Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




કલોસ્સીઓ 2:20 - પવિત્ર બાઇબલ C.L.

20 તમે ખ્રિસ્તની સાથે મરણ પામ્યા છો અને દુન્યવી નિયમોથી મુક્ત થયા છો. તો પછી તમે જાણે કે આ દુનિયાના હો તેમ કેમ જીવો છો?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

20 જો તમે ખ્રિસ્તની સાથે જગતનાં તત્‍ત્વો સંબંધી મર્યા, તો જગતમાં જીવનારાની જેમ વિધિઓને આધીન કેમ થાઓ છો?

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

20 જો તમે ખ્રિસ્તની સાથે જગતના સિદ્ધાંતો સંબંધી મૃત્યુ પામ્યા, તો જગતમાં જીવનારાંની માફક શા માટે વિધિઓને આધીન થાઓ છો?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

20 તમે ખ્રિસ્ત સાથે મૂઆ અને દુન્યવી નિરર્થક નિયમોથી મુક્ત થયેલા છો. તેથી તમે હજુ પણ આ દુનિયા સાથે સંકળયેલા હોય તમે વર્તો છો? મારો આ મતલબ છે, કે શા માટે આવા નિયમો પાળો છો:

Faic an caibideil Dèan lethbhreac




કલોસ્સીઓ 2:20
19 Iomraidhean Croise  

જો તમે દુનિયાના થઈને રહો, તો દુનિયા તમને પોતાના ગણીને તમારા પર પ્રેમ રાખશે. પરંતુ આ દુનિયામાંથી મેં તમને પસંદ કર્યા છે, એટલે હવે તમે દુનિયાના રહ્યા નથી, અને એટલે જ દુનિયા તમારો તિરસ્કાર કરે છે.


અલબત્ત, અમે દુનિયામાં જીવીએ છીએ, પણ અમે દુન્યવી હેતુઓ માટે લડાઈ કરતા નથી.


તે જ પ્રમાણે જ્યાં સુધી આપણે આત્મિક પરિપકવતા સુધી પહોંચ્યા નહોતા ત્યાં સુધી સગીર હતા, અને દુનિયાદારીના તાત્વિક સિદ્ધાંતોના ગુલામ હતા.


હું પોતે તો ફક્ત પ્રભુ ઈસુ ખ્રિસ્તના ક્રૂસ વિષે જ ગર્વ કરીશ. કારણ, તેમના ક્રૂસને લીધે દુનિયા મારે મન મરેલી છે અને હું દુનિયાને મન મરેલો છું.


પોતાની સાથેના સંબંધ દ્વારા બંને પ્રજાઓમાંથી એક નવી પ્રજા બનાવવા અને એમ શાંતિ સ્થાપવા માટે તેમણે પોતાના શરીર દ્વારા યહૂદી નિયમશાસ્ત્રને તેની આજ્ઞાઓ અને તેના નિયમો સહિત રદ કર્યું છે.


આપણી વિરુદ્ધ જનાર ખતને તેના બંધનર્ક્તા નિયમો સહિત તેમણે ક્રૂસ પર જડી દઈને નાબૂદ કર્યું છે.


આથી તમારા ખાવાપીવા સંબંધી કે પવિત્ર દિવસોની બાબતમાં, ચાંદ્રમાસના પ્રથમ દિનનું પર્વ કે સાબ્બાથ સંબંધી કોઈની ટીકાઓ લક્ષમાં ન લો.


“આને હાથમાં લેવું નહિ,” “આને ચાખવું નહિ,” “પેલાનો સ્પર્શ કરવો નહિ,” એવા નિયમોને તમે કેમ આધીન થાઓ છો?


માનવી જ્ઞાનની નક્મી છેતરપિંડીથી તમને કોઈ ગુલામ ન બનાવી દે માટે સાવધ રહો. એ જ્ઞાન તો ખ્રિસ્ત પાસેથી નહિ, પણ માણસો પાસેથી ઊતરી આવેલ શિક્ષણ દ્વારા અને વિશ્વ પર શાસન કરતા આત્માઓ પાસેથી આવે છે.


કારણ, તમે મૃત્યુ પામ્યા છો, અને તમારું જીવન ખ્રિસ્તની સાથે ઈશ્વરમાં ગુપ્ત રાખવામાં આવ્યું છે.


ભિન્‍નભિન્‍ન પ્રકારનું વિચિત્ર શિક્ષણ તમને સારા માર્ગોમાંથી દૂર ન લઈ જાય માટે સાવચેત રહો. ખોરાક સંબંધીના નિયમોને આધીન રહેવાથી નહિ, પણ આપણા આત્માઓ ઈશ્વરની કૃપા દ્વારા દૃઢ બને તે સારું છે. કારણ, ખોરાક સંબંધીના આ નિયમો પાળનારાઓને કશો જ લાભ થયો નથી.


હે ઈશ્વરને બેવફા બનનારા લોકો, તમને ખબર નથી કે દુનિયાના મિત્ર થવું તે ઈશ્વરના દુશ્મન થવા બરાબર છે? જે કોઈ દુનિયાનો મિત્ર થવા ચાહે છે તે પોતાને ઈશ્વરનો દુશ્મન બનાવે છે.


આપણે જાણીએ છીએ કે સમગ્ર દુનિયા દુષ્ટના અધિકાર નીચે છે, પણ આપણે આપણા ઈશ્વરનાં છીએ.


Lean sinn:

Sanasan


Sanasan