કલોસ્સીઓ 2:18 - પવિત્ર બાઇબલ C.L.18 નમ્રતાનો દેખાવ કરીને સ્વેચ્છાપૂર્વક વર્તનાર અને દૂતોની ભક્તિ પર ભાર મૂકનાર કોઈ માણસ તમારામાં ધુસણખોરી કરીને તમને ઈનામ માટે અયોગ્ય ન ઠરાવે. તેને જેનું દર્શન થયું નથી એવી બાબતો વિશે તે પોતાના દુન્યવી મનથી વ્યર્થ ફૂલાશ મારે છે, Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)18 નમ્રતા તથા દૂતોની સેવા પર ભાવ બતાવીને કોઈ તમારું ઇનામ છીનવી ન લે, તેને જે દર્શનો થયાં છે તે પર આધાર રાખીને તે પોતાના સાંસારિક મનથી ખાલી ફુલાશ મારે છે; Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201918 નમ્રતા તથા સ્વર્ગદૂતોની સેવા પર ભાવ રાખવા કોઈ તમને ન ફસાવે અને તમારું ઇનામ છીનવી ન લે. તેને જે દર્શનો થયા છે તે પર આધાર રાખીને તે પોતાના દૈહિક મનથી ફુલાઈ જાય છે. Faic an caibideilપવિત્ર બાઈબલ18 કેટલાક લોકો નમ્રતા અને દૂતોની સેવા કરવા ઈચ્છતા હોય, એવું વર્તન કરે છે. તે લોકો હમેશા જે દર્શનો તેઓએ જોયા હોય તેના વિષે કહેતા રહે છે. તે લોકોને ન કહેવા દો કે, “તમે આમ કરતા નથી, તેથી તમે ખોટા છો.” તે લોકો મૂર્ખ અભિમાનથી ભરપૂર છે. કારણ કે તેઓ ફક્ત માનવ વિચારોને જ વિચારી શકે, દેવના વિચારોને નહિ. Faic an caibideil |