Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




કલોસ્સીઓ 1:23 - પવિત્ર બાઇબલ C.L.

23 અલબત્ત, તમારે મજબૂત અને મક્કમ પાયા પર વિશ્વાસુપણે ચાલુ રહેવું જોઈએ, અને તમે શુભસંદેશ સાંભળ્યો ત્યારે તમને પ્રાપ્ત થયેલી આશામાંથી તમારે ચલિત થવું જોઈએ નહિ. એ શુભસંદેશ તો દુનિયામાં સૌને પ્રગટ કરવામાં આવ્યો છે અને હું પાઉલ એનો સેવક બન્યો છું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

23 એટલે જો તમે વિશ્વાસમાં સ્થાપિત થઈને દઢ રહો, અને જે સુવાર્તા તમે સાંભળી છે, તેની આશામાંથી જો તમે ચલિત ન થાઓ, તો; એ સુવાર્તા આકાશ નીચેનાં સર્વ પ્રાણીઓને પ્રગટ થઈ છે; અને હું પાઉલ તેનો સેવક થયો છું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

23 એટલે જો તમે વિશ્વાસમાં સ્થાપિત થઈને દૃઢ રહો અને જે સુવાર્તા તમે સાંભળી છે તેની આશામાંથી જો તમે ડગી જાઓ નહિ, તો; એ સુવાર્તા આકાશની નીચેના સર્વ મનુષ્યોને પ્રગટ કરાઈ છે; અને તે સુવાર્તાનો હું પાઉલ સેવક થયો છું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

23 જો તમે સાંભળેલ સુવાર્તામાં વિશ્વાસ ધરાવતા રહેશો, તો ખ્રિસ્ત આમ કરશે. તમારે તમારા વિશ્વાસમાં સ્થાપિત અને દ્રઢ બનવાનું ચાલુ રાખવું જોઈએ. સુવાર્તાએ જે આશા તમને પ્રદાન કરી છે તેમાંથી તમારે કદાપિ ચલિત થવું જોઈએ નહિ. અને તે સુવાર્તા આખા વિશ્વમાં પ્રગટ થઈ છે. હું પાઉલ, તે સુવાર્તા પ્રગટ કરવામાં મદદ કરું છું.

Faic an caibideil Dèan lethbhreac




કલોસ્સીઓ 1:23
72 Iomraidhean Croise  

જ્યારે તમે દુષ્ટોને શિક્ષા કરો, ત્યારે તમારા માર્ગનો ત્યાગ કરનાર સૌને પણ શિક્ષા કરજો. ઇઝરાયલના લોકનું કલ્યાણ થાઓ!


તમારા કોપથી તેમનો શિકાર કરો અને પૃથ્વી પરથી તેમને નષ્ટ કરો.


જો સદાચારી પોતાની નેકીમાંથી હટી જાય અને પાપ કરે છે તો તે માર્યો જાય છે. પોતે આચરેલ દુષ્ટતાને કારણે તે માર્યો જાય છે.


જેઓ મારાથી વિમુખ થઈ જઈ હવે મને અનુસરતા નથી, અને મારી પાસે આવતા નથી કે મારું માર્ગદર્શન મેળવવા માગતા નથી એવા લોકોને પણ હું નષ્ટ કરીશ.”


તેમણે તેમને કહ્યું, “આખી દુનિયામાં જાઓ, અને સમસ્ત માનવજાતને શુભસંદેશનો પ્રચાર કરો.


પણ તારો વિશ્વાસ ડગી ન જાય તે માટે મેં તારે માટે પ્રાર્થના કરી છે. જ્યારે તું મારી તરફ પાછો ફરે, ત્યારે તારા સાથી ભાઈઓને દઢ કરજે.”


તે તો એક ઘર બાંધનાર માણસ જેવો છે; તેણે ઊંડું ખોદીને ખડક પર પાયો નાખ્યો. પછી નદીમાં પૂર આવ્યું અને ઘર પર તેનો સપાટો લાગ્યો; પણ તે ડગ્યું નહિ, કારણ, તે સારી રીતે બાંધેલું હતું.


જે મારામાં વસતો નથી તેને ડાળીની જેમ ફેંકી દેવામાં આવે છે, અને તે સુકાઈ જાય છે, લોકો એવી ડાળીઓ એકઠી કરીને અગ્નિમાં નાખે છે જ્યાં તે બળી જાય છે.


યહૂદા આપણી સંગતમાં હતો, કારણ, આપણા સેવાકાર્યમાં તે ભાગીદાર હતો.


“પ્રભુ, તમે સર્વ માણસોનાં હૃદયો પારખો છો. યહૂદા તો પોતાના સ્થાનમાં જવા માટે પ્રેષિત તરીકેની સેવાનું સ્થાન તજીને ગયો છે. ઓ પ્રભુ, એ સેવાના સ્થાન માટે આ બેમાંથી તમે કોને પસંદ કર્યો છે તે બતાવો.”


પણ જ્યારે પવિત્ર આત્મા તમારા પર આવશે, ત્યારે તમે સામર્થ્યથી ભરપૂર થશો; અને યરુશાલેમમાં, આખા યહૂદિયામાં, સમરૂનમાં અને પૃથ્વીના છેડા સુધી તમે મારા સાક્ષી બનશો.”


લોકોને ઈશ્વરની કૃપા મળેલી જોઈને તેને ખૂબ આનંદ થયો. તેણે સૌને પોતાના પૂરા દયથી પ્રભુને નિષ્ઠાપૂર્વક વળગી રહેવા આગ્રહ કર્યો.


તેમણે શિષ્યોને દઢ કર્યા અને તેમને વિશ્વાસમાં મક્કમ રહેવાનો અનુરોધ કર્યો. તેમણે શીખવ્યું, “ઈશ્વરના રાજમાં પ્રવેશવા માટે આપણે ઘણાં સંકટોમાં થઈને પસાર થવાની જરૂર છે.”


તે સમયે ત્યાં દુનિયાના દરેક દેશમાંથી યરુશાલેમ આવેલા ધાર્મિક યહૂદીઓ હતા.


“હું મારું સેવાકાર્ય સંપૂર્ણ કરું અને પ્રભુ ઈસુએ મને સોંપેલું કાર્ય પૂરું કરું તે માટે હું મારા જીવને પણ વહાલો ગણતો નથી. એ કાર્ય તો ઈશ્વરની કૃપાનો શુભસંદેશ જાહેર કરવાનું છે.


પણ હવે ઊઠ, મારા સેવક તરીકે તને નીમવાને મેં તને દર્શન દીધું છે. તેં આજે મારા વિષે જે જોયું છે અને હવે ભવિષ્યમાં તને જે દર્શાવીશ તે તારે બીજાઓને કહેવાનું છે.


માત્ર તેમની મારફતે જ ઉદ્ધાર મળે છે. કારણ, જેનાથી આપણો ઉદ્ધાર થાય એવા બીજા કોઈનું નામ ઈશ્વરે આખી દુનિયામાં માણસોને આપ્યું નથી.”


પણ મારો પ્રશ્ર્ન આ છે: શું તેમણે સંદેશ સાંભળ્યો ન હોય એવું બને ખરું? ના, ના, તેમણે સાંભળ્યું તો છે; કારણ, “તેમનો અવાજ આખી પૃથ્વીમાં ફેલાયેલો છે, અને તેમનો સંદેશ દુનિયાના છેડા સુધી પ્રસરેલો છે.”


ઈસુ ખ્રિસ્તના સેવક તરીકે મને બિનયહૂદીઓ મયે ક્મ કરવાનો હક્ક મળેલો છે. ઈશ્વરનો શુભસંદેશ પ્રગટ કરીને હું યજ્ઞકારનું ક્મ કરું છું, જેથી પવિત્ર આત્માની મારફતે ખ્રિસ્તી થયેલા બિનયહૂદીઓ ઈશ્વરને માન્ય અર્પણ થાય,


જેઓ ઈશ્વરની બીક રાખીને હંમેશા સારાં ક્મ કર્યા કરે છે અને માન તથા અમરત્વ શોધે છે, તેમને જ સર્વકાળનું જીવન મળશે.


આ આશા છેતરતી નથી. કારણ, ઈશ્વરે આપણને આપેલી તેમની ભેટ, એટલે પવિત્ર આત્મા દ્વારા આપણા અંત:કરણમાં તેમનો પ્રેમ રેડી દીધો છે.


આથી મારા પ્રિય ભાઈઓ, સ્થિર અને દૃઢ થાઓ અને પ્રભુના કાર્યમાં સતત લાગુ રહો, કારણ, તમને ખબર છે કે પ્રભુની સેવા માટે તમે જે કંઈ કરો છો તે નિરર્થક નથી.


આપોલસ કોણ છે? વળી, પાઉલ કોણ છે? અમે તો માત્ર ઈશ્વરના સેવકો જ છીએ કે જેમની મારફતે તમે વિશ્વાસ કર્યો છે. અમારામાંનો દરેક પ્રભુએ તેને સોંપેલું કાર્ય કરે છે.


હું પાઉલ તમને વ્યક્તિગત વિનંતી કરું છું: મારે વિષે એવું કહેવાય છે કે, જ્યારે હું તમારી સાથે હોઉં છું, ત્યારે માયાળુ અને નમ્ર હોઉં છું; પણ જ્યારે દૂર હોઉં છું, ત્યારે તમારા પ્રત્યે કડક વલણ દાખવું છું. પણ હું ખ્રિસ્તની નમ્રતા અને ભલાઈથી વિનંતી કરું છું:


શું તેઓ ખ્રિસ્તના સેવકો છે? જો કે હું પાગલ જેવો લાગું, છતાં કહીશ કે, તેમના કરતાં હું ચડિયાતો સેવક છું! મેં સખત ક્મ કર્યું છે, વધુ વખત જેલમાં રહ્યો છું, ઘણીવાર મને ફટકા પડયા છે અને ઘણીવાર હું મરણની સાવ નજીક પહોંચ્યો છું.


ઈશ્વરે અમને નવા કરાર પ્રમાણેની સેવાને માટે શક્તિમાન કર્યા છે: તે કરાર લેખિત નહિ, પણ પવિત્ર આત્મા દ્વારા થયેલો છે. લેખિત નિયમ તો મરણ નિપજાવે છે, પણ પવિત્ર આત્મા જીવન આપે છે.


ઈશ્વરે પોતાની દયાથી અમને આ સેવા સોંપી હોવાથી અમે નિરાશ થતા નથી.


ઈશ્વરના સહકાર્યકરો તરીકે અમે તમને આગ્રહપૂર્વક વિનંતી કરીએ છીએ: તમને મળેલી ઈશ્વરની કૃપા નિરર્થક થવા ન દો.


તમારે વિષે મને ચિંતા થાય છે! તમારે માટે કરેલું મારું સેવાકાર્ય શું નિષ્ફળ જશે?


પણ આપણે તો વિશ્વાસ કરવા દ્વારા ઈશ્વર સાથે સુમેળમાં આવ્યા હોવાથી પવિત્ર આત્માને પ્રતાપે ફળીભૂત થનારી આશાની આતુરતાથી રાહ જોઈએ છીએ.


તમે બહુ સારી દોડ દોડી રહ્યા હતા! તો સત્યને આધીન થતાં તમને કોણે અટકાવ્યા?


એથી આપણે સારું કરતાં થાકવું નહિ, કારણ, જો આપણે પડતું મૂકીએ નહિ, તો યોગ્ય સમયે કાપણી કરીશું.


મારી પ્રાર્થના છે કે તમે તેમનો પ્રકાશ નિહાળી શકો તે માટે તમારાં મન ખુલ્લાં થાય; જેથી જે આશાને માટે તમને આમંત્રણ આપવામાં આવ્યું છે અને પોતાના લોકોને તે કેવો સમૃદ્ધ મહિમાવંત વારસો આપે છે,


ઈસુ જ સમગ્ર બાંધક્મને ધરી રાખે છે અને તે બાંધક્મ પ્રભુમાં વધતાં વધતાં પવિત્ર મંદિર બને છે.


અને વિશ્વાસથી તમારાં હૃદયોમાં ખ્રિસ્ત નિવાસ કરે. હું એવી પ્રાર્થના કરું છું કે તમારાં મૂળ અને પાયો પ્રેમમાં નંખાયેલાં હોય.


તેમના નિયંત્રણ નીચે શરીરના બધા અવયવો પરસ્પર જોડાયેલા રહે છે અને સમગ્ર શરીર તેના દરેક સાંધાથી જોડાયેલું રહે છે. તેથી જ્યારે બધા અવયવ પોતપોતાનું કાર્ય કરે ત્યારે સમગ્ર શરીર વૃદ્ધિ પામે છે, અને પ્રેમથી સંગીન બને છે.


આજથી હું સર્વત્ર બધી પ્રજાઓમાં તમારો એવો ડર અને ધાક બેસાડીશ કે તેઓ તમારાં નામ માત્રથી ધ્રૂજી ઊઠશે અને ત્રાસ પામશે.


વળી, ઉપર આકાશમાં દૃષ્ટિ કરીને તમે સૂર્ય, ચંદ્ર, તારા તથા સમગ્ર નક્ષત્રમંડળ જુઓ ત્યારે તેમની પૂજા કરવા લલચાશો નહિ. એ બધાં તો તમારા ઈશ્વર પ્રભુએ બીજી પ્રજાઓને પૂજા માટે વહેંચી આપ્યાં છે!


ઈશ્વરે મને મંડળીનો સેવક બનાવ્યો છે અને તમારા ભલાને માટે તેમણે મને આ ક્મ સોંપ્યું છે. આ કાર્ય તો તેમનો સંદેશો સંપૂર્ણ રીતે પ્રગટ કરવાનું છે.


તેમનામાં તમારાં મૂળ ઊંડાં નાખો, તેમના પર તમારા જીવનનું બાંધક્મ કરો અને તમને શીખવવામાં આવ્યું છે તે પ્રમાણે તમારા વિશ્વાસમાં દૃઢ થાઓ અને આભારસ્તુતિ કરતા રહો.


કે જેથી તમારામાંનો કોઈ આ સતાવણીમાં પીછેહઠ ન કરે. તમે જાણો છો કે આવી સતાવણીઓ ઈશ્વરની ઇચ્છા મુજબની છે.


હું વધુ સમય રાહ જોઈ શક્યો નહિ, તેથી તમારા વિશ્વાસ વિષેના સમાચાર જાણી લાવવા મેં તિમોથીને મોકલ્યો; કદાચ શેતાને તમારી પરીક્ષા કરી હોય અને અમારું કાર્ય નિરર્થક થયું હોય.


પણ આપણે દિવસના હોવાથી સાવધ રહીએ અને વિશ્વાસ અને પ્રેમનું બખ્તર તથા ઉદ્ધારની આશાનો ટોપ પહેરીએ.


હવે આપણા પ્રભુ ઈસુ પોતે તથા આપણા પર પ્રેમ કરનાર અને આપણને સાર્વકાલિક દિલાસો આપનાર અને કૃપા દ્વારા સારી આશા આપનાર


મને સામર્થ્ય આપનાર ખ્રિસ્ત ઈસુ આપણા પ્રભુનો હું આભાર માનું છું.


એની જ જાહેરાત કરવા, એનો જ સંદેશો પહોંચાડવા અને બિનયહૂદીઓને વિશ્વાસ અને સત્યનું શિક્ષણ આપવા મને નીમવામાં આવેલો છે. હું સાચું કહું છું અને જૂઠું બોલતો નથી.


બેશક આપણા ધર્મનું રહસ્ય મહાન છે: તે માનવી સ્વરૂપમાં આવ્યા, પવિત્ર આત્માએ તેમને સાચા ઠરાવ્યા, અને દૂતોએ તેમનાં દર્શન કર્યાં, પ્રજાઓ મયે તેમની વાત જાહેર કરવામાં આવી, દુનિયાભરમાં તેમના પર વિશ્વાસ મૂકવામાં આવ્યો, અને તેમને મહિમાસહ સ્વર્ગમાં લઈ લેવામાં આવ્યા.


જેથી તેમની કૃપાથી આપણે ઈશ્વર સમક્ષ સીધી વ્યક્તિ તરીકે સ્વીકૃત થઈએ અને જે સાર્વકાલિક જીવનની આશા આપણે રાખેલી છે તેને પ્રાપ્ત કરીએ.


મારા ધોરણ પ્રમાણે વર્તનાર વિશ્વાસથી જ જીવશે; પરંતુ તેમાંનો કોઈ પાછો પડે તો, હું તેના ઉપર પ્રસન્‍ન નહીં થાઉં.”


કારણ, આપણે જે ભરોસો પ્રથમ રાખ્યો હતો તેને ચોક્સાઈથી અંત સુધી પકડી રાખીએ, તો આપણે બધા ખ્રિસ્ત સાથે ભાગીદાર છીએ.


પરંતુ ખ્રિસ્ત તો પુત્ર તરીકે ઈશ્વરના ઘરકુટુંબ પર અધિકારી તરીકે વિશ્વાસુ છે. જે બાબતોની આપણે આશા રાખીએ છીએ તેમાં જો આપણે હિંમત તથા ભરોસો રાખીએ તો આપણે ઈશ્વરનું ઘર છીએ.


તેથી, આપણે જે વિશ્વાસ પ્રગટ કરીએ છીએ તેને દૃઢતાથી પકડી રાખીએ. કારણ, આપણે માટે છેક ઈશ્વરની હજૂરમાં ગયેલા મહાન પ્રમુખ યજ્ઞકાર છે.


આ આશા તો આપણા આત્મા માટે લંગર સમાન છે. તે સલામત અને ચોક્કસ છે તથા સ્વર્ગીય મંદિરના પડદામાં થઈને છેક અંદરના ભાગમાં પ્રવેશ કરે છે.


આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના પિતા ઈશ્વરની સ્તુતિ થાઓ! ઈસુ ખ્રિસ્તને મરણમાંથી સજીવન કરીને તેમણે આપણને તેમની મહાન દયાને લીધે નવું જીવન આપ્યું છે, જેનાથી આપણામાં જીવંત આશા ઉત્પન્‍ન થાય છે.


અંતને સમયે પ્રગટ થનાર ઉદ્ધારને માટે તમને વિશ્વાસ કરવા દ્વારા ઈશ્વરના સામર્થ્યથી સલામત રાખવામાં આવ્યા છે.


પણ તમારા પર તો ખ્રિસ્તે પોતાનો પવિત્ર આત્મા રેડી દીધો છે. જ્યાં સુધી તેમનો પવિત્ર આત્મા તમારામાં વાસો કરે છે ત્યાં સુધી તમારે બીજા કોઈ શિક્ષકની જરૂર નથી. કારણ, તેમનો પવિત્ર આત્મા તમને સર્વ બાબતો શીખવે છે અને તેનું શિક્ષણ જૂઠું નથી પણ સાચું છે. આથી પવિત્ર આત્માના શિક્ષણને આધીન થાઓ અને ખ્રિસ્તમાં રહો.


જે સંકટો તારા પર આવી પડવાનાં છે તેથી ગભરાઈશ નહિ. સાવધ રહે, શેતાન તમારી પરીક્ષા કરવા તમારામાંના કેટલાકને જેલમાં નાખવાનો છે અને દસ દિવસ સુધી તમારી સતાવણી થશે છતાં તારે મરવું પડે તોપણ મને વફાદાર રહે અને હું તને જીવનનો મુગટ આપીશ.


Lean sinn:

Sanasan


Sanasan