Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




કલોસ્સીઓ 1:9 - પવિત્ર બાઇબલ C.L.

9 આથી અમે તમારે વિષે સાંભળ્યું છે ત્યારથી અમે તમારે માટે પ્રાર્થનામાં માગવાનું ચૂક્તા નથી કે ઈશ્વર તમને પોતાની ઇચ્છાની જાણકારી તથા પવિત્ર આત્મા દ્વારા જ્ઞાન અને સમજથી ભરપૂર કરે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 તમે સર્વ આત્મિક સમજણ તથા બુદ્ધિમાં ઈશ્વરની ઇચ્છાના જ્ઞાનથી ભરપૂર થાઓ એ માટે અમે તે સાંભળ્યું તે દિવસથી તમારે માટે પ્રાર્થના તથા વિનંતી કરવાને ચૂકતા નથી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 તમે સર્વ પ્રકારની આત્મિક સમજણમાં તથા બુદ્ધિ પ્રાપ્ત કરવામાં ઈશ્વરની ઇચ્છાના જ્ઞાનથી ભરપૂર થાઓ એ માટે અમે તે સાંભળ્યું તે દિવસથી તમારે માટે પ્રાર્થના તથા વિનંતી કરવાને ચૂકતા નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

9 જે દિવસથી અમે આ બાબતો તમારા વિષે સાંભળી તે દિવસથી તમારે સારું પ્રાર્થના કરીએ છીએ. અમે આ બાબતો માટે પ્રાર્થના કરીએ છીએ: કે તમે સર્વ આત્મિક સમજણ તથા બુદ્ધિમાં દેવની ઈચ્છાના જ્ઞાનથી ભરપૂર થાઓ;

Faic an caibideil Dèan lethbhreac




કલોસ્સીઓ 1:9
35 Iomraidhean Croise  

હું તમારાં સાક્ષ્યવચનોનું અયયન કરું છું, તેથી મારા સર્વ શિક્ષકો કરતાં મારામાં વધુ સમજ છે.


એકમાત્ર તમે જ મારા ઈશ્વર છો; તેથી તમારી ઇચ્છા અનુસાર વર્તવાનું મને શીખવો. તમારા ભલા આત્મા થકી મને સમતલ ભૂમિમાં દોરી જાઓ.


જે કોઈ ઈશ્વરની ઇચ્છા પ્રમાણે કરવા માગે છે તેને, હું જે શીખવું તે ઈશ્વર તરફથી છે કે મારું પોતાનું છે તેની ખબર પડી જશે.


તેથી પિતરને જેલમાં પૂરવામાં આવ્યો, પણ તેને માટે મંડળી ઈશ્વરને આગ્રહપૂર્વક પ્રાર્થના કરતી હતી.


આ દુનિયાના ધોરણને અનુસરો નહિ, પરંતુ ઈશ્વરને તમારા મનનું પૂરેપૂરું પરિવર્તન કરીને તમારું આંતરિક રૂપાંતર કરવા દો. ત્યાર પછી જ તમને ઈશ્વરની ઇચ્છાની ખબર પડશે કે શું સારું છે, ઈશ્વરને શું ગમે છે અને સંપૂર્ણ તથા યોગ્ય શું છે.


કારણ, ઈસુ ખ્રિસ્તની સાથેના સંબંધને લીધે તમે જ્ઞાન અને વાણીની સર્વ પ્રકારની સમજમાં સમૃદ્ધ થયા છો.


એટલે કે, આપણાં પાપ માફ કરવામાં આવ્યાં છે. એ રીતે ઈશ્વરે આપણા પર પોતાની કૃપાની સમૃદ્ધિ વરસાવી છે. ઈશ્વરે પોતાનાં સર્વ જ્ઞાન અને આંતરસૂઝ પ્રમાણે


પ્રભુ પ્રસન્‍ન થાય એવી બાબતો પારખી લેવાને યત્ન કરો.


માટે અબુધ ન રહો, પણ તમારે માટે પ્રભુની શી ઇચ્છા છે તે જાણી લો.


તે તમારું નિરીક્ષણ કરતા હોય ત્યારે તેમને ખુશ કરી દેવા માટે જ નહિ, પણ ખ્રિસ્તના ગુલામ તરીકે પૂર્ણ દયથી ઈશ્વરને જે પસંદ છે તે કરો.


અને જયારે હું તમારા સૌ માટે પ્રાર્થના કરું છું ત્યારે મને ખૂબ આનંદ થાય છે.


તમે પ્રથમ ઈશ્વરની કૃપા વિષે સાંભળ્યું અને તેની સત્યતા વિષે જાણ્યું એ દિવસથી તમારામાં જેમ બની રહ્યું છે તેમ જ શુભસંદેશ આશિષો લાવે છે અને સમગ્ર દુનિયામાં ફેલાય છે.


ખ્રિસ્તના સંદેશની સર્વ સમૃદ્ધિ તમારા હૃદયમાં વસે કે જેથી એકબીજાને સર્વ જ્ઞાનમાં શિક્ષણ અને શિખામણ આપો. ઈશ્વરને માટે તમારા હૃદયમાં આભાર સાથે ગીતો, સ્તોત્રો અને આત્મિક ગાયનો ગાઓ.


તમારી સંગતનો સભ્ય એટલે ઈસુ ખ્રિસ્તનો સેવક એપાફ્રાસ તમને શુભેચ્છા પાઠવે છે. તે હંમેશાં તમારે માટે આગ્રહથી ઈશ્વરને પ્રાર્થના કરે છે કે, ઈશ્વરની ઇચ્છાની સંપૂર્ણ આધીનતામાં તમે સ્થિર રહો, પરિપકવ બનો અને પૂરી ખાતરી પામો.


અવિશ્વાસીઓ સાથે સમજણપૂર્વક વર્તો અને તમને મળેલી દરેક તકનો ઉપયોગ કરો.


કેવી રીતે તમે તમારા વિશ્વાસને વ્યવહારમાં મૂક્યો, કેવી રીતે તમારા પ્રેમે તમને સખત ક્મ કરતાં શીખવ્યું અને આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં તમારી આશા કેવી દૃઢ છે એ વાતોને અમે ઈશ્વરપિતા સમક્ષ નિરંતર યાદ કરીએ છીએ.


નિત્ય પ્રાર્થના કરો.


એટલે જ અમે હંમેશાં તમારે માટે પ્રાર્થના કરીએ છીએ કે, ઈશ્વરે તમને જે જીવન જીવવાને માટે આમંત્રણ આપ્યું છે તે જીવવાને તમે યોગ્ય થાઓ. તે પોતાની શક્તિથી સારાં ક્મ કરવા માટે તમારી સર્વ ઇચ્છાઓ પૂરી કરો અને વિશ્વાસનું તમારું કાર્ય સંપૂર્ણ કરો.


ભાઈ ફિલેમોન, જ્યારે હું પ્રાર્થના કરું છું ત્યારે હંમેશાં તને યાદ કરીને હું મારા ઈશ્વરનો આભાર માનું છું.


મારી પ્રાર્થના છે કે તું બીજાઓને તારો વિશ્વાસ જણાવવામાં અસરકારક નીવડે; જેથી ખ્રિસ્ત ઈસુમાં મેળવાયાને લીધે તને જે આશિષો પ્રાપ્ત થઈ તેની સાચી અનુભૂતિ તારા જેવો વિશ્વાસ કરનારાઓને પણ થાય.


તમે ઈશ્વરની ઇચ્છા પૂર્ણ કરી શકો અને તેમણે આપેલાં વચનો પામી શકો તે માટે તમારે ધીરજવાન થવાની જરૂર છે.


તે તમને તેમની ઇચ્છા પૂર્ણ કરવા માટે સુસજજ કરો અને તેમને જે પ્રસન્‍ન કરી શકે તેવી બાબતો ઈસુ ખ્રિસ્ત દ્વારા આપણામાં પૂરી કરો. યુગોના યુગો સુધી ઈસુ ખ્રિસ્તને મહિમા હો! આમીન.


જો તમારામાં કોઈની પાસે જ્ઞાનની ઊણપ હોય તો તેણે ઈશ્વરને પ્રાર્થના કરવી અને ઈશ્વર તેને તે આપશે; કારણ, ઈશ્વર સર્વને ઉદારતાથી અને કૃપાથી આપે છે.


પણ ઈશ્વર તરફથી આવતું જ્ઞાન સૌ પ્રથમ તો નિર્મળ છે; વળી, તે શાંતિદાયક, નમ્ર, મૈત્રીભાવી અને દયાપૂર્ણ હોય છે. તે સારાં કાર્યો નિપજાવે છે. તેમાં ભેદભાવ કે દંભ નથી.


કારણ, તમારાં સારાં કાર્યોની મારફતે મૂર્ખ માણસોની અજ્ઞાનભરી વાતો તમે બંધ પાડો એવી ઈશ્વરની ઇચ્છા છે.


હવેથી પૃથ્વી પરનું તમારું બાકી રહેલું જીવન દૈહિક ઇચ્છાઓ પ્રમાણે નહિ, પણ ઈશ્વરની ઇચ્છાના નિયંત્રણ નીચે ગાળવું જોઈએ.


દુનિયા અને તેની લાલસા તો ચાલ્યાં જવાનાં છે, પણ ઈશ્વરની ઇચ્છા પ્રમાણે વર્તનાર સર્વકાળ રહે છે.


આપણે જાણીએ છીએ કે ઈશ્વરપુત્રે આવીને આપણને સમજણ આપી હોવાથી આપણે સાચા ઈશ્વરને ઓળખીએ છીએ. આપણું જીવન સાચા ઈશ્વરમાં એટલે તેમના પુત્ર ઈસુ ખ્રિસ્તમાં છે. એ જ સાચા ઈશ્વર અને એ જ સાચું સાર્વકાલિક જીવન છે.


મારા સંબંધી ઈશ્વર એવું થવા ન દો કે હું તમારે માટે પ્રાર્થના કરવાનું મૂકી દઉં અને એમ પ્રભુની વિરુદ્ધ પાપ કરું; એને બદલે, તમારે માટે સારું અને સાચું શું છે તે હું તમને શીખવીશ.


Lean sinn:

Sanasan


Sanasan