Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




કલોસ્સીઓ 1:7 - પવિત્ર બાઇબલ C.L.

7 ઈશ્વરની કૃપાનું એ સાચું સ્વરૂપ તમને સમજાવનાર અમારો પ્રિય સાથી સેવક એપાફ્રાસ હતો. તે તો આપણે માટે ખ્રિસ્તને વફાદાર કાર્યકર છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 એ જ પ્રમાણે અમારા વહાલા સાથીદાર એપાફ્રાસ પાસેથી તમે શીખ્યા, તે અમારે માટે ખ્રિસ્તનો વિશ્વાસુ સેવક છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 એ જ પ્રમાણે વહાલા સાથીદાર એપાફ્રાસ પાસેથી તમે શીખ્યા, તે અમારે માટે ખ્રિસ્તનો વિશ્વાસુ સેવક છે;

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

7 એપાફ્રાસ પાસેથી તમે દેવની કૃપા વિષે જાણ્યું. એપાફ્રાસ અમારી સાથે જ કાર્ય કરે છે, અને અમે તેને ચાહીએ છીએ. તે અમારા માટે ખ્રિસ્તનો વિશ્વાસુ સેવક છે.

Faic an caibideil Dèan lethbhreac




કલોસ્સીઓ 1:7
19 Iomraidhean Croise  

પણ મારા સેવક મોશેના સંબંધમાં એવું નથી. મોશે તો મારા સમગ્ર ઇઝરાયલી લોકમાં સૌથી વધુ વિશ્વાસુ છે.


પેલો માણસ તેના પગે પડયો અને કરગરવા લાગ્યો, ’સાહેબ, જરા ધીરજ રાખો, હું તમારું બધું દેવું ભરી આપીશ.’


પોતાના શેઠે બીજા નોકરોને યોગ્ય સમયે ખોરાક આપવા તેમનો ઉપરી ઠરાવ્યો હોય એવો વિશ્વાસુ અને બુદ્ધિશાળી નોકર કોણ છે?


માલિકે કહ્યું, ’શાબાશ! સારા અને વફાદાર સેવક! તું નાની બાબતમાં વિશ્વાસુ માલૂમ પડયો છે. તેથી હું તને મોટાં કામ સોંપીશ. તારા માલિકના આનંદમાં ભાગીદાર થા.’


આ જ કારણથી હું તમારી પાસે તિમોથીને મોકલું છુ. પ્રભુમાં તે મારો પ્રિય અને વિશ્વાસુ પુત્ર છે. ખ્રિસ્ત ઈસુમાંના નવા જીવનમાં હું જે સિદ્ધાંતો અનુસરું છું અને બધી જગ્યાએ સર્વ મંડળીઓમાં જેનું શિક્ષણ આપું છું તેની તે તમને યાદ અપાવશે.


કારભારી પોતાના શેઠને વિશ્વાસુ રહે તેવી અપેક્ષા રાખવામાં આવે છે.


હવે હું કુંવારાં વિષે જણાવું છું: મને પ્રભુ તરફથી કોઈ આજ્ઞા મળી નથી, પણ પ્રભુની દયાથી વિશ્વાસપાત્ર વ્યક્તિ તરીકે હું મારો મત જણાવું છું.


શું તેઓ ખ્રિસ્તના સેવકો છે? જો કે હું પાગલ જેવો લાગું, છતાં કહીશ કે, તેમના કરતાં હું ચડિયાતો સેવક છું! મેં સખત ક્મ કર્યું છે, વધુ વખત જેલમાં રહ્યો છું, ઘણીવાર મને ફટકા પડયા છે અને ઘણીવાર હું મરણની સાવ નજીક પહોંચ્યો છું.


ખ્રિસ્ત પ્રત્યેના તમારા આદરને લીધે તમે એકબીજાને આધીન રહો.


ભાઈ એપાફ્રોદિતસને તમારી પાસે મોકલવાની મને જરૂર જણાય છે. તેણે મારી સાથે રહીને સહકાર્યકર અને સાથી સૈનિક તરીકે કાર્ય કર્યું છે. તમારા સંદેશવાહક તરીકે તથા મારા મદદનીશ તરીકે તેણે મારી સેવા કરી છે.


તમારી સંગતનો સભ્ય એટલે ઈસુ ખ્રિસ્તનો સેવક એપાફ્રાસ તમને શુભેચ્છા પાઠવે છે. તે હંમેશાં તમારે માટે આગ્રહથી ઈશ્વરને પ્રાર્થના કરે છે કે, ઈશ્વરની ઇચ્છાની સંપૂર્ણ આધીનતામાં તમે સ્થિર રહો, પરિપકવ બનો અને પૂરી ખાતરી પામો.


આપણો પ્રિય ભાઈ તુખિક્સ, જે પ્રભુના કાર્યમાં વિશ્વાસુ કાર્યકર અને સાથી સેવક છે તે મારા વિષેના સર્વ સમાચાર તમને જણાવશે.


તેની સાથે તમારી સંગતમાંનો પ્રિય તથા વિશ્વાસુ ભાઈ ઓનેસિમસ પણ આવે છે. તે તમને અહીંના બધા સમાચાર આપશે.


તું પોતે વિશ્વાસનાં સત્યો અને સાચા શિક્ષણને અનુસરીને આત્મિક રીતે પોષણ પામતાં ભાઈઓને આ શિક્ષણ આપીશ, તો તું ખ્રિસ્તનો ઉત્તમ કાર્યકર બનીશ.


ઘણા સાક્ષીઓની રૂબરૂમાં તેં મારે મુખે જે સાંભળ્યું છે તે એવા વિશ્વાસુ માણસોને સોંપી દે કે જેઓ બીજાને પણ એ શીખવવાને સમર્થ હોય.


એપાફ્રાસ જે ખ્રિસ્ત ઈસુને લીધે મારી સાથે જેલમાં છે તે તમને શુભેચ્છા પાઠવે છે.


આથી બધી રીતે પોતાના ભાઈઓ જેવા થવું તેમને માટે જરૂરી હતું, જેથી લોકોનાં પાપની માફીને અર્થે તે ઈશ્વર સમક્ષ પોતાના ભાઈઓના વિશ્વાસપાત્ર અને દયાળુ મુખ્ય યજ્ઞકાર બને.


જેમ મોશે ઈશ્વરના ઘરમાં તેનાં બધાં કાર્યમાં વિશ્વાસુ હતો તેમ ઈસુ પણ ઈશ્વરે તેમને માટે પસંદ કરેલા કાર્ય પ્રત્યે વિશ્વાસુ હતા.


Lean sinn:

Sanasan


Sanasan