ કરશે; એ માટે કે તમે તેમને ઓળખી શકો.


માટે અબુધ ન રહો, પણ તમારે માટે પ્રભુની શી ઇચ્છા છે તે જાણી લો.


એકબીજાની સાથે ગીતો, સ્તોત્રો અને પવિત્ર ભજનોથી વાત કરો. તમારા પૂરા દિલથી ગીતો ને ભજનો ગાઈને પ્રભુની સ્તુતિ કરો.


કે જેથી તે વચનરૂપી જળથી સ્નાન કરાવીને મંડળીને શુદ્ધ કરે;


તેથી અમે સર્વ માણસોની આગળ ખ્રિસ્તને પ્રગટ કરીએ છીએ. અમે સર્વ માણસોને જ્ઞાનપૂર્વક ચેતવણી આપીએ છીએ અને શીખવીએ છીએ કે જેથી અમે સૌને તેઓ ખ્રિસ્ત ઈસુમાં મેળવાયા હોવાથી પરિપૂર્ણતા પ્રાપ્ત કરેલ વ્યક્તિઓ તરીકે ઈશ્વરની સમક્ષ રજૂ કરી શકીએ.


આથી અમે તમારે વિષે સાંભળ્યું છે ત્યારથી અમે તમારે માટે પ્રાર્થનામાં માગવાનું ચૂક્તા નથી કે ઈશ્વર તમને પોતાની ઇચ્છાની જાણકારી તથા પવિત્ર આત્મા દ્વારા જ્ઞાન અને સમજથી ભરપૂર કરે.


તમારી વાણી હંમેશાં માુર અને સચોટ હોવી જોઈએ, જેથી દરેકને યોગ્ય જવાબ કેમ આપવો તે જાણી શકો.


કારણ, પ્રભુ વિષેનો સંદેશો તમારી પાસેથી મકદોનિયા અને આખાયામાં પહોંચ્યો એટલું જ નહિ, પણ ઈશ્વરમાં તમે મૂકેલા વિશ્વાસના સમાચાર પણ સર્વત્ર પહોંચી ગયા છે.


તેથી આ વચનો કહીને એકબીજાને પ્રોત્સાહન આપો.


તેની તરફ દુશ્મન તરીકે ન જોશો, પણ એક ભાઈ તરીકે ચેતવણી આપજો.


આ યુગના ધનિકોને આજ્ઞા કર કે તેઓ ગર્વિષ્ઠ ન બને. ધન જેવી ક્ષણિક બાબતો પર નહિ પણ આપણા ઉપયોગને માટે સર્વ કંઈ ઉદારતાથી આપનાર ઈશ્વર પર આશા રાખે,


તને યાદ હશે કે તું બાળક હતો ત્યારથી જ તને જૂના કરારનાં પવિત્ર શાસ્ત્રોની વાતોની ખબર છે; તેઓ તને ખ્રિસ્ત ઈસુમાં વિશ્વાસની મારફતે ઉદ્ધાર પ્રાપ્ત કરવાનું જ્ઞાન આપી શકે છે;


ઈશ્વરે આપણા ઉદ્ધારક ઈસુ ખ્રિસ્તની મારફતે તેમનો પવિત્ર આત્મા આપણા પર રેડી દીધો;


જો તમારામાં કોઈની પાસે જ્ઞાનની ઊણપ હોય તો તેણે ઈશ્વરને પ્રાર્થના કરવી અને ઈશ્વર તેને તે આપશે; કારણ, ઈશ્વર સર્વને ઉદારતાથી અને કૃપાથી આપે છે.


પણ ઈશ્વર તરફથી આવતું જ્ઞાન સૌ પ્રથમ તો નિર્મળ છે; વળી, તે શાંતિદાયક, નમ્ર, મૈત્રીભાવી અને દયાપૂર્ણ હોય છે. તે સારાં કાર્યો નિપજાવે છે. તેમાં ભેદભાવ કે દંભ નથી.


તમારામાં શું કોઈ દુ:ખી છે? તો તેણે પ્રાર્થના કરવી જોઈએ. શું કોઈ સુખી છે? તો તેણે સ્તુતિનાં ગીત ગાવાં જોઈએ.


બાળકો, હું તમને લખું છું, કારણ, તમે ઈશ્વરપિતાને ઓળખો છો. પિતાઓ, હું તમને લખું છું, કારણ, પ્રારંભથી અસ્તિત્વ ધરાવનારને તમે ઓળખો છો. યુવાનો, હું તમને લખું છું, કારણ, તમે બળવાન છો, તમારામાં ઈશ્વરનું વચન રહે છે અને તમે દુષ્ટને હરાવ્યો છે.


આથી તમે શરૂઆતથી જ સાંભળેલો સંદેશો તમારાં હૃદયોમાં જાળવી રાખો. શરૂઆતથી જ સાંભળેલા સંદેશાનું જો તમે પાલન કરો તો તમે હંમેશાં ઈશ્વરપિતા અને ઈશ્વરપુત્રની સંગતમાં જીવન જીવશો.


પણ તમારા પર તો ખ્રિસ્તે પોતાનો પવિત્ર આત્મા રેડી દીધો છે. જ્યાં સુધી તેમનો પવિત્ર આત્મા તમારામાં વાસો કરે છે ત્યાં સુધી તમારે બીજા કોઈ શિક્ષકની જરૂર નથી. કારણ, તેમનો પવિત્ર આત્મા તમને સર્વ બાબતો શીખવે છે અને તેનું શિક્ષણ જૂઠું નથી પણ સાચું છે. આથી પવિત્ર આત્માના શિક્ષણને આધીન થાઓ અને ખ્રિસ્તમાં રહો.


કારણ, સત્ય આપણામાં રહે છે, અને હંમેશાં રહેશે.


તેઓ રાજ્યાસન, ચાર જીવંત પ્રાણીઓ અને વડીલોની સમક્ષ એક નવું ગીત ગાતા હતા. પૃથ્વી પરથી મૂલ્ય આપીને મુક્ત કરાયેલા એવા પેલા એક લાખ ચુમ્માળીસ હજાર લોકો સિવાય બીજું કોઈ એ ગીત શીખી શકાયું નહિ.


તેઓ ઈશ્વરના સેવક મોશેનું ગીત અને હલવાનનું ગીત ગાતા હતા. “હે પ્રભુ, સર્વસમર્થ ઈશ્વર તમારાં કાર્યો કેવાં મહાન અને અદ્‍ભુત છે! હે સર્વ પ્રજાના રાજવી, તમારા માર્ગો ન્યાયી અને સત્ય છે.


હું તેનું ભજન કરવા તેને પગે પડયો, પણ તેણે મને કહ્યું, “એમ ન કર. હું તારો ને તારા ભાઈઓનો એટલે ઈસુએ પ્રગટ કરેલ સત્યને વળગી રહેનાર સૌનો સાથીસેવક છું. ઈશ્વરનું ભજન કર!” કારણ, ઈસુએ પ્રગટ કરેલો સત્યસંદેશ જ સંદેશવાહકોના સંદેશનું હાર્દ છે.


વળી, તેમણે નવું ગીત ગાયું: “તમે પુસ્તકની મુદ્રાઓ તોડીને તે ઉઘાડવાને સમર્થ છો. કારણ, તમારું બલિદાન કરવામાં આવ્યું હતું, અને તમારા રક્તથી તમે પ્રત્યેક જાતિ, ભાષા, રાષ્ટ્ર અને પ્રજામાંથી ઈશ્વરને માટે તમારા લોકને ખરીદી લીધા છે.


Lean sinn:

Sanasan


Sanasan