Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




કલોસ્સીઓ 2:16 - પવિત્ર બાઇબલ C.L.

16 આથી તમારા ખાવાપીવા સંબંધી કે પવિત્ર દિવસોની બાબતમાં, ચાંદ્રમાસના પ્રથમ દિનનું પર્વ કે સાબ્બાથ સંબંધી કોઈની ટીકાઓ લક્ષમાં ન લો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

16 એથી ખાવાપીવા વિષે કે પર્વ કે ચાંદરાત કે વિશ્રામવારો વિષે, કોઈ તમને દોષિત ન ઠરાવે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

16 તેથી ખાવાપીવાની બાબતમાં તથા પર્વ, પૂનમ કે વિશ્રામવાર પાળવામાં કોઈ તમને દોષિત ઠરાવે નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

16 તેથી કોઈ પણ વ્યક્તિને તમારા માટે ખાવાપીવા અંગેના કે યહૂદી રિવાજો. (ઉત્સવો, ચાંદરાત, કે વિશ્રામવાર) વિષે કોઈ તમને દોષિત ન ઠરાવે. કોઈ પણ વ્યક્તિને આ વિષે તમારા માટે નિયમો ન ઘડવા દો.

Faic an caibideil Dèan lethbhreac




કલોસ્સીઓ 2:16
42 Iomraidhean Croise  

તેના પતિએ પૂછયું, “તેમની પાસે આજે જવાની શી જરૂર છે. આજે તો ચાંદ્રમાસના પ્રથમ દિવસનું પર્વ કે સાબ્બાથ પણ નથી.” તેણે કહ્યું, “કંઈ વાંધો નહિ.”


હિઝકિયા રાજા દરરોજ સવારે અને સાંજે ચડાવવાના દહનબલિ માટે અને સાબ્બાથદિને, ચાંદ્રમાસને પ્રથમ દિવસે તેમજ પ્રભુના નિયમશાસ્ત્રમાં ઠરાવેલ અન્ય પર્વોએ અર્પણ ચડાવવા માટે પોતાનાં ઢોરઢાંકમાંથી પશુઓ પૂરાં પાડતો.


પરપ્રજાઓ સાબ્બાથને દિવસે અથવા બીજા પવિત્ર દિવસોએ અનાજ કે બીજું કંઈપણ અમને વેચાતું આપવા આવે, તો અમે તેમની પાસેથી ખરીદીશું નહિ. પ્રત્યેક સાતમે વર્ષે અમે જમીનમાં ખેતી કરીશું નહિ, અને અમારા દેણદારોનું બધું દેવું માફ કરી દઈશું.


મંદિરની સેવાભક્તિ માટે અમે નીચેની વસ્તુઓ પૂરી પાડીશું: પવિત્ર રોટલી, નિત્યનું ધાન્ય-અર્પણ, પ્રતિદિન દહન કરવા માટેનાં બલિદાન, સાબ્બાથોનાં, ચાંદ્રમાસના પ્રથમ દિવસનાં તથા અન્ય પર્વોનાં પવિત્ર અર્પણો, અન્ય પવિત્ર અર્પણો, ઇઝરાયલનાં પાપના નિવારણ માટેનાં અર્પણો અને મંદિર માટે જરૂરી એવી અન્ય બધી સાધન સામગ્રી.


નિયમની માગણીઓ વિષે સાંભળીને લોકો હચમચી ગયા અને રડવા લાગ્યા. તેથી રાજ્યપાલ નહેમ્યા, યજ્ઞકાર અને નિયમશાસ્ત્રનો વિદ્વાન એઝરા અને લોકોને નિયમશાસ્ત્ર સમજાવનાર લેવીઓએ સર્વ લોકોને કહ્યું, “આ દિવસ તો તમારા ઈશ્વર પ્રભુનો પવિત્ર દિવસ છે, તેથી તમારે શોક કે રુદન કરવાનું નથી.


હું કેવો જનસમુદાય સાથે જતો હતો! જય જયકાર કરતા અને સ્તુતિના નાદ ગજવતા પર્વ પાળનાર જનસમુદાયને હું પ્રભુના મંદિરમાં કેવો દોરી જતો હતો! એ વીતેલી વાતોનું સ્મરણ થતાં મારો પ્રાણ શોકમાં દ્રવી ઊઠે છે.


ચાંદ્રમાસના પ્રથમદિને અને પૂર્ણિમાના દિવસે એટલે, સાતમા માસના પવિત્ર પર્વના દિવસોએ ઉજવણીરૂપે રણશિગડું વગાડો.


તમારાં નકામાં અર્પણો લાવશો નહિ. તમારા ધૂપની વાસ હું ધિક્કારું છું. તમારાં ચાંદ્રમાસના પ્રથમ દિવસનાં પર્વ, સાબ્બાથ અને ધાર્મિક સંમેલનો હું સહન કરી શક્તો નથી. કારણ, તમારાં પાપને લીધે તે બધાં ભ્રષ્ટ થઈ ગયાં છે.


પણ મેં કહ્યું, “હે પ્રભુ પરમેશ્વર, મેં મારી જાતને કદી વટલાવી નથી, બચપણથી આજ સુધી મેં કુદરતી રીતે મરેલું કે કોઈ જંગલી પશુએ મારી નાંખેલા પ્રાણીનું માંસ ખાધું નથી, નિષિદ્ધ ઠરાવાયેલ કોઈ ખોરાક મેં કદી મોંમાં નાખ્યો નથી.”


રાજર્ક્તાએ નિયત પર્વો એટલે સાબ્બાથે, ચાંદ્ર માસના પ્રથમ દિવસે અને અન્ય સર્વ તહેવારોએ દહનબલિ, ધાન્યઅર્પણ અને દ્રાક્ષાસવ- અર્પણ પૂરાં પાડવાં. તેણે ઇઝરાયલીઓનાં પાપના પ્રાયશ્ર્વિત માટે પ્રાયશ્ર્વિતબલિ, ધાન્ય અર્પણ અને સંગતબલિ પૂરાં પાડવાં.”


તે દિવસ ખૂબ જ પવિત્ર એવો સાબ્બાથદિન છે. તે દિવસે ઉપવાસ કરવો અને કાંઈ કામ કરવું નહિ. આ નિયમ કાયમને માટે પાળવાનો છે.


તમે કહો છો, “ક્યારે ચાંદ્રમાસનો પ્રથમ દિવસ વીતે કે અમે અનાજ વેચીએ અને ક્યારે સાબ્બાથદિન પૂરો થાય કે અમે ઘઉં વેચવા કાઢીએ? ત્યારે તો અમે ચાંદીનાણાં શેકેલમાં ભાવ ચડાવી દઈશું, માપ માટેનો એફાહ નાનો કરીશું અને ત્રાજવાનો કાંટો ખોટો ગોઠવીને ગ્રાહકોને છેતરીશું.


આનંદોત્સવના પ્રસંગોએ અને બીજાં નિયત ધાર્મિક પર્વોના સમયે તથા દર મહિનાના પ્રથમ દિવસે, તેમજ દહનબલિ અને સંગતબલિ ચડાવતાં પહેલાં તમે રણશિંગડાં વગાડો; એટલે તમને સહાય કરવાને હું તમારું સ્મરણ કરીશ. હું તમારો ઈશ્વર પ્રભુ છું.”


માણસના મુખમાં જે જાય છે તે નહિ, પણ તેમાંથી જે બહાર નીકળે છે તે જ તેને અશુદ્ધ બનાવે છે.


કારણ, તે તેના હૃદયમાં નહિ, પણ પેટમાં જાય છે અને પછી મળરૂપે બહાર નીકળી જાય છે.” આમ ઈસુએ સર્વ પ્રકારનો ખોરાક ખાવાલાયક ઠરાવ્યો.


તેમણે મૂર્તિને ચઢાવેલો ખોરાક ન ખાવો, વ્યભિચાર ન કરવો, ગૂંગળાવીને મારેલું પ્રાણી ન ખાવું, અને લોહી ન પીવું.


તો તારા ભાઈનો ન્યાય તું શું કરવા કરે છે? અથવા, તું તારા ભાઈનો તિરસ્કાર કેમ કરે છે? આપણે સૌએ ઈશ્વરના ન્યાયાસન આગળ ઊભા રહેવાનું છે.


તમે કેટલાક દિવસો, મહિનાઓ, ઋતુઓ અને વર્ષોને ખાસ મહત્ત્વ આપો છો.


તમે ખ્રિસ્તની સાથે મરણ પામ્યા છો અને દુન્યવી નિયમોથી મુક્ત થયા છો. તો પછી તમે જાણે કે આ દુનિયાના હો તેમ કેમ જીવો છો?


ભિન્‍નભિન્‍ન પ્રકારનું વિચિત્ર શિક્ષણ તમને સારા માર્ગોમાંથી દૂર ન લઈ જાય માટે સાવચેત રહો. ખોરાક સંબંધીના નિયમોને આધીન રહેવાથી નહિ, પણ આપણા આત્માઓ ઈશ્વરની કૃપા દ્વારા દૃઢ બને તે સારું છે. કારણ, ખોરાક સંબંધીના આ નિયમો પાળનારાઓને કશો જ લાભ થયો નથી.


તેમનો સંબંધ ફક્ત ખોરાક, પીણાં અને જુદા જુદા પ્રકારના શુદ્ધિકરણના રીતરિવાજો સાથે જ છે. ઈશ્વર નવી વ્યવસ્થાની સ્થાપના કરે ત્યાં સુધી જ આ સર્વ બાહ્ય નિયમો લાગુ પડતા હતા.


મારા ભાઈઓ, એકબીજાની નિંદા ન કરો. જો કોઈ પોતાના ભાઈની નિંદા કરે કે ન્યાય કરે તો તે નિયમશાસ્ત્રની નિંદા અને ન્યાય કરે છે. જો તમે નિયમશાસ્ત્રનો ન્યાય કરો તો પછી તમે નિયમનું પાલન કરનારા નહિ, પણ તેના ન્યાયાધીશ બનો છો.


પછી યોનાથાને તેને કહ્યું, “આવતીકાલે ચાંદ્રમાસના પ્રથમ દિવસનો ઉત્સવ છે અને તારી જગ્યા ખાલી હોવાથી તારી ગેરહાજરી વર્તાઈ આવશે.


દાવિદે જવાબ આપ્યો, “આવતીકાલે ચાંદ્રમાસના પ્રથમ દિવસનો ઉત્સવ છે અને મારે રાજા સાથે જમવું પડે તેમ છે, પણ તું મને પરમદિવસ સાંજ સુધી ખેતરમાં સંતાઈ રહેવાની રજા આપ.


Lean sinn:

Sanasan


Sanasan