Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




કલોસ્સીઓ 1:20 - પવિત્ર બાઇબલ C.L.

20 અને ઈશ્વરે પુત્રની મારફતે જ સમગ્ર વિશ્વને પોતાની તરફ લાવવાનું નક્કી કર્યું છે. ઈશ્વરે તેમના પુત્રના ક્રૂસ પરના બલિદાનના રક્ત દ્વારા શાંતિ સ્થાપીને પૃથ્વી પરની અને આકાશમાંની સર્વ વસ્તુઓનું પોતાની સાથે સમાધાન કરાવ્યું છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

20 અને તેમના વધસ્તંભના લોહીથી શાંતિ કરાવીને તેમની મારફતે તે પોતાની સાથે સર્વનું સમાધાન કરાવે, પછી તે પૃથ્વી પરનાં હોય કે આકાશમાંનાં હોય.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

20 અને ઈસુ ખ્રિસ્તનાં વધસ્તંભના રક્તથી શાંતિ કરાવીને તેમની મારફતે તેઓ પોતાની સાથે સઘળી બાબતોનું સમાધાન કરાવે છે; પછી તે પૃથ્વી પરની હોય કે આકાશમાંની હોય.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

20 દેવ પ્રત્યેક વસ્તુને પોતાના માટે ખ્રિસ્ત દ્વારા પુનઃપ્રાપ્ત કરીને પ્રસન્ન થયો પૃથ્વી પરની અને આકાશની વસ્તુઓ. દેવે વધસ્તંભના ખ્રિસ્તના રક્ત (મરણ) દ્વારા શાંતિ કરાવી.

Faic an caibideil Dèan lethbhreac




કલોસ્સીઓ 1:20
22 Iomraidhean Croise  

પણ જો તેનું રક્ત મુલાકાતમંડપમાં પાપ દૂર કરવા માટેની વિધિમાં વપરાયું હોય તો તે પ્રાયશ્ર્વિતબલિ ખાવો નહિ, પણ તેને અગ્નિમાં બાળી નાખવું.


પ્રભુ કહે છે, “હે બેથલેહેમ એફ્રાથા, તું યહૂદિયાનાં નગરોમાં નાનાંમાં નાનું છે, પણ હું તારામાંથી એક એવો રાજ્યર્ક્તા ઊભો કરીશ કે જેનો પ્રારંભ પ્રાચીનકાળથી, હા, સનાતનકાળથી છે.


અને તે શાંતિ સ્થાપશે. જ્યારે આશ્શૂરના લોકોનું સૈન્ય આપણા પર હુમલો કરે ત્યારે આપણે સૌથી શૂરવીર એવા આપણા અનેક આગેવાનો અને શાસકોને તેમની સામે ખડા કરી દઈશું.


તે પુત્રને જન્મ આપશે અને તું તેનું નામ ઈસુ પાડશે; કારણ, તે પોતાના લોકોને તેમનાં પાપમાંથી બચાવશે.


“સર્વોચ્ચ આકાશમાં ઈશ્વરનો મહિમા થાઓ, અને પૃથ્વી પરના તેમના મનપસંદ માણસોને શાંતિ થાઓ.!”


કર્નેલ્યસે કહ્યું, “ત્રણ દિવસ પહેલાં લગભગ આ જ સમયે બપોરે ત્રણ વાગ્યે હું મારા ઘરમાં પ્રાર્થના કરતો હતો. એકાએક ચળક્તાં વસ્ત્રો પહેરેલો એક માણસ મારી સમક્ષ ઊભો રહ્યો.


આમ, વિશ્વાસ કરવા દ્વારા ઈશ્વરની સાથે સુમેળભર્યા સંબંધમાં લવાવાથી આપણને આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની મારફતે ઈશ્વર સાથે સુલેહશાંતિ થઈ છે.


ઈશ્વરનો હેતુ ખ્રિસ્ત અગ્રસ્થાને હોય એ રીતે સ્વર્ગ અને પૃથ્વી પરના સર્વ સર્જનને એક કરવાનો છે; એ હેતુ તે યોગ્ય સમયે પરિપૂર્ણ કરશે.


જેથી ઈસુના નામના સન્માન અર્થે આકાશમાંના, પૃથ્વી પરનાં તથા પૃથ્વી તળેનાં સૌ ધૂંટણે પડે,


કારણ, આકાશમાંની કે પૃથ્વી પરની, દૃશ્ય કે અદૃશ્ય બધી વસ્તુઓ એમના દ્વારા જ સર્જાઈ હતી; એમાં અપાર્થિવ રાજસત્તાઓ, અધિપતિઓ, શાસકો અને સત્તાધારીઓનો પણ સમાવેશ થઈ જાય છે; એ બધું તેમની મારફતે જ અને તેમને માટે જ સર્જાયું છે.


આથી બધી રીતે પોતાના ભાઈઓ જેવા થવું તેમને માટે જરૂરી હતું, જેથી લોકોનાં પાપની માફીને અર્થે તે ઈશ્વર સમક્ષ પોતાના ભાઈઓના વિશ્વાસપાત્ર અને દયાળુ મુખ્ય યજ્ઞકાર બને.


Lean sinn:

Sanasan


Sanasan