Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




કલોસ્સીઓ 3:14 - પવિત્ર બાઇબલ C.L.

14 સર્વ બાબતોને સંપૂર્ણ સુસંગત બનાવનાર પ્રેમને આ સર્વ બાબતો સાથે જોડી દો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

14 વળી એ સર્વ ઉપરાંત પ્રેમ જે સંપૂર્ણતાનું બંધન છે તે પહેરી લો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

14 પણ એ સઘળાં ઉપરાંત પ્રેમ જે સંપૂર્ણતાનું બંધન છે તે તમે પહેરી લો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

14 આ બધી જ બાબતો કરો; પરંતુ તે બધાથી મહત્વપૂર્ણ એ છે કે, તમે એકબીજાને પ્રેમ કરો. તમને દરેકને સંપૂર્ણ એકતામાં સાંકળતું બંધન જ પ્રેમ છે.

Faic an caibideil Dèan lethbhreac




કલોસ્સીઓ 3:14
18 Iomraidhean Croise  

હવે એક નવીન આજ્ઞા હું તમને આપું છું: એકબીજા પર પ્રેમ રાખો. જેમ મેં તમારા પર પ્રેમ રાખ્યો છે, તેમ તમે એકબીજા પર પ્રેમ રાખો.


મારી આજ્ઞા તો આ છે: જેમ મેં તમારા પર પ્રેમ કર્યો, તેમ તમે એકબીજા પર પ્રેમ કરો.


જેમ તમે મારામાં વસો છો, તેમ હું તેઓમાં વસું; જેથી તેઓ સંપૂર્ણ રીતે એક બને; અને એમ દુનિયા માને કે તમે મને મોકલ્યો છે, અને જેમ તમે મારા પર પ્રેમ રાખો છો તેમ તેઓ પર પણ પ્રેમ રાખો છો.


એકબીજા ઉપર પ્રેમ રાખવો એ સિવાય બીજું કોઈ દેવું ન કરો, કેમકે જે કોઈ બીજા ઉપર પ્રેમ રાખે છે, તેણે નિયમનું પૂરું પાલન કર્યું છે.


આપણે ખ્રિસ્તમાં મેળવાઈને ઈશ્વરના બનીએ તે માટે ઈશ્વરે સૃષ્ટિનું સર્જન કર્યું તે પહેલાં તેમણે આપણને પસંદ કર્યા હતા; જેથી આપણે તેમની સમક્ષ પવિત્ર અને નિર્દોષ થઈએ.


તમને સંગઠિત રાખનાર શાંતિ દ્વારા પવિત્ર આત્મા તરફથી મળતા ઐક્યને સાચવી રાખવાને પ્રયત્નશીલ રહો.


ખ્રિસ્તે આપણા પર પ્રેમ કરીને આપણે માટે ઈશ્વર પ્રસન્‍ન થાય તેવા એક સુવાસિત અર્પણ અને બલિદાન તરીકે પોતાના જીવનનું સમર્પણ કર્યું. તેથી તમારું જીવન પણ પ્રેમથી દોરવાવું જોઈએ.


એ માટે કે તમારાં સૌનાં હૃદય પ્રોત્સાહિત થાય અને તમે પ્રેમના બંધનમાં બંધાયેલા રહો અને પૂરી ખાતરીવાળી સમજની સમૃદ્ધિ સંપાદન કરો; જેથી ઈશ્વરનું રહસ્ય જે ખ્રિસ્ત છે તેમને તમે જાણી શકો.


તમારા સાથી વિશ્વાસીઓ પર પ્રેમ રાખવાની બાબત વિષે લખવાની કોઈ જરૂર નથી. તમારે એકબીજા પર કેવો પ્રેમ રાખવો જોઈએ તે ઈશ્વરે જ તમને શીખવ્યું છે.


એ આજ્ઞાનો હેતુ શુદ્ધ હૃદય, સ્પષ્ટ પ્રેરકબુદ્ધિ અને દંભરહિત વિશ્વાસથી પ્રેમ પેદા કરવાનો છે.


તેથી આપણે ખ્રિસ્તી સિદ્ધાંતના પ્રાથમિક શિક્ષણથી પણ આગળ જઈને સંપૂર્ણ શિક્ષણ તરફ વધીએ. નિર્જીવ કાર્યોથી પાછા ફરવું અને ઈશ્વરમાં વિશ્વાસ કરવો;


એ સર્વ ઉપરાંત એકબીજા પર આગ્રહથી પ્રેમ રાખો. કારણ, પ્રેમ ઘણાં પાપને ઢાંકે છે.


ભક્તિભાવની સાથે બધુંપ્રેમ, અને બધુંપ્રેમની સાથે પ્રેમ જોડી દો.


ઈશ્વરનાં સંતાનો અને શેતાનનાં સંતાનો વચ્ચે આ તફાવત છે: જે કોઈ ઈશ્વરના ધોરણ પ્રમાણે વર્તતો નથી અથવા પોતાના ભાઈ પર પ્રેમ કરતો નથી તે ઈશ્વરનું સંતાન નથી.


તેમના પુત્ર ઈસુ ખ્રિસ્તના નામ પર આપણે વિશ્વાસ મૂકીએ અને ખ્રિસ્તે આપેલી આજ્ઞા પ્રમાણે એકબીજા પર પ્રેમ રાખીએ.


ખ્રિસ્તે તો આપણને આ આજ્ઞા આપી છે: જે કોઈ ઈશ્વર પર પ્રેમ કરે છે તેણે પોતાના ભાઈ પર પણ પ્રેમ કરવો જોઈએ.


Lean sinn:

Sanasan


Sanasan