Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




કલોસ્સીઓ 1:22 - પવિત્ર બાઇબલ C.L.

22 પણ હવે ઈશ્વરપુત્રના શારીરિક મરણની મારફતે ઈશ્વરે તમને તેમના મિત્રો બનાવ્યા છે; જેથી તે તમને પોતાની સમક્ષ પવિત્ર, શુદ્ધ અને નિર્દોષ રજૂ કરી શકે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

22 જેથી તે તમને પવિત્ર, નિષ્કલંક તથા નિર્દોષ [કરીને] તેની રૂબરૂ રજૂ કરે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

22 જેથી ખ્રિસ્ત તમને પવિત્ર, નિર્દોષ તથા નિષ્કલંક પોતાની આગળ રજૂ કરે;

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

22 પરંતુ હવે ખ્રિસ્તે તમને ફરીથી દેવના મિત્ર બનાવી દીઘા છે. જ્યારે તે તેના શરીરમાં હતો, ત્યારે ખ્રિસ્તે તેના મરણ દ્વારા આમ કર્યુ. તે તમને દેવ સમક્ષ લઈ જઈ શકે તેથી ખ્રિસ્તે આમ કર્યુ. તે તમને દેવ સમક્ષ એવા લોકો તરીકે પ્રસ્તુત કરે છે કે જે પવિત્ર છે, જેનામાં કોઈ ક્ષતિ નથી, અને દેવ જેને પાપો ગણી તમને પાપી ન ઠેરવી શકે.

Faic an caibideil Dèan lethbhreac




કલોસ્સીઓ 1:22
21 Iomraidhean Croise  

હું નિર્દોષ છું અને અન્યાય કરવાથી મેં પોતાને સાચવ્યો છે.


જો ઈશ્વર પોતાના સ્વર્ગદૂતોનો ય ભરોસો રાખતા નથી અને તેમની દષ્ટિમાં આકાશવાસીઓ પણ વિશુદ્ધ નથી.


ઈશ્વરની દષ્ટિમાં તો ચંદ્ર પણ નિસ્તેજ છે, અને તારાઓ પણ નિર્મળ નથી.


મારાં પાપ ઝુફાથી ધોઈને દૂર કરો, એટલે હું શુદ્ધ થઈશ; મને નવડાવો એટલે હું હિમથી ય અધિક શ્વેત થઈશ.


અને નિર્ભયપણે તેમની સેવા કરીએ.


ભાઈઓ, તમારા વિષે પણ એવું છે. તમે પણ ખ્રિસ્તની સાથે નિયમશાસ્ત્રના સંબંધમાં મરી ગયા છો; કારણ, તમે ખ્રિસ્તના શરીરના અવયવ છો, અને હવે તમે મરણમાંથી સજીવન થયેલા ખ્રિસ્તના છો; જેથી તમે ઈશ્વરની ફળદાયી સેવા કરો.


ઈશ્વરની જેમ હું પણ તમારે માટે કાળજી રાખું છું. એક પતિ એટલે ખ્રિસ્ત સાથે લગ્ન માટે તમને પવિત્ર કુમારિકા તરીકે સોંપવા મેં વચન આપ્યું છે.


અમે જાણીએ છીએ કે, પ્રભુ ઈસુને સજીવન કરનાર ઈશ્વર, ઈસુની સાથે અમને પણ સજીવન કરશે અને પોતાની હાજરીમાં તમારી સાથે અમને પણ લઈ જશે.


આ બધું ઈશ્વરનું જ કાર્ય છે. તેમણે ખ્રિસ્ત દ્વારા આપણને દુશ્મનમાંથી મિત્રો બનાવ્યા છે, અને બીજાઓને પણ તેમના મિત્રો બનાવવાનું સેવાકાર્ય સોંપ્યું છે.


આપણે ખ્રિસ્તમાં મેળવાઈને ઈશ્વરના બનીએ તે માટે ઈશ્વરે સૃષ્ટિનું સર્જન કર્યું તે પહેલાં તેમણે આપણને પસંદ કર્યા હતા; જેથી આપણે તેમની સમક્ષ પવિત્ર અને નિર્દોષ થઈએ.


અને જેને ડાઘ કે કરચલી કે બીજી કોઈ ખામી ન હોય, પણ જે પવિત્ર અને નિષ્કલંક હોય એવી ગૌરવી મંડળીને પોતાની સમક્ષ રજૂ કરે.


તેથી અમે સર્વ માણસોની આગળ ખ્રિસ્તને પ્રગટ કરીએ છીએ. અમે સર્વ માણસોને જ્ઞાનપૂર્વક ચેતવણી આપીએ છીએ અને શીખવીએ છીએ કે જેથી અમે સૌને તેઓ ખ્રિસ્ત ઈસુમાં મેળવાયા હોવાથી પરિપૂર્ણતા પ્રાપ્ત કરેલ વ્યક્તિઓ તરીકે ઈશ્વરની સમક્ષ રજૂ કરી શકીએ.


ઈશ્વરે આપણને અશુદ્ધ જીવન માટે નહિ, પણ પવિત્ર જીવન જીવવાને માટે આમંત્રણ આપ્યું છે.


આપણને સર્વ દુષ્ટતામાંથી મુક્ત કરવા અને આપણને તેમના શુદ્ધ અને સર્વ સારાં કાર્યો કરવાને આતુર એવા ખાસ લોક બનાવવા માટે પોતાનું સ્વાર્પણ કરનાર પણ તે જ છે.


કારણ, ઈસુ ખ્રિસ્ત ઈશ્વરની ઇચ્છા પ્રમાણે વર્ત્યા. તેમણે પોતાના શરીર દ્વારા સર્વકાળને માટે જે અર્પણ કર્યું તેથી આપણ સૌને પાપમાંથી શુદ્ધ કરવામાં આવ્યા છે.


તેમણે પડદામાં થઈને એટલે કે, તેમના શરીરમાં થઈને આપણે માટે એક નવો અને જીવંત માર્ગ ખોલ્યો છે.


તે તમને તેમની ઇચ્છા પૂર્ણ કરવા માટે સુસજજ કરો અને તેમને જે પ્રસન્‍ન કરી શકે તેવી બાબતો ઈસુ ખ્રિસ્ત દ્વારા આપણામાં પૂરી કરો. યુગોના યુગો સુધી ઈસુ ખ્રિસ્તને મહિમા હો! આમીન.


તમને ઈશ્વરની પાસે લઈ જવાને માટે ખરાબ માણસોને બદલે સારા માણસે એટલે ખ્રિસ્તે પોતે તમારાં પાપોને માટે એકવાર મરણ સહન કર્યું. જો કે તેમને શારીરિક રીતે મારી નાખવામાં આવ્યા, પણ આત્મિક રીતે તેમને સજીવન કરવામાં આવ્યા.


તેથી પ્રિયજનો, એ દિવસની રાહ જોતાં ઈશ્વરની દૃષ્ટિમાં શુદ્ધ અને કલંકરહિત થવાને તમારાથી બનતું બધું કરો અને તેમની સાથે શાંતિમાં રહો.


હવે જે તમને આત્મિક અધ:પતનથી બચાવી લેવા શક્તિમાન છે અને પોતાના ગૌરવની સમક્ષ તમને નિર્દોષ ગણી આનંદપૂર્વક આવકારવાના અધિકારી છે એવા એક જ ઈશ્વ2, જે આપણા ઈસુ ખ્રિસ્ત દ્વારા ઉદ્ધારક છે. તેમને અનાદિકાળ, હમણાં અને સદાસર્વકાળ મહિમા, પ્રતાપ, પરાક્રમ અને સત્તા હો! આમીન.


Lean sinn:

Sanasan


Sanasan