Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




કલોસ્સીઓ 2:12 - પવિત્ર બાઇબલ C.L.

12 કારણ, જ્યારે તમને બાપ્તિસ્મા આપવામાં આવ્યું ત્યારે ખ્રિસ્તની સાથે તમારું દફન થયું અને બાપ્તિસ્મામાં તમે ખ્રિસ્તને સજીવન કરનાર ઈશ્વરના કાર્યશીલ સામર્થ્ય પર વિશ્વાસ મૂક્યો, તેથી તમને ખ્રિસ્તની સાથે સજીવન કરવામાં આવ્યા છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 તેમની સાથે તમે બાપ્તિસ્મામાં દટાયા, અને તેમાં પણ જે ઈશ્વરે તેમને મૂએલાંમાંથી ઉઠાડયા, તેમના સામર્થ્ય પરના વિશ્વાસથી તમને તેમની સાથે ઉઠાડવામાં આવ્યા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 તેમની સાથે તમે બાપ્તિસ્મામાં દફનાવાયા, અને તેમાં પણ ઈશ્વર જેમણે તેમને મૃત્યુમાંથી સજીવન કર્યા, તેમના સામર્થ્ય પરના વિશ્વાસથી તમને તેમની સાથે ઉઠાડ્યાં.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

12 જ્યારે તમે બાપ્તિસ્મા પામ્યા, ત્યારે તમારી ર્જીણજાત મૃત્યુ પામી અને ખ્રિસ્તની સાથે તમે દટાયા. અને તે બાપ્તિસ્મામાં ખ્રિસ્તની સાથે તમને ઉઠાડવામાં આવ્યા, કારણ કે દેવના સાર્મથ્યમાં તમને વિશ્વાસ હતો. જ્યારે તેણે ખ્રિસ્તને મૂએલામાંથી ઉઠાડયો ત્યારે દેવના સાર્મથ્યને દર્શાવ્યું.

Faic an caibideil Dèan lethbhreac




કલોસ્સીઓ 2:12
31 Iomraidhean Croise  

પ્રેષિતોએ પ્રભુને કહ્યું, “અમારો વિશ્વાસ વધારો.”


તેઓ અંત્યોખમાં આવ્યા એટલે તેમણે મંડળીના લોકોને એકત્રિત કર્યા અને ઈશ્વરે તેમને માટે કરેલાં કાર્યો અને બિનયહૂદીઓ વિશ્વાસ કરે તે માટે તેમણે કેવી રીતે માર્ગ ખોલ્યો તે બધું તેમને કહી સંભળાવ્યું.


પણ ઈશ્વરે તેમને મરેલાંઓમાંથી સજીવન કર્યા. તેમણે તેમને મરણના બંધનમાંથી મુક્ત કર્યા, કારણ, મરણ તેમને જકડી રાખે એ અશક્ય હતું.


ઈશ્વરે એ જ ઈસુને મરેલાંઓમાંથી સજીવન કર્યા છે, અને અમે બધા એ હકીક્તના સાક્ષીઓ છીએ.


પણ આપણા પ્રભુ ઈસુને મરણમાંથી સજીવન કરનાર ઈશ્વર ઉપર જેઓ વિશ્વાસ કરે છે, તેમને માટે પણ એ જ શબ્દો છે.


ભાઈઓ, તમારા વિષે પણ એવું છે. તમે પણ ખ્રિસ્તની સાથે નિયમશાસ્ત્રના સંબંધમાં મરી ગયા છો; કારણ, તમે ખ્રિસ્તના શરીરના અવયવ છો, અને હવે તમે મરણમાંથી સજીવન થયેલા ખ્રિસ્તના છો; જેથી તમે ઈશ્વરની ફળદાયી સેવા કરો.


તે જ પ્રમાણે યહૂદીઓ કે બિનયહૂદીઓ, ગુલામ કે સ્વતંત્ર - આપણે સૌ એ જ પવિત્ર આત્માથી બાપ્તિસ્મા પામીને એક શરીર બન્યા છીએ, અને આપણ સૌને એક જ આત્મા પીવડાવવામાં આવ્યો છે.


પણ સત્ય હકીક્ત એ છે કે ખ્રિસ્ત મરણમાંથી સજીવન થયા છે, અને એ તો મરણમાં ઊંઘી જનારા સજીવન થશે એની ખાતરી છે.


ઈસુ ખ્રિસ્તની સાથેના સંબંધમાં તમને બાપ્તિસ્મા આપવામાં આવ્યું છે; તેથી તમે ખ્રિસ્તનું જીવન અપનાવી લીધું છે.


કારણ, માત્ર ઈશ્વરની કૃપાને લીધે જ વિશ્વાસ કરવા દ્વારા તમારો ઉદ્ધાર થયો છે. તે તમારાથી બન્યું નથી, પણ ઈશ્વરની બક્ષિસ છે.


અને વિશ્વાસથી તમારાં હૃદયોમાં ખ્રિસ્ત નિવાસ કરે. હું એવી પ્રાર્થના કરું છું કે તમારાં મૂળ અને પાયો પ્રેમમાં નંખાયેલાં હોય.


ઈશ્વરે પોતાની શક્તિથી કાર્ય કરીને મને આપેલા ખાસ કૃપાદાનની મારફતે મને શુભસંદેશનો સેવક બનાવ્યો છે.


એક પ્રભુ, એક વિશ્વાસ અને એક બાપ્તિસ્મા છે;


કારણ, જે સ્પષ્ટ રીતે પ્રગટ થાય છે તે પ્રકાશમય બની જાય છે. તેથી જ કહ્યું છે કે, “ઓ ઊંઘનાર જાગ, અને મરણમાંથી સજીવન થા! એટલે ખ્રિસ્ત તારા પર પ્રકાશ પાડશે.”


માત્ર ખ્રિસ્ત પર વિશ્વાસ કરવો એટલું જ નહિ, પણ તેમને માટે દુ:ખ સહન કરવું એ માટે તમને આ કૃપા આપવામાં આવી છે.


એમ કરવાને માટે મારામાં કાર્ય કરી રહેલી અને ખ્રિસ્ત પાસેથી મળેલી મહાન શક્તિથી હું સખત પરિશ્રમ કરું છું અને ઝઝૂમું છું.


એક સમયે તમારાં પાપને લીધે અને તમારા સુન્‍નતવિહીન સ્વભાવને લીધે તમે આત્મિક રીતે મરેલા હતા. પણ હવે ઈશ્વરે ખ્રિસ્તની સાથે તમને સજીવન કર્યા છે. ઈશ્વરે આપણને આપણાં બધાં પાપની માફી આપી છે.


જેમના પર આપણા વિશ્વાસનાં આરંભ અને તેની પરિપૂર્ણતા આધારિત છે તે ઈસુ પર આપણે આપણી દૃષ્ટિ સ્થિર રાખીએ. પોતાની સમક્ષ રહેલા આનંદને કારણે તેમણે ક્રૂસ પરનું નામોશીભર્યું મરણ સહન કર્યું, અને હાલમાં ઈશ્વરના રાજ્યાસનની જમણી તરફ બિરાજેલા છે.


બાપ્તિસ્માઓ સંબંધીનું શિક્ષણ તથા હાથ મૂકવાની ક્રિયા, મૂએલાંઓનું સજીવન કરાવું અને સાર્વકાલિક ન્યાય - આવાં પ્રાથમિક સત્યોના પાયા આપણે ફરીથી ન નાખીએ.


તે તો બાપ્તિસ્માના પ્રતીકરૂપ હતું, જે હાલ તમને બચાવે છે. એમાં શારીરિક મલિનતાથી સ્વચ્છ થવાની વાત નથી, પણ શુદ્ધ પ્રેરકબુદ્ધિની મારફતે ઈશ્વરને આપવામાં આવેલા વચનની વાત છે.


Lean sinn:

Sanasan


Sanasan