Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




કલોસ્સીઓ 2:1 - પવિત્ર બાઇબલ C.L.

1 તમારે માટે, લાઓદિકિયાના લોકોને માટે અને જેમને મારી પ્રત્યક્ષ ઓળખ નથી તે સર્વ માટે મેં કેવો સખત પરિશ્રમ કર્યો છે તે તમે જાણો એવું હું ઇચ્છું છું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 હું ચાહું છું કે તમે એ જાણો કે, તમારે માટે તથા જેઓ લાઓદિકિયામાં છે તેઓને માટે તથા જેઓએ મને મોઢામોઢ જોયો નથી તેઓને માટે હું કેટલો બધો યત્ન કરું છું કે,

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 હું ચાહું છું કે તમે એ જાણો કે, તમારા વિષે તથા જેઓ લાઓદિકિયામાં છે તેઓ વિષે તથા જેટલાંએ મને રૂબરૂ જોયો નથી તેઓને વિષે હું કેટલો બધો યત્ન કરું છું કે,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 તમને મદદ કરવા માટે હું ઘણી જહેમત ઉઠાવી રહ્યો છું તે તમે જાણો એમ હું ઈચ્છુ છું. અને લાવદિકિયાના લોકોને જેઓ મને કદાપિ મળ્યા નથી તેઓને પણ હું મદદ કરવા પ્રયાસ કરી રહ્યો છું.

Faic an caibideil Dèan lethbhreac




કલોસ્સીઓ 2:1
18 Iomraidhean Croise  

ત્યારે રાહેલે કહ્યું “મેં મારી બહેન સાથે જબરી બાથ ભીડી છે અને હું જીત પામી છું.” આથી તેણે તેનું નામ નાફતાલી (બાથ ભીડી છે) પાડયું.


ભારે વેદનામાં તેમણે એથી પણ વિશેષ આગ્રહથી પ્રાર્થના કરી; લોહીનાં ટીપાં જેવો તેમનો પરસેવો જમીન પર ટપકવા લાગ્યો.


“ઈશ્વરના રાજનો ઉપદેશ કરતાં કરતાં હું તમ સર્વ મયે ફર્યો છું. અને હવે હું જાણું છું કે તમારામાંનો કોઈ મને ફરી જોશે નહિ.


ખાસ કરીને, તેઓ તેને ફરી કદી નહિ જુએ એવા એના શબ્દોને કારણે તેઓ દુ:ખી થયા. અને એમ તેઓ તેને વળાવવા વહાણ સુધી ગયા.


મારાં પ્રિય બાળકો, તમારામાં ખ્રિસ્તની પ્રતિમા ઉત્પન્‍ન થાય, ત્યાં સુધી પ્રસવવેદના જેવી વેદના મને તમારે માટે ફરીથી થાય છે.


ભૂતકાળમાં હું જે યુદ્ધ લડી રહ્યો હતો અને હાલ લડી રહ્યો છું એવું તમે સાંભળો છો, તે જ યુદ્ધમાં હવે તમે પણ મારી સાથે સામેલ છો.


હું તમારે માટે દુ:ખ સહન કરું છું એનો મને આનંદ છે. કારણ, મંડળી, એટલે ખ્રિસ્તના શરીર માટે ખ્રિસ્તે વેઠેલાં દુ:ખો પછી મારે પોતે પણ મંડળી માટે સહન કરવાનાં દુ:ખોનો જે ભાગ બાકી છે તે હું પૂરો કરી રહ્યો છું.


એમ કરવાને માટે મારામાં કાર્ય કરી રહેલી અને ખ્રિસ્ત પાસેથી મળેલી મહાન શક્તિથી હું સખત પરિશ્રમ કરું છું અને ઝઝૂમું છું.


કારણ, જો કે હું શરીરે હાજર નથી તો પણ મારો આત્મા તમારી સાથે હોવાથી હું તમને એ જણાવું છું. તમે ખ્રિસ્ત પરના તમારા વિશ્વાસમાં જે દૃઢતાથી ઊભા રહ્યા છો તે જોઈને મને આનંદ થાય છે.


થેસ્સાલોનિકા આવ્યા પહેલાં અમારે ફિલિપીમાં જે દુ:ખો અને અપમાનો સહન કરવાં પડયાં તે વિષે તમે જાણો છો. જો કે ઘણો વિરોધ હતો છતાં ઈશ્વરે તેમનો શુભસંદેશ તમને જણાવવાને અમને હિંમત આપી હતી.


આ પૃથ્વી પરના પોતાના જીવન દરમિયાન ઈસુએ તેમને મૃત્યુમાંથી બચાવનાર ઈશ્વરને મોટે ઘાંટે તથા આંસુઓ સહિત પ્રાર્થનાઓ અને વિનંતીઓ કરી. તે નમ્ર અને આજ્ઞાંક્તિ હતા તેથી ઈશ્વરે તેમનું સાંભળ્યું.


તમે તેમને જોયા વિના તેમના પર પ્રેમ કરો છો. જો કે અત્યારે તમે તેમને જોતા નથી તો પણ તમે તેમના પર વિશ્વાસ મૂકો છો અને અવર્ણનીય એવા મહાન અને મહિમાવંત આનંદથી ઉલ્લાસી થાઓ છો;


તેણે મને કહ્યું, “તું જે જુએ તે પુસ્તકમાં લખ અને એ પુસ્તક એફેસસ, સ્મર્ના, પેર્ગામમ, થુઆતૈરા, સાર્દિસ, ફિલાદેલ્ફિયા અને લાઓદીકિયા; એ સાતે ય સ્થાનિક મંડળીઓને મોકલી આપ.”


Lean sinn:

Sanasan


Sanasan